ડો દિનેશ શાહની તાજી રચનાઓ


યાદોની દિવડી !!
 
     વ્હાલી તારા વ્હાલની પળો મેં સદા ઝંખ્યા કરી
     તુજ યાદોની દિવડી મેં સદા બાળ્યા કરી
     ના કદી હોલાઈ એ જીવનના વંટોળ મહી
     એ ઝળકતી રહી સદા તુજ મધુરા સ્મિત સમી……વ્હાલી તારા
 
     ના લાગે તુજ યાદો વિજળી કે સૂરજના તેજ સમી
     ના આભના તારા કે શીતળ પૂનમના ચાંદ સમી
     તારી યાદો મુજ જીવનમાં પળ પળ પ્રાણવાયુ સમી
     જીવન રણમાં યાદો તારી વહેતી સરવાણી સમી…..વ્હાલી તારા
 
     હોળીના બે દ્રષ્યો; સળગે હોળી કાયા કેસુડે ભીની
     રદયે મારે વિરહની હોળી પાંપણ સદા આંસુ ભીની
     નાની શી આ દિવડી કેમ ઝાઝુ તેજ આપી રહી?
     હતી દિવેટો અનેક એમાં મેં તુજ છબી જોયા કરી……વ્હાલી તારા
 
     દિનેશ ઓ. શાહ, એરઈન્ડિયા ફ્લાઈટ ૧૯૧, અમદાવાદથી ન્યુઅર્ક, ૫ એપ્રિલ ૨૦૧૦
_______________________________________________________
 
                માણસાઈનું ગંગાજળ
 
   સમય સરતો જાય છે જીવનનો જામ ઢળતો જાય છે
   કાયમ દોડાદોડીમાં જીવનની સુરાહી ખાલી થાય છે
 
   બાળપણ યૌવન બુઢાપો માનવ બદલતો જાય છે
   મારુ રદય ન બદલાયુ ભલે વર્ષો વહેતા જાય છે
 
   ધનદોલત કે સત્તાથી સૌની જીવન ગાગર ભરાતી જાય છે
   હું મધુર સ્મૃતિઓથી ભરી લઉ છું જેમ જીવન સરતુ જાય છે
 
   કોણે આપી આ ગાગર મુજને જેમાં કશું ન આવી શક્યું ?
   ફક્ત માણસાઈના ગંગાજળથી આ ગાગર ભરાતી જાય છે
 
   દિનેશ ઓ. શાહ, એરઈંડિયા ફ્લાઈટ ૧૯૧ અમદાવાદથી ન્યુઅર્ક, એન
   જે.  યુએસએ. ૫ એપ્રિલ ૨૦૧૦

Advertisements
 1. pragnaju
  April 6, 2010 at 6:18 pm

  નાની શી આ દિવડી કેમ ઝાઝુ તેજ આપી રહી?
  હતી દિવેટો અનેક એમાં મેં તુજ છબી જોયા કરી
  ‘વ્હાલી’ પ્રતિકમા માનવસમાજને આપે છે શક્તિ -કે સૂતેલા કાનોમાં સાંસ્કૃતિક ધ્વનિ ફૂંકવા તથા મૃત માનવના શરીરમાં જીવનનો સંચાર કરવા માટે આજે પણ શાલિવાહનની જરૃર છે. માનવ માત્રમાં ઇશ્વરે એ શક્તિઓનો સંચાર કર્યો છે. માત્ર તેને જાગૃત કરવાની જરૃર છે.
  ————————————————–
  અને આ સંદેશ
  કોણે આપી આ ગાગર મુજને જેમાં કશું ન આવી શક્યું ?
  ફક્ત માણસાઈના ગંગાજળથી આ ગાગર ભરાતી જાય છે

  મનુષ્યત્વ, માણસાઈ, ઈનસાનિયત જે કહો તે એક જ છે. ‘મનુષ્યત્વ’ના ત્રણ જુદા અર્થો જોવા મળ્યા છે. પહેલો અર્થ ધર્મએ આપેલો છે. ખાસ તો મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મો વિશે વાત કરીશ. એમાં શેતાન અને ઈશ્વરની વ્યાખ્યા તો કરવામાં આવી, એમાં Good અને Bad સમજાવવમાં આવ્યા પણ એના માપદંડો ક્યા ? મારા માપદંડ એ સાચા માપદંડ – અને બધો ઝઘડો ત્યાંથી શરૂ થયો ! હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધાને ‘મનુષ્યત્વ’ ગણવામાં આવ્યા. વ્યાખ્યા પહોળી કરી. તેથી વધુ સ્વીકૃત બની છે. સાહિત્ય મનુષ્યત્વનું વિવિધ રસમાં નિરૂપણ કરે છે. મેઘાણી હોય તો સંઘર્ષમાં મનુષત્વ દેખાડે, ર.વ. દેસાઈ હોય તો એ ગ્રામ વિકાસની વાતોમાં મનુષ્યત્વ બતાવે. જુદા જુદા લોકો જુદી જુદી રીતે કહે છે. સાહિત્યનો ‘શબ્દ’ અને સમાજશાસ્ત્રની ‘પદ્ધતિ’ આ બંને મળે તો સાચું મનુષ્યત્વ પામી શકાય. સાહિત્યકાર એટલે

  હું વીજળીના ચમકારે મોતી પરોવનાર સાચા સાહિત્યકારની વાત કરું છું.’

 2. April 6, 2010 at 8:57 pm

  Happy taht you will be with your family and friends and keep doing your great service to People of the world,Indian and People of India too.\As you said in the poem”ફક્ત માણસાઈના ગંગાજળથી આ ગાગર ભરાતી જાય છે.”

  Geeta and Rajendra

  http://www.bpaindia.org

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: