દુર્લક્ષ્ય-૧૪
સ્નેહા કેતન ને ગમી ગઈ..પણ સ્નેહાને કેતન ગમ્યો ખરો?
જવાબદારી લેવાની કોને ગમે? ૨૨ વર્ષે પોતાના પગ ઉપર ઉભો ન થનાર અને વારે વારે પોતાની જરુરિયાતો માટે મા બાપને જવાબદાર ઠેરવી નશો કરતો ગંજેરીને સ્નેહાએ તરછોડ્યો…પછી મેના માસીની કૃપા તેને સારો કરવાના પ્રયત્નોમાં રીહેબીલીટેશનમાં લઈ ગઇ. સાજો તો થયો…થોડાક સમય બધુ ઠીક ઠીક ચાલ્યુ અને એક દિવસ રમા બહેન પાસે જીદ લીધી કે તે રીક્ષા ચલાવશે.
રામાએ ૭૫૦૦૦ રુપિયા ખર્ચીને રીક્ષા અપાવી. તે રીક્ષા પઠાણ ને ફેરવવા આપી અને તેની પાસેથી આવતુ ભાડુ રામાને આપવાને બદલે પડીકીઓનો વેપલો શરુ કર્યો..પકડાયો જેલમાં દસ વર્ષ માટે ગયો…
રમા અને રામા વચ્ચે આ વખતે પણ મોટુ યુધ્ધ થયુ. તે ના પાડતી હતી અને રામા ઇચ્છતો કે તે પગભર થાય..કોલેજની તાલિમ તો પુરી ના કરી પણ જેલની તાલીમે તેને પાકો ચોર બનાવી દીધો. તે ઉડતા ચકલા પાડતો થઇ ગયો હતો. નશો કરવા જરુરી પૈસા પુરો પાડતા સત્તાર તેને બાતમી આપતો અને કેતન જ્યારે જરુર પડે ત્યારે હાથની સફાઇ કરી આવતો…આવુ બીજા દસ વર્ષ ચાલ્યુ. મા દિકરા વચ્ચે કાયમ તકરાર થાય પણ હવે તેને ક્યા પૈસા માટે હાથ લાંબો કરવો પડતો હતો..રમા કહે આ બધાનો અંત શું આવશે તે સમજ કેતન અને કેતન હંમેશા કહેતો…મા તે તમારી ભૂલ..મને તમે પ્રેમ નહી તિરસ્કાર આપ્યો હતોને?
દિના અને નિખાર કેન્યાથી યુગાંડા ગયા અને ઇદી અમીનના શાસનમાં હાથે પગે અમદાવાદ આવ્યા ત્યારે દિનાનો યુગ અને નીકી કોલેજમાં હતા. યુગ અને કેતન વચ્ચે કોઇ પણ જાતનો સબંધ ન રહે તેવી નિખારની દીનાને કડક તાકીદ કરેલી..તેથી રક્ષાબંધન અને ભાઇબીજ એ બે તહેવારોમાં જ તેને દીનાના ઘરે પ્રવેશ મળે.. બાકી વાતો દીના ફોન ઉપર કરે અને મહદ અંશે તો રમાબેન પાસેથીજ તેના પરાક્રમો જાણે.
તે દિવસે પોલીસ જ્યારે કેતનને પકડી ગઇ ત્યારે રમાબેને તેના ઉપર ખુબ જ ગુસ્સો કર્યો. દિનાને રામાએ બોલાવી પણ રમાબેનનો ગુસ્સાનો ચરુ ઉકળતો જ રહ્યો..દિનાએ તેમને શાંત કરવા અને ગુસ્સો ના કરવા બહુજ સમજાવ્યા ત્યારે એક તબક્કે તેમને ફીટ આવી ગઈ.. રામાએ દવા આપી ત્યારે દિના બોલી કેતનને જનમ આપ્યો ઉછેરીને મોટો કર્યો તે તો કંઇ મમ્મીનો ગુનો નથીને?
રામાએ દિનાને શાંત કરવા એક જ વાત કહી…”આ તોફાન અપેક્ષા અને ઉપેક્ષાઓનુ છે. આપણા માઠા કર્મો ઉદયમાં આવ્યા છે તેને સહેવા જ રહયા. રમા મનમાં અપરાધ ભાવ સેવે છે કે તારો ઉછેર જેવો થયો તેવો કેતનનો ના થયો. અને તેથી હવે તેના પ્રત્યે વધુ ધ્યાન આપે છે પણ તે પાણી વહી ગયા પછીની પાળ બાંધવા જેવુ છે. અને ગુસ્સો આવે તેનું કારણ અંદરનો આ પ્રેમ છે જે અપરાધભાવે જરુર કરતા વધારે તેને ડંખે છે.
રમા કહે રામા તારુ નિદાન બરોબર છે પણ હું શું કરું? તે મને વારંવાર એકજ વાતો કરીને પહેલા બરોબર ચાબખા મારે છે અને પછી અંદરની મા ડુસકા ભરે ત્યારે મારી પાસેથી તેનુ ધાર્યુ કામ કઢાવી લે છે…હવે તે કંઈ નાનો નથી. ૪૨નો થયો હજી ઉધામા કર્યાજ કરે છે.
દિના ડુસકા ભરતી જ રહી..રમાની આંખો કહેતી હતી કે તે હવે ખરેખર જ ભરાઇ ગઇ છે..તેના દુર્લક્ષ્યની સજા સહેતા સહેતા તે હવે ઉબાઇ ગઇ છે. ઢળતી તે સાંજે કેતનની કનડગતો તેની અંદરનાં કલાકારને ખુબ જ ચાબખા લગાવતી હતી.
મેનામાસી આવ્યા અને તેની સાથે શીવરંજની પાસેના મંદિરમાં ગયા..તેમની નંદી પાસેની જગ્યા પાસે બેસીને તે ખુબ જ ગહન વિચારમાં ડુબી ગયા…પ્રભુને વારંવાર તેમનુ મન કહેતુ હતુ..પ્રભુ..મારુ આખુ જીવન ગયુ પણ કેતન જાણે જીદે ચઢ્યો છે. મેનામાસી એમની પીઠ પંપાળતા હતા. અને મહાદેવને જાણે તેમની ફરિયાદ સંભળાઇ હોય તેમ ત્યાં તે નિશ્ચેતન થઇ ગયા..
મોડી રાતે ઘરની રડારોળમાં કેતનનું મુક રુદન કોઇને ના સંભળાયુ..સેંથી પુરેલ તેમના દેહને આગ આપતી વખતે તે ખુબ રડ્યો. પોલીસ તેને પાછી લઇ ગઇ ત્યાં સુધી તે બોલતો રહ્યો..મા મને માફ કર..મેં નહીં મારી લતે તને મારી છે. મા મને માફ કર.
રામા, દિના અને નિખાર આ પસ્તાવાને જોતા હતા અને રોતા હતા.
સંપૂર્ણ
nise story
good story ….