ઘર મને એવું ગમે

માર્ચ 24, 2010 Leave a comment Go to comments

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે.
બારણાં બોલે ભલે પધારો, ઘર મને એવું ગમે.

હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે.
હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે.

કાયમી જ્યાં છમ્મલીલા લાગણીના ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે.

નીંદની ચાદર હટાવે,જ્યાં ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે.

જે ઘરે લાગે અજાણ્યાને ય પોતાપણું,
લોક જ્યાં ચાહે ઉતારો, ઘર મને એવું ગમે.

થાકનો ભાર ઉતારે, કોઇ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે .

મંદિરોશી શાંતિ જ્યાં,સાંપડે આ જીવને,
જ્યાં રહે ચડતો સિતારો,ઘર મને એવું ગમે.

બી.કે.રાઠોડ “બાબુ”

http://gopalparekh.wordpress.com/2008/11/29/બે-કવિતાઓ/<http://gopalparekh.wordpress.com/2008/11/29/%E0%AA%AC%E0%AB%87-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/>

કેવી સ્રરસ કલ્પના!

મંદિરોશી શાંતિ જ્યાં,સાંપડે આ જીવને,
જ્યાં રહે ચડતો સિતારો,ઘર મને એવું ગમે.

Advertisements
 1. માર્ચ 24, 2010 પર 12:34 પી એમ(pm)

  આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે.
  કેવી સ્રરસ કલ્પના!

  we all say in India ” Atithi Devibhava.”

  Rajendra Trivedi,M.D.

 2. pragnaju
  માર્ચ 24, 2010 પર 1:40 પી એમ(pm)

  ઘર મને એવું ગમે…..
  બી.કે.રાઠોડ “બાબુ”

  ખૂબ સુંદર

  રામાનુજ યાદ આવ્યા

  એક એવી હોય મહેફિલ જ્યાં મને,
  કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
  એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
  પાનખરના આગમનનો રવ મળે !

  તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
  અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે

 3. માર્ચ 25, 2010 પર 4:28 એ એમ (am)

  ખુબજ સરસ..

  પેલું કેહવાય છે ને કે, દુનિયાનો છેડો એટલે ઘર..
  નાનું-મોટું, ઊંચું-નીચું, નવું-જુનું.. ઘર એટલે ઘર.. રાજા હોય કે રાંક, મહેલ હોય કે ઝુપડું..

  થાકનો ભાર ઉતારે, કોઇ આવી ડેલીએ,
  સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે..

  ઝેનિથ
  બ્લોગની લીંક,
  1) http://zenithsurti17.wordpress.com/
  2) http://gujjuzen.blogspot.com/

 4. sagar ramolia
  માર્ચ 25, 2010 પર 8:26 પી એમ(pm)

  saras & abhinandan
  visit my blog
  http://www.sagarramolia.gujaratiblogs.com

 5. pushpa1959
  સપ્ટેમ્બર 2, 2011 પર 1:32 એ એમ (am)

  ghar mane evu game jya hoy potapanu emaj bdhuj avi gayu. sars rachna hkikat che.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: