Home > તમે અને મારું મન > તમે અને મારું મન આસ્વાદ -દેવિકાબેન ધ્રુવ

તમે અને મારું મન આસ્વાદ -દેવિકાબેન ધ્રુવ


તમે અને મારું મન  ( click this link to read the poem collection)

વિજયભાઇ શાહે મોકલેલ તેમનો વેબ કાવ્ય સંગ્રહ તમે અને મારું મન પ્રાપ્ત થતાંની સાથે એકીબેઠકે વંચાઇ ગયું.મનભાવન થી શરુ થઇને  ચાલ્યો જાઉં છુંસુધી પહોંચેલી આ સો એક રચનાઓમાં મોટેભાગે પરિવાર અને પરમનો પારાવાર પ્રેમ છલકે છે. તો સાથે સાથે જીવન અને જગત પ્રત્યેની કેટલીક વાસ્તવિક્તાઓ સાથેનો દ્વિધાભાવ  અને એની વચ્ચે એક ગજબનો આશાવાદી અભિગમ પણ છતો થાય છે.

મારા પિતાજી ‘ બાઅને બાબુલ તેથી વધુ શું કહેમાં ભારોભાર લાગણીઓ નીતરે છે,

 મથ્યા કરું સ્મરણમાં ભૂલવા તમારું મરણ,
ફોટો પણ બોલકો થઇ કરાવ્યા કરે સ્મરણ
 

 અને
બાબુલ તેથી વધુ શું કહેમાં
મારા આંગણની  સુંદર નાની પરી તું
છોડી બાબુલ ચાલી આજે સાજન ઘર

હ્રદય હલાવી નાંખે છે.

 તો વંશનો વેલો તું છે વંશજ સુંદર અને ભાવવાહી કૃતિ બની છે.

ચાલને સખી સાથે અને “જીવ્યા કરીએ ચાલને સખીમાં દામ્પત્યની અને થોડી મનગમતી આકાંક્ષાઓનો  ઇશારો થાય છે જે જૂની ને જાણીતી પંક્તિઓ ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએની યાદ અપાવે છે.કપૂરી પાન,ભોળા સજન વેલેન્ટાઇન અને છેડા છૂટા માં મનના યૌવનની તાજગી નાનકડી નાજૂકડી નવલી તું નાર,તને આપેલ કપૂરી પાન તે યાદ તથા હું તો રાજ્જા તારી દિવાની,બસ કર એક પ્રેમભરી નજર અને તું સાવ બુદ્ધુ,સમજે નહિ એ લાગણીની રીત દ્વારા સુપેરે વ્યક્ત થાય છે.

જીવન,જગત અને સમયની વાસ્તવિક વિષમતાઓને પણ ઘણી રચનાઓમાં ઉમદા રીતે વર્ણવી છે.ચક્ડોળ છે જીંદગી,રંગમંચના ખેલો,સમય જ જીવન પથ,ત્વરિત પડતો એ બગડેલો ફોટોમાં એક ઉંચા પ્રકારની સમજણ અને તેને પરિણામે  આધ્યાત્મિક જ્ઞાનની અભિવ્યક્તિ છે.નવી ક્ષિતિજો કેટલી સુંદર રીતે હકીકતનો સ્વીકાર કરી , આશાવાદને દોહરાવે છે.

આ કોઇ હાર નથી,જો માને તો વ્હાલ છે સખી,
કાલનો સૂરજ આવશે કોઇ નવી વાત લઇને સખી !!

અતિઉત્તમ અભિવ્યક્તિ છે,  તો તરબતર  ઋજુતા પ્રગટતી વાત લઇને આવે છે;

 જુદા જુદા ત્રાજવે ના મૂલવ મને તું, જેવો છું તેવો મને જાણ તું.

જાણે  કેમ ઇશ્વરને ન કહેવાયું હોય !!

 રાગ અને ત્યાગની વચ્ચે ઝુલતાં હૈયાની આ સંવેદના,પારિવારિક પ્રેમથી પર થઇને પ્રભુનું શરણ ઝંખે છે એ આખો યે ભાવ અદ્ભૂત રીતે આલેખાયો છે એ જ લક્ષ્યમાં…પ્રભુ દરસની પ્યાસ વધી,પ્રભુમાં સમાવવાની આશ વધી અને પ્રમેયમાં તો  મનોમંથન ઉભરે છે કેખબર નથી કેમ હું મથ્યા કરું ?તારા હોવાનો પ્રમેય ઉકેલવા ?બીજી જ ક્ષણે ઇતિ સિધ્ધમ કહી ભક્તિ તારી ચહું! નિરપેક્ષિત થા માં તો વળી ફક્ત કાર્ય કર,હાક માર,તને નથી ફળનો  અધિકાર દ્વારા  ગીતાનો મહાન સંદેશकर्म्णेवाधिकारस्ते मा फलेषु कदाचन સ્ફૂટ થયો છે.

અત્રે એ નોંધવું પણ જરૂરી છે કે,અચાનક આંખ ખુલી માં સ્વપ્ન અને હકીકતનું વિરોધાભાસી ચિત્ર દોરી,રાષ્ટ્રપ્રેમ પણ નાટ્યાત્મક રીતે રજૂ કર્યો છે.લેખનકલાનો આ બીજો એક કસબ..

આમ વિષયોનુ વૈવિધ્ય  અને તેનું કલાત્મક નિરુપણ સર્જનની સફળતા  નીપજાવે છે. છતા એક વાત તો સ્પષ્ટ થાય છે  જ કે  આ કલમને ગીત કરતા ગઝલનો ઢાળ વધુ જચે  છે. એના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે મારી ભીતર, અપેક્ષાનો  ઉત્પાત,સંવિતનો આધાર, લાગણી દૂખ્યાની વાત,લાગણીભીની જાત ચાલ્યો જાઉં છું,વગેરેની નોંધ લીધા વગર કેમ ચાલે ?આ રહ્યા કેટલાંક સુંદર ઉદાહરણો –

કેવું સર્જ્યું છે સર્જનહારે હ્રદય મારી ભીતર
કે થયું ભંગ હજાર વાર છતાં સદા શીતલ……

ફૂલો પણ શૂળ સમ દર્દ તો કહેવાય નહિ,
અંગારમાં શીત હિમનુ મળે કહેવાય નહિ……

જીંદગીની શૂન્યતાઓને ખુબ ભરી લીધી,
પ્યાસી નજરોમાં એક તરસ ભરી લીધી…..

જીવન કિતાબના પાને પાને,
સુંદર અક્ષરો બની સચવાઇ તુ….

તુજથી તો હું દૂર દૂર ચાલ્યો જાઉં છું
ખુદથી યે હું દૂર દૂર ચાલ્યો જાઉં છું…….

આમ,તમે અને મારૂં મનપરિવારપ્રેમી  અને પ્રભુપ્રિત ધરાવતી દરેક વ્યક્તિને ગમી જાય તેવું મનભાવન પૂસ્તક છે, પૂર્ણવિરામની, શાતાની, શોધમાં અંતરના અજવાળા પાથરતી કેડી છે..સંક્ષિપ્તમાં,  કવિતા કરતાં વિશેષ એ ભાવ-સરિતા છે…

દેશ,ભાષા,દેહ અને કુટુંબને સાચવવા સતત અને અવિરત કાર્યશીલ એવા સર્જક

શ્રી વિજય શાહને ખુબ ખુબ અભિનંદન.
અસ્તુ…

તમે અને મારું મન ( click this link to read the poem collection)

Advertisements
 1. Saryu Parikh
  February 10, 2010 at 6:39 pm

  વિજયભાઈ,
  ‘ તમે અને મારું મન ‘ નુ અવલોકન કર્યુ. કાવ્યો સરળ, સરસ અને લાગણીભર્યા છે. ખાસ ધ્યાન ખેંચે છેઃ
  ‘તે જ તો પાનખરનુ કામ’, ‘શક્યતા નવી ક્ષીતિજો’, ‘શું આ જ છે મારી પ્રિયા?’,’વહેવાર અને લાગણી’, ‘રંગમંચના ખેલો’, ‘પરમને પામવા’, ‘અજંપો’, ‘પૂર્ણવિરામ’ અને ‘ચાલ્યો જાઉં છુ’.
  વધુ ને વધુ સારુ સાહિત્ય સર્જન કરતા રહો એવી શુભેચ્છા.

  સરયૂ પરીખ

 2. February 11, 2010 at 1:19 am

  મથ્યા કરું સ્મરણમાં ભૂલવા તમારું મરણ,
  ફોટો પણ બોલકો થઇ કરાવ્યા કરે સ્મરણ

  બહુ સરસ અનુભુતિ. વિજયભાઈના સાહિત્યસર્જન વિશે થાય કે એક જ સર્જકના કેટલા વિવિધ સર્જનાત્મક પાસાઓ છે! આટલી તન્મયતા, દરેક પ્રકારના સર્જનોમાં માહિર.

  ધન્યવાદ છે તમને વિજયભાઈ. મા સરસ્વતિદેવીના વરદાન આપના પર વરસતા રહે અને અમારા જેવા આપના પાસેથી પ્રેરણા લેતા રહે એ જ અભ્યર્થના.

 3. February 11, 2010 at 12:51 pm

  વિજયભાઈ,

  ‘તમે અને મારું મન.
  ‘સરસ છે!

  તુજથી તો હું દૂર દૂર ચાલ્યો જાઉં છું,
  ખુદથી યે હું દૂર દૂર ચાલ્યો જાઉં છું.

  ધન્યવાદ

  Rajendra Trivedi,M.D.

 4. v m bhonde
  February 13, 2010 at 11:09 am

  gone thru poems
  evry poem has its beauty
  very nice

 5. hema patel
  February 14, 2010 at 5:57 pm

  when we read this poem it touch our heart and eyes get wet.
  it is very nice.

 6. February 18, 2010 at 4:18 am

  પ્રિય વિજય અંકલ, ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ !

 7. March 15, 2010 at 5:18 pm

  bahu j saras chhe aapana par maa sarda ni krupa varasati rahe ane prasad amne malto rahe…. ashok

 8. March 18, 2010 at 5:06 pm

  શ્રી વિજયભાઈ,
  ખૂબ-ખૂબ અભિનંદન.

 9. January 2, 2011 at 1:39 am

  આજ નવા વર્ષે આપનો કાવ્ય સંગ્રહ વાંચ્યો ખુબ આનંદ થયો.
  આખા કાવ્ય સંગ્રહમાં કૌટુંબીક લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન થયા.
  અભિનંદન

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: