પિતૃ દિને


” ત્વમેવ સર્વ મમ દેવ દેવમ”


Wish You very Happy father”s day.

Its very true and  hearty but very formal american style wish.

આજે ફાધર્સ ડે. અમેરિકનો પોતાના મમ્મી કે પપ્પાને વર્ષે એકવાર ફાધર્સ ડે કે મધર્સ ડે વિશ કરી લે કારણ  એજ એક દિવસ છે એમને એમની પરવરિશ માટે  માતા-પિતાનો આભાર માનવાનો બાકી તો એ ભલા અને એમનુ રૂટીન ભલુ.

આમ જોવા જાવ તો હવે અમારુ પણ એવું જ કહેવાય ને?

જ્યારે અમે નાના હતા ત્યારે રાતોની રાતો જાગીને  માથે બરફ-મીઠાના પાણીના પોતા મુક્યા  મમ્મીએ અને તમે.   અત્યારે જ્યારે તમને  તમારી માંદગીમાં અમારી ખરી જરૂર પડી ત્યારે  એ ભૂતકાળ એક ક્ષણમાં ભૂલીને અમારા ભવિષ્યને વિચાર કરી ને  એક રાતનો પણ તમારા ઉજાગરો કરવાના બદલે ચાલતા  થયા અમે.

આંગળી પકડીને ચાલતા શીખવ્યુ તમે – તમારી ટેકણલાકડી બનવાના બદલે હાથ જ છોડીને ખસી ગયા અમે .

ચકલીનુ ચીં ચીં મોંમા કરાવી બોલતા શીખવ્યુ તમે – ફુરસદના સમયે તમને સાંભળવાના બદલે નિઃ શબ્દ વાતાવરણમાં મુકી દીધા અમે.

આલ્બમોમાં  નાનપણને સંઘરી યાદો તાજી રાખી તમે- હાજરીને  જ તમારી ભૂતકાળ બનાવી દીધો અમે.

અમારા દરેક સારા પ્રસંગને ઉજાળ્યો તમે-તમારી નિવ્રુત્તિની ક્ષણો  ઉજવવાના બદલે ઉચાળા ભર્યા અમે.

અમારી દરેક ક્ષણોએ  હાજર રહી એને  ભરપૂર બનાવી તમે- તમારો ખાલીપો ભરવાના બદલે શૂનકાર ઉમેર્યો અમે.

જ્યારે જ્યારે  તમારી જરૂર હતી ત્યારે અડીખમ બનીને , માનસિક સધિયારો બનીને  સાથ આપ્યો તમે -હવે જ્યારે  તમને શારીરિક  સથવારાની જરૂર પડી -તમારા માટે ઉભા રહેવાના દિવસો આવ્યા ત્યારે  ચાલતી પકડી  અમે .

અને માટે જ  ખરા હ્રદયથી તમારી તંદુરસ્તી-તમારી સ્વસ્થતા પ્રાર્થુ છું ઇશ્વર પાસે.

જો ખુશ છો તમે તો રાજી છીએ અમે.

જો સ્વસ્થ છો તમે તો નિશ્ચિંત છીએ અમે.

That”s why I Heartiely  Wish You  Not Only Very Happy Father”s Day

But Wish You Very Haapy Each Day.

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ

ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ

ત્વમેવ સર્વ મમ દેવ દેવમ.

આ જ ખરી અને હંમેશની તમારા માટેની લાગણી અમારી.

રાજુલ શાહ

http://rajul54.wordpress.com/2010/06/20/tvamev-sarv-mam-dev-devam/

આ લેખ વાંચતા વાંચતા સ્ફુર્યુ..

સુંદર ભાવો અને ઉત્તમ વિચારો
આંખ ભીની કરી ગયા એ વિચારો

એતો કરીદેશે માફ, છે તાત અમારા
હા, કરીયે શુભ ભાવના તાત અમારા

તમે જે આપ્યુ જ્યારે પણ આપ્યુ
જરુર કરતા બધુ વધુ જ આપ્યુ

હૈયે રૂદન છે, કારણ અમે જે આપ્યુ
અમને સદા ઓછુ અને અધુરુ લાગ્યુ.

 હવે એટલું જ ચિંતવુ આ પિતૃ દિને
પ્રભુ પાસે ભવોભવ છાયા તમારી મળે

Advertisements
 1. Satish Parikh
  જૂન 20, 2010 પર 2:59 પી એમ(pm)

  a very realistic, sensitive and emotional,but heartily true picture of ” how we treat/how we treated our parents” in this age of money and selfishness.
  This reminds me of a little poem
  Mujh viti tuj vitshe, dhiri bapudia
  I hope, it is still not too late to learn and accept the teachings/principles that our father/grand father has instilled in us.

 2. જૂન 22, 2010 પર 2:11 પી એમ(pm)

  તમારા મનગમતા વેબ કામમાં આવકાર બદલ આભાર.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: