મુખ્ય પૃષ્ઠ > Uncategorized > ગુજરાતની પ્રજામાં વાંચનની અભિરૂચિ કેળવવા રાજ્ય સરકારનું અભિનવ જનઆંદોલન : વાંચે ગુજરાત

ગુજરાતની પ્રજામાં વાંચનની અભિરૂચિ કેળવવા રાજ્ય સરકારનું અભિનવ જનઆંદોલન : વાંચે ગુજરાત

એપ્રિલ 2, 2010 Leave a comment Go to comments

એક બહુ સ્તુત્ય કદમ રાજ્ય સ્તરે..આવો મિત્રો આ પ્રયોગને વિશ્વ વ્યાપી બનાવીયે…

રાજ્યના સુવર્ણજયંતિ ઉજ્વણી વર્ષમાં નવતર પ્રયોગ

 

શાળા-કોલેજના વિદ્યાર્થીઓ-સર્વજનો-તમામ ગ્રંથાલયો અને સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ

ગુજરાતભરની શાળાના બાળકો અભ્યાસેતર વાંચન કરશે

અભિયાનના મુખ્ય માર્ગદર્શક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વાંચે ગુજરાત અભિયાનના સ્વરૂપ વિષે તા. ૧લી એપ્રિલે, ર૦૧૦ના રોજ ગાંધીનગરમાં બેઠક યોજાશે

યુવક-યુવતીઓ દ્વારા ૧૦૦ કલાક સમયદાન કાર્યક્રમનો શુભારંભ થશે

વાંચનના મહત્ત્વની સમજ નાનપણમાંથી જ કેળવવામાં આવે, નાગરિકોમાં વાંચન પ્રત્યે અભિરૂચિ કેળવાય અને સારા વાંચન થકી નવી પેઢીનું સંસ્કાર ઘડતર થાય તેવા શુભ આશય સાથે ગુજરાતના સુવર્ણજયંતિ ઉજ્વણી વર્ષમાં વાંચે ગુજરાત અભિયાનનું આયોજન થઇ રહ્યું છે.

વાંચે ગુજરાત અભિયાનની વિગતો આપતાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, આ અભિયાન શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સર્વજનો, તમામ સાર્વજનિક તથા ખાનગી ગ્રંથાલયો તથા સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ માટે યોજાઇ રહ્યું છે. ખૂબજ મહત્ત્વાકાંક્ષી એવા આ અભિયાન દરમિયાન ગુજરાતભરની શાળાના બાળકો અભ્યાસતર વાંચન કરશે. સમાજ પુસ્તકાભિમુખ બને તેવી વાંચનલક્ષી પ્રવૃત્તિઓ થશે તથા રાજ્યભરમાં વાંચન શિબિરો યોજાશે.

વાંચે ગુજરાત અભિયાનના સ્વરૂપ વિષે પ્રેરણા અને માર્ગદર્શન મેળવવા તા. ૧-૪-ર૦૧૦, ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાકે ટાઉનહોલ, સેકટર-૧૭, ગાંધીનગર ખાતે અભિયાનના મુખ્ય માર્ગદર્શક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના આહવાનથી યુવાનો-યુવતીઓ દ્વારા ૧૦૦ કલાક સ્વૈચ્છિક ફાળો આપવા માટેના સમયદાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના યુવાનોને સ્વર્ણિમ વર્ષ દરમિયાન ૧૦૦ કલાકનું સમયદાન આપવાનું આહવાન કર્યું છે. વન-પર્યાવરણ, આરોગ્ય અને શિક્ષણ માટે સ્વૈચ્છિક સમયદાન આપવાના આ કાર્યક્રમનો શુભારંભ પણ આ પ્રસંગે થશે.

બેઠકમાં મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ, શ્રી ફકીરભાઇ વાઘેલા, શ્રી રમણલાલ વોરા, રાજ્યમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, સ્વર્ણિમ ગુજરાત ઉજ્વણી સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી આઇ. કે. જાડેજા તથા મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતી ઉપસ્થિત રહેશે.

આ અભિયાનમાં અભૂતપૂર્વ લોકભાગીદારી થશે. પપ જેટલી અગ્રણી સંસ્થાઓ સહયોગી સંસ્થા તરીકે યોગદાન આપશે. રાજ્યભરની યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, પ્રતિષ્ઠિત સાહિત્યકારો તથા સંતો દ્વારા માર્ગદર્શન અપાશે. રાજ્યના રપ લાખ બાળકો ૧ કરોડથી વધુ પુસ્તકો વાંચશે અને ખેડૂતથી માંડીને વૈજ્ઞાનિકો સુધીના વિવિધ ક્ષેત્રના ૧ લાખ વ્યક્તિઓ પુસ્તકો વાંચી સમાજમાં તરતા મુકશે.

વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત ૧પ,૦૦૦ ગ્રંથયાત્રા, ૧પ,૦૦૦ પ્રેરણાસભા, રપ૦૦ વાંચન શિબિરો, ૧૦ લાખ પુસ્તકો લોકો દ્વારા તરતા મુકવા ૧,૦૦૦ સ્થળોએ મને ગમતું પુસ્તક વિષે વાર્તાલાપ તથા રપ,૦૦૦ શેરી વાર્તાલાપો યોજાશે. ૧,૦૦,૦૦૦ બાળકો ૧૪૦૦ શાળાઓ તથા ૧૧,૦૦૦ કોલેજના વિદ્યાર્થીઓને ઈનામોનું વિતરણ કરાશે.

નવી પેઢીના જીવન ઘડતર તથા સંસ્કાર ઘડતરના  આયજ્ઞમાં ઉપસ્થિત રહીને સૂચનો આપવા “વાંચે ગુજરાત”   અભિયાનને સફળ બનાવવા ઉપસ્થિત રહેવા શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી ર્ડા. હસમુખ અઢિયાએ એક અખબારી યાદી દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.

સૌજન્યઃ http://gujaratinteractive.net/?p=10884

વધુ વિગતોઃ http://www.vanchegujarat.in/guj/vaanche-gujarat/about-abhiyaan/about-abhiyaan.aspx

Advertisements
Categories: Uncategorized
 1. Girish Parikh
  એપ્રિલ 2, 2010 પર 5:50 પી એમ(pm)

  વિજયભાઈઃ અપ્રિલ ૨, ૨૦૧૦ શુક્રવાર
  નમસ્તે.
  ગુજરાત રાજ્યની મે ૧,૨૦૧૦ થી એક વર્ષ માટે શરૂ થતી સુવર્ણ જયંતીની ઉજવણી દરમિયાન મોટા પાયા પર “વાંચે ગુજરાત” કાર્યક્રમનું આયોજન એક ઉમદા કાર્ય છે અને કરોડો વાચકોને વર્ષો સુધી પ્રેરણા આપ્યા કરશે. આપે આ કાર્યક્રમના શભ સમાચાર પોસ્ટ કર્યા એ માટે આપને અભિનંદન.

 2. HEMANT SHAH
  એપ્રિલ 3, 2010 પર 4:18 એ એમ (am)

  REALLY A GOOD STEP TOWARDS READING A BOOK WE HAVE TO SUPPORT THIS PROGRAMME GUJARAT GOV. ABHINANDAN NE PATRA CHHE

 3. એપ્રિલ 3, 2010 પર 1:38 પી એમ(pm)

  સરકારે પોતાની યોજના બનાવી પૂસ્તકો વાંચવા અને વંચાવા.સરકારી પૂસ્તકાલયનો મારો અનુભવનો એક તાજો જ અને મારી સાથે બનેલો બનાવ જુઓ આ જામીન નામ ની પોસ્ટમાં – http://devdagam.wordpress.com/2010/02/26/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8/

 4. vilas bhonde
  એપ્રિલ 3, 2010 પર 2:53 પી એમ(pm)

  indeed nice move
  trendrabhai

 5. vilas bhonde
  એપ્રિલ 3, 2010 પર 2:54 પી એમ(pm)

  thanks to narendrabhai

 6. એપ્રિલ 5, 2010 પર 7:29 એ એમ (am)

  Very good action by Narendrabhai..Gujarati Vanchan

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: