મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received Email > બની જાઉ…..ડો.દર્શિકા શાહ

બની જાઉ…..ડો.દર્શિકા શાહ

એપ્રિલ 19, 2010 Leave a comment Go to comments

બની જાઉ એકાકાર આ સુંદર  સૃષ્ટિમાં

સવારના કોમળ સુર્યકિરણમા ભળી જાઉ કિરણ બનીને,

પંપાળી  જાઉં  તારા ગાલ હુંફાળો તડકો બનીને,

ગોઠવાઈ જાઉ થનગનતા મોરલાનુ પિંછુ બનીને,

શોભાવી દઉ કૃષ્ણ ના મુગુટને મોરપિચ્છ બનીને,

સમાઈ જાઉ પતંગિયાની ટોળીમા એક રૂપકડુ પતંગિયુ બની ને,

ચુમી લઉ સુન્દર રૂપાળા ફૂલડા દરેક ઉપવનના,

લહેરાઈ જાઉ શીતળ પવનની એક લહેરખી બનીને,

સ્પર્શી જાઉ સારી સૃષ્ટિને શીતળતા ભરીને,

ટહુકી જાઉ વાસંતી કોયલનો ટહુકો બનીને,

ફેલાવી દઉ મધુરતા સૃષ્ટિમા મધુરા ગાન છેડીને,

પુરી દઉ પ્રાણ આ નિર્જીવ સૃષ્ટિમા,

ફેલાઈ જાઉ વાતાવરણમા ફૂલડાની પરાગરજ બનીને,

મહેકાવી જાઉ સૃષ્ટિને ફૂલડાની મધુર ફોરમ બનીને,

વિરમી જાઉ એક સંતુષ્ટ જિંદગી જીવીને,

ને સમાઈ જાઉ પંચમહાભૂતમા રાખ બનીને.

ડો.દર્શિકા શાહ

Advertisements
 1. pragnaju
  એપ્રિલ 19, 2010 પર 5:26 પી એમ(pm)

  વિરમી જાઉ એક સંતુષ્ટ જિંદગી જીવીને,
  ને સમાઈ જાઉ પંચમહાભૂતમા રાખ બનીને.
  कालः स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्या
  संयोग एषां न त्वात्मभावा-दात्माप्यनीशः सुखदुःखहेतोः
  પંચમહાભૂતનો કે જીવાત્માનો સૌના કારણ તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે. પરંતુ કામ, સ્વભાવ, કર્મ, ઘટનાચક્ર તથા પંચમહાભૂત જડ હોવાથી આવા વિરાટ જડચેતનાત્મક જગતના કારણ તરીકે કામ કરી શકે નહીં. એ સૌને વિશાળ વિશ્વના કારણ તરીકે માની શકાય નહીં. એ સર્વે ચેતનને અધીન છે. ચેતનની મદદ વિના એમનાથી કાંઇ જ ના થઇ શકે. એ સર્વે અલગ રહીને અથવા સંયુક્ત રીતે પણ સંસારનું સર્જન, પાલન, સંવર્ધન અને વિસર્જન ના કરી શકે. પુરુષ અથવા જીવાત્માની અંદર પણ એવી અસાધારણ શક્તિનું આરોપણ નથી કરી શકાતું. કારણ કે એ પણ સુખદુઃખ, હર્ષશોક, લાભહાનિ, જયપરાજય, અભ્યુત્થાન-પતન અને જન્મમરણની સૃષ્ટિ કરનારા પ્રારબ્ધકર્મને આધીન છે. એ પણ સંપૂર્ણ સ્વતંત્ર રીતે કંઇ નથી કરી શકતો. એની ઇચ્છા પ્રમાણે શરીરમાં નથી રહી શકતો, અને ઇચ્છાનુસાર શરીરને છોડી નથી શકતો. ઇચ્છાનુસાર પાત્રો, પદાર્થો તથા પરિસ્થિતિની પ્રાપ્તિ એને નથી થતી. એ પોતે જ કોઇકના હાથમાં હથિયાર થઇને કઠપૂતળીની પેઠે ફરે છે ને ખેલ કરે છે. એની પોતાની જ પરિસ્થિતિ એવી પંગુ હોય છે કે એ પોતાનું જ સંપૂર્ણ શાસન નથી કરી શકતો તો સમસ્ત સંસારનું તો કેવી રીતે કરી શકે ? એવી અપેક્ષા પણ એની પાસેથી કેવી રીતે રાખી શકાય ?

 2. વિરેન્દ્રસિંહ ખેર
  એપ્રિલ 20, 2010 પર 10:36 એ એમ (am)

  તમાર કાવ્યની અંતિમ બે પંકતિઓ સિવાય આખુ કવ્ય સરસ લાગણીઓની લહેરને રોમાંચિત વિલય કરાવનારુ છે….
  પ્રથમ પંકતિમા તમે ..”બની જાઉ એકાકાર આ સુંદર સૃષ્ટિમાં ” ની લાગણી પ્રગટ કરો છો અને અંતિમ બે પંકતિઓમા એક સંતુષ્ટ જિંદગી જીવીને વિરમી જઇ પંચમહાભૂતમા રાખ બનવાની વાતો નિરશા જન્માવે છે….જ્યા સુધી જીવન છે ત્યા સુધી બની જાઉ એકાકાર આ સુંદર સૃષ્ટિમાં……………….. મારા જેવા ટીકાકરોને કવ્યરચનાની રચના આવડતી નથી છતા પણ ટીકા કરી લેતા હોઇ છે …………………….

 3. એપ્રિલ 26, 2010 પર 8:55 એ એમ (am)

  Very nice writing ! keep it up !
  Vijay

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: