Home > કવિતા, Received E mail > શું મોકલું?-ડો.દર્શિકા શાહ

શું મોકલું?-ડો.દર્શિકા શાહ


ભીના વરસાદની કોમળ બુંદ મોકલું,
મીઠી મીઠી માટી ની સુગંધ મોકલું,

કોયલનો મીઠો ટહુકાર મોકલું,
મોરલાનું મધુર નૃત્ય મોકલું,

બંધ કર આંખ, સપનાની ભરમાર મોકલું,
નટખટ બાળપણની ફરીયાદ મોકલું,

આંખ તો ખોલ થોડો ઉજાસ મોકલું,
ખુલ્લી આંખના થોડા સપના મોકલું,

વિતેલા વર્ષોનો હિસાબ મોકલું,
અંતરથી ખોબો ભરીને યાદ મોકલું.

તને બીજું તો હું શું મોકલું?

દર્શિકા બહેન ની આ કૃતિ ઈ મેલ સ્વરુપે મને મળી અને સાથે તેમની બે વિનંતી પણ…
હા પહેલું કામ મે કર્યુ અને તે બ્લોગ ઉપર તેને મુકી. બીજુ કામ આ કૃતિ વિશે લખવાનું તે કામ મારા માટે અઘરુ છે. પણ ભાવક્ને ગમે તેવી લાગણીઓને કવિતા બનાવવા છંદ અને અન્ય પિંગલનો હું અભ્યાસી છું પણ પરામર્શક થઇ શકુ તેવી યોગ્યતાનો અભાવ છે.
લખતા રહેજો..ગુજરાતીને વાંચતા રહેજો..મા સરસ્વતિની કૃપા જેમના પર ઉતરે છે તેઓજ લખી શકે છે તેવું હું માનું છું તેથી સ્વ સ્ફુરણા જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે પ્રમાદ ન કરશો અને લખતા રહેજો તેવી શુભેચ્છાઓ

 1. March 31, 2010 at 4:11 am

  અને લખતા રહેજો તેવી શુભેચ્છાઓ….
  And, I also say Darshikaben , keep writing !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting Darshikaben to Chandrapukar…Hoping to see soon !

 2. PARESH GANDHI
  April 4, 2010 at 1:41 am

  Maza avi..

 3. April 5, 2010 at 10:38 am

  good one keep it up
  Aavuj kaik lakhta rahejo.
  Lagnishil vato thi dil bharai avyu.
  khoob saras vat lakhi chhe.
  Milind Parikh

 4. વિરેન્દ્રસિંહ ખેર
  April 5, 2010 at 5:45 pm

  ઘણુ સરસ..મન-મસ્તિસ્કના દરિયાને વલોવતા રહેજો અને મંથનની ઉત્પતિઓનો છંટકાવ કરી લોક હદય સુધી પોહ્ચતા રહો એવી શુભેચ્છા….. મને એવુ લાગે છે કે હવે નવી ક્રુતિ તમારી “કોને શુ કહેવુ..અથવા કોને કહુ ….પર હશે….બસ લખતા રહો એવી શુભેચ્છા…
  વિરેન્દ્રસિંહ ખેર
  કિન્નરી અને કાર્તિકસિંહ ખેર

 5. April 25, 2011 at 4:41 am

  just reminds me of a joke which my 5 year old son told me recently hope Dr.Darshika wouldnot mind it…!

  આંટીને અંકલ સે કહા અગર તુમ રો રહે હો તો અપને આંસુ ભેજો
  અગર તુમ જાગ રહે હો તો અપની યાદે ભેજો…!
  અગર તુમ સો રહે હો તો અપને સપને ભેજો…!

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: