મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received E mail > મન-પ્રફુલ્લ દવે

મન-પ્રફુલ્લ દવે


ભાંગ્યુ-તૂટ્યું વેર વિખેર,
મન આ કેવું ઠેરનું ઠેર !

 દોડે જાણે કોઈ હરણ,
ઝાંઝવા  પાછળ વેળકવેળ.

ક્ષિતિજ આંબવા દોડ્યું છે પણ,
પાછું પડે છે દેરસવેર.

ઈચ્છાને તો આકાશ કુદવું,
પણપગ નીચે રેતીના ઢેર.

ઈચ્છાની આ માયાનગરીમાં,
‘હા’ અને ‘ના’ વચ્ચે વેર.

-શ્રી પ્રફુલ્લ દવે
E mail- Navin Banker

નવુનભાઇ બેન્કરની ૪૭મી લગ્ન તીથી નિમિત્તે તેમણે મોકલેલ કાવ્ય સુપેરે સુંદર છે.
જ્યાં સુધી બંને સાથે છો ત્યાં સુધી 
 ઇચ્છાની માયાનગરીમાં “ના”ને નાથી હરેક પળોમા “હા” વડે સમૃધ્ધ થાવ તેવી શુભેચ્છા

Advertisements
  1. pragnaju
    મે 13, 2010 પર 8:45 પી એમ(pm)

    પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન
    હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન

    સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
    ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
    રંગ રંગી, પ્હેરી લીધું ચીતર્ નિ:સંગ
    ગલી ભણી નહીં, હવે ઉલટો જ પંથ !

    પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
    વાતનો સરસ કેવો આવી ગયો અંત !

    એકમેકને અજાણ એમ ધારે ધારે
    ફરવું સંભાળી, મળવું ન મઝધારે ;
    રખે પેલો પ્રેમ પાછો આવી છાનેમાનો
    બાંધી લિયે આપણને પાકા કોઇ તારે.

    વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
    રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.

    – જયંત પાઠક

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: