મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, Uncategorized > “સર્જન સહિયારું-ગદ્ય”- બહુ કલમકારની લઘુ નવલકથાઓનો સંગ્રહ

“સર્જન સહિયારું-ગદ્ય”- બહુ કલમકારની લઘુ નવલકથાઓનો સંગ્રહ

માર્ચ 13, 2010 Leave a comment Go to comments

ગુજરાતી સાહિત્ય સરિતાનાં(Houston) ઘણા બધા સર્જકો ઘણુ રચતા એવે સમયે એક વાત આવી આપણે લોકો પોતાના વિચારો સરસ રીતે વ્યક્ત કરીયે છે તો કંઇક નવુ પણ સહિયારું સર્જન કરીયે તો? અને મેં હિન્દી ફીલ્મ “કથા” ની વાત ઉપાડી. વિજય તેંડુલકર અને સાંઈ પરાંજપે જેવા દિગ્દ્દર્શકોથી તૈયાર થયેલ તે ફિલ્મની કથા ૪૩ જેટલા લેખકો એ રચી હતી..તો ચાલો આપણે એવુ કંઇક કરીયે. અને શરુ થયુ ૨૦૦૫નાં વર્ષમાં મનોમંથન.” નિવ્રૂતિ નિવાસ” જેમા ૧૧ લેખકોએ ૧૫ જેટલા પ્રકરણ લખ્યા
બધા પ્રકરણ ભેગા કરી તેને એક સુત્રતા આપવાના પ્રયત્નમાં એક વાત સમજાઇ ગઇ કે તે નવલકથા નહીં પણ  નવલીકા  છે. પ્રો સુમન અજમેરીએ તેનુ સઘન વિશ્લેષણ કર્યુ અને તેને પરિણામે મિત્રોનો ઉત્સાહ હંગામી રીતે ઠંડો પડ્યો. પણ મને પ્રવિણાબેન કડકીયાને અને કીરિટ ભક્તને લખવાનું નવું આલંબન મળ્યુ…બહુ લેખકો ઉપર મુખ્ય લેખક રહે અને તે વાર્તાનો પ્રવાહ તુટ્વા ન દે તે રીતે પહેલો પ્રયત્ન “બીના ચીડીયા કા બસેરા લખવાનુ શરુ કર્યુ અને ઉર્મિસાગર અને નીલમબેન દોશી સાથે “સર્જન સહિયારુ –ગદ્ય” બ્લોગ મુક્યો કે જેથી દરેક ભાગ લેતા અને ભાગ લેવા ઇચ્છતા લેખકો વિકસતી વાર્તા માણી શકે અને સૌ લેખકોને પણ આમા જોડાવા આમંત્રણ આપ્યુ

આ ખુબ જ સરસ અનુભવ હતો. મુખ્ય લેખક વાર્તા વિકસાવવાના મુદ્દા આપે અને તે ૧૨ પ્રકરણ પહેલેથી વહેંચાઇ જાય.દરેક લેખકની કસોટી એ હતી કે તેમણે તેમની આગળનાં હપ્તા વાંચીને પછીજ લખવાનું હતુ અને ઉત્સાહમાં આવી જઇ લેખક પોતાના ભાગનુ તો લખતો પણ કશુંક એવું અંતમાં લખતો કે પાછળના લેખકને તંતુ બેસાડવામાં તકલીફ પડતી. જોકે મુખ્ય લેખક વધ ઘટ કરી શકે તેથી લઘુ નવલકથા નવલીકા બની જતી નહોંતી.

આ નવતર પ્રયોગ માં નેટ અગત્યનો ભાગ ભજવતું..અને એવા કેટલાય નવા મિત્રો બન્યા કે જેમને હજી સુધી મળ્યા પણ નથી અને તેઓની સાથે સહિયારું લખાણ શક્ય બન્યું છે.

સર્જન સહિયારુ.  (Please click here to see the book)

આપના સુચનો અમારા પ્રોત્સાહનો અને અમારું વળતર.

  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: