મુખ્ય પૃષ્ઠ > તજ અને ઈલાયચી > લાગણીમાં ભીંજાવાય..તણાઇ ના જવાય

લાગણીમાં ભીંજાવાય..તણાઇ ના જવાય

માર્ચ 7, 2010 Leave a comment Go to comments

આયુ વ્યથીત હતો. તેના બાપુજી તેને કાયમ છેતરે છે તેવો કટુભાવ  તેના મનમાં ભરાઇ ગાયો હતો. રેડીયોલોજીની ધીખતી આવક બાપાએ શરુ કરેલ ફેક્ટરીમાં નાખી. ફેક્ટરી સારી રીતે ચાલતી થઇ અને નાનો ભાઇ પૃથ્વી ગોઠવાયો. બનેવી ઋત્વીક ચોપડા લખે. બે પાંચ વર્ષે પણ ફેક્ટરી નફો ન કરે તે વાત ઉપર આયુ ખીજવાયો..તેણે પૈસા બીજુ રેડીયોલોજીનું મશીન લાવવા જોઇએ છે ત્યારે તેને બેંક બતાવાઈ. આઠેક વર્ષ બાદ પથ્વી છુટો થયો ત્યારે તેના ઘરમાં માર્બલ ફ્લોર અને ઇટાલીયન ફર્નીચર આવ્યુ અને કરોડપતિ હોય તેમ રહેવાની પધ્ધતિ વિકસાવાઇ. ઋત્વિક પણ હવે બે પાંદડે થઇ ગયો. પગાર ઉપરાંત ઉપલક વહેચણી તે કરતો હતો તેથી આયુને ભાગે હંમેશા મોટાભાઇને શું જરુર છે કહીને હલકુ કવર મળતુ અને તે ભાર ઋત્વિક અને પૃથ્વીનાં કવરને ભારે કરતા.

આયુની પુત્રી આરુષીનાં લગ્ન વખતે ફરી તેણે ફેકટરીમાંથી પૈસા માંગ્યા અને બાપુજી કહે પૈસા તો નથી.

ઋત્વિક નુ ઘર થયુ પૃથ્વીની ફેક્ટરી થઇ.

આયુ વિચારતો હતો કે તેની સાથેના રેડિયોલોજીસ્ટો કરોડોમાં રમે અને તેને આ દિવસ જોવાનો…

આયુને તે દિવસે હાર્ટ એટેક આવ્યો

શાંતામાસી બોલ્યા ભાઇ તેં પૈસા ઘરવાળાને આપ્યા. તે લાગણી હતી પણ હિસાબ ના માંગ્યો કે ના ચકાસ્યો તે તો મુર્ખામી હતી ભાઇ! 

 લાગણીમાં ભીંજાવાય..તણાઇ ના જવાય 

Advertisements
  1. hemant shah
    માર્ચ 8, 2010 પર 4:47 એ એમ (am)

    good story teaches us how to work with our heart & mind in different situation

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: