મુખ્ય પૃષ્ઠ
> દાદાનો જરકુડો > દાદાનો જરકુડો-૫
દાદાનો જરકુડો-૫
“જરકુડા બેટા ઉઠો! સવાર પડી ગઈ”
‘દાદા સુવા દો ને?”
‘બેટા સ્કુલે જવામાં મોડો પડીશ..ઉઠને બેટા”
“દાદા મારે એકલાએ સ્કુલે કેમ જવાનું?”
” બેટા બધા પોતપોતાનાં કામે લાગે છે ને તેમ તારું કામ સ્કુલે જવાનું…”
” પણ દાદા તમેતો તો કોમ્પ્યુટર ઉપર ટક ટક કરો છો. તમારે સ્કુલે કેમ નહીં જવાનું?”
“એટલે તુ કોમ્પ્યુટર ઉપર ટક ટક કરવા ઘરે રહીશ?”
” ના દાદા તમે પણ ચાલોને મારી સાથે સ્કુલે…”
” પછી તારા બધા મિત્રો મારા થઇ જશે અને મારા મિત્રો તારા..તને ગમશે?”
” એમ કેમ?”
“મને તો તારા મિત્રો સાથે ફાવશે પણ તને ડોક્ટર કાકા દવા પીવડાવશે તે ગમશે?”
“ના.એ તો કડવી હોય છે ને?”
“તારી વર્ગ શિક્ષક બધા સ્ટાર મને આપશે અને તારે મને સ્કુલે લેવા આવવુ પડશે તે તને ગમશે?”
“પણ હું તો નાનો છું. મને ગાડી ચલાવતા ક્યાં આવડેછે?”
“એટલે તો સ્કુલે જવાનું!”
“નાના હોય તેમણે સ્કુલે જવાનુ?”
“હા બેટા!”
Advertisements
Categories: દાદાનો જરકુડો
Vijaybhai,,These Posts with this Title are nice !
Dr. Chandravadan Mistry (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Thanks for your visit/comment on my Blog !