મુખ્ય પૃષ્ઠ > દાદાનો જરકુડો > દાદાનો જરકુડો-૩

દાદાનો જરકુડો-૩

માર્ચ 17, 2010 Leave a comment Go to comments

“દાદા?”
“હં બેટા!”
“આ ફોટા કોના છે?”
“બેટા એ દાદાનાં પપ્પા મમ્મી છે.”
” એટલે પપ્પાનાં દાદા જેમ તમે મારા દાદા?”
“હા”
“પણ બાનાં ફોટા ઉપર જે સુખડનો હાર છે. તે દાદાનાં ફોટા ઉપર કેમ નથી?”
“બેટા_ બા જેજે ભગવાનને ત્યાં ગયા છે ને? તેથી.”
“અને દાદા હજી અહીં છે તેથી તેમના ફોટા ઉપર હાર નથી ખરુંને?”
“જરકુડા એવું ના બોલાય…”
“કેમ દાદાજી?”
” આપણે તેમના સંતાનો..તેમનુ દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવાની…
“દાદા આ દીર્ઘાયુષ એટલે શું?”
“બેટા લાંબુ જીવન..”
” દાદા I am confuse…”
“કેમ?”
” દાદા જે જે ભગવાન ને ત્યાં જાય તે ફોટૉ થઈ જાય?
” હા બેટા.”
” તો જે દિવસે તમે ફોટો થઈ જશો ત્યારે હું શું કરીશ?”
“બેટા તે વખતે મારી જેમ તારી પાસે પણ જરકુડો હશે…તો એ શું કરશે?

Advertisements
 1. Mukesh Shah
  માર્ચ 17, 2010 પર 3:31 એ એમ (am)

  પાંચ વર્ષનો જર્કુડો સાઠ વર્ષનાં દાદાજીને બરોબર હંફાવે છે!

 2. જગત શેઠ
  માર્ચ 17, 2010 પર 3:35 એ એમ (am)

  ”તો જે દિવસે તમે ફોટો થઈ જશો ત્યારે હું શું કરીશ?”

  કેવી નાના જીવની વ્યથા?

 3. jaimik
  માર્ચ 23, 2010 પર 10:15 એ એમ (am)

  mara dada ni yad avi gai…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: