મનગમતા સંગાથની વાટે…
(સાથે સાથે… ….બીટલબાટિમ બીચ, ગોવા, ૦૫-૧૧-૨૦૦૮)
*
આજે જ મળસ્કે પાંચ વાગ્યે રચાયેલું એક ગીત…
*
ચાલ, ચાલીએ સાથે સાથે
નીકળી જઈએ પ્રેમમાં આજે
તોડીને હોવાની સાંકળ, રાતથી આગળ, વાતથી આગળ, મનગમતા સંગાથની વાટે…
‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
ભીના થઈએ એક થઈને;
સંગની હોડી તરતી મૂકીએ
પાણીમાં પાણી થઈ જઈને,
ઘરમાં રહેવું કેમ પાલવે ? પહેલવહેલો વરસાદ છે આજે.
ચાલ, ચાલીએ સાથે સાથે…
મૌનથી એ સંવાદો રચીએ
જડે નહીં જે શબ્દકોશમાં;
સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
હું કે તું ના રહે હોંશમાં,
હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
ચાલ, ચાલીએ સાથે સાથે…
-વિવેક મનહર ટેલર
(૧૯-૦૬-૨૦૧૦)
કેટ્લાક ગીતો સાંભળીયેને સુંદર સુખોની અનુભુતિઓ લાવે.
સૌ સંસ્મરણો સાથે હયાત સુખી દાંપત્ય જીવનને અનંત કાળ સુધી વાગોળતા રહીયે તેવા ભાવો લાવે..
જેમકે आजा सनम मधुर चांदनीमे हम तुम मीले જેવુ સદા બહાર ગીત.
‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
ભીના થઈએ એક થઈને;
આ હુ જો ફેકીં દેવાતો હોય તો કેટલી સરળતાથી એક થઈ શકાય?
ખૂબ સરસ કાવ્ય રચના.