Home > દુર્લક્ષ્ય > દુર્લક્ષ્ય ૧૩

દુર્લક્ષ્ય ૧૩


રમા કેતન દ્વારા થયેલ પાતાળ મહેલનો ઉલ્લેખ સાંભળીને ચમકી કારણ તે તો તેનું ચિત્ર હતુ જેમાં તેણે ખંભાતનાં રાજવીનાં મહેલમાં એક પાણીનું બોગદુ ચીતર્યુ હતું અને જે બોગદું પાતાળ સુધી પહોંચતું અને ઠેઠ ઘોઘામાં દરિયા કીનારે ખુલતુ.તે ચિત્ર તેણે જ્યારે કેતન બાર વર્ષનો હતો ત્યારે બનાવ્યુ હતુ. તેના રાજકુમારની પશ્ચાદભુમાં કેતનની આજે અસર દેખાતી હતી.

શું કેતને આ ચિત્રને તેના મનમાં આત્મ સાત કરી લીધું? રમા સંવેદનશીલતાનાં આ પરિણામો જોઇ હરખાવું કે રોવું તે ન સમજી શકી. પણ પહેલી વખત તેને લાગ્યું કે રામા જે કહે છે તેમાં તથ્ય છે..તે શું પકડશે અને કેવી રીતે પકડશે તે જ્યારે ખબર ન હોય ત્યારે ક્રોધીત વાતો હંમેશા ઘાતક જ સાબિત થાય!

કેતનની સારવાર ચાલુ હતી અને નિખાર અને દિનાનાં લગ્ન ઉજવાયા. જમાઇ પાસેથી પગરખા સંતાડવાનાં અને અંગુઠો દાબવાની વીધી પુરતો કેતન આવ્યો અને દિનાને વળાવવાની ઘડી આવી ત્યારે કેતનને જોઇ દિના બોલી.. મમ્મી ભૈલાને તુ સાજો કરવા અમદાવાદ લઇ જાય છે તે સારુ જ કરે છે.

નિખાર કેતનને જોઇને બોલ્યો “તેનું બાળપણ તો રોળાઇ ગયુ હવે તેને કોઇક સારુ પાત્ર મળે અને આ તેની નકામાપણાની ભીતી હટાવે તો સારુ. જોકે તેવુ થવુ અઘરુ તો છે જ…”

રમા બોલી “નિખાર તેને હવે હું સંભાળવાની છું તેને સારા થયે જ છુટકે થશે.”

દિના અને રામા રમાનાં બદલાયેલા અવાજ ને જોઇ રહ્યા..વલણને જોઇ રહ્યા..

દિના અને નિખાર કેન્યા પહોંચી ગયા..તેમની જિંદગી સરળતાથી જવાની કલ્પનાઓ તો હતી જ. ફક્ત એક ભઇલાની હૈયા વરાળ ચિત્તમાં સળગતી રહી.

કેન્યા પહોંચ્યાનો ફોન આવ્યો ત્યારે રામા રમા અને કેતન એરર્પોર્ટ ઉપર અમદાવાદ જવા તૈયાર થઇ રહ્યા હતા. કેતન કોઇ પણ રીતે જવા માંગતો નહોંતો..પણ મમ્મીનાં કડપને લીધે તે વધુ ના બોલ્યો..અને એને પણ ડર લાગતો હતો કે જેનીનો શું ભરોંસો તે તો એર્વીન જેમ મને મુકીને જતી રહી હતી તેમ…ક્યારેક તે પૈસા ના કમાયો અને મોટી ઉંમરે જતી રહે તો? આખી જિંદગી કંઇ પપ્પા ઓછા સાથે રહેશે?..તેને આવુ બધુ વિચારવું નહોંતુ

પપ્પા તેનો ઇલાજ કરતા હતા દવાની અસર રહે ત્યાં સુધી તો બધુ સમુ સુતરુ…પણ ક્યારેક કંઇક ખોટું થયુ તો બસ એ જ ચુમાઇને બેસી જવું અને જેનીને બોલાવીને ફરીયાદ કરવી. રમાએ બોલવાનુ શરુ કરી દીધુ..દીકરાની અને દીકરીની સરખામણી જ ના હોય.. તારે તો ડોક્ટર બનીને પપ્પાનો વારસો સંભાળવાનો છે. તેને ફરીથી એસ એસ સી પાસ કરાવ્યું અને સાયન્સ કોલેજનાં બધા વિષયોમાં તે વનસ્પતી શાસ્ત્રનાં ચિત્રો સરસ દોરતો હતો.

ત્યારે તે ચિત્રો જોઇને લેબમાં મીસીસ દેસાઇએ વર્ગનાં બધા વિદ્યાર્થીઓને તેની જર્નલ બતાવી જાહેરમાં શાબાશી આપી ત્યારે તે ઘરે બહુ પ્રસન્ન હતો. તેને પહેલી વખત લાગ્યું કે તેને સફળતા માટે મમ્મીનાં સર્ટીફીકેટની જરુર નથી કે નથી જરુર જેનીની દવાની. જોકે મમ્મી તેનું જરુર કરતા વધુ ધ્યાન રાખતી ત્યારે તેને ત્રાસ થતો.પણ પપ્પા સાથે તે પેટ છુટી વાત કરી લેતો.

રામાને તે દિવસે બહુ આનંદ થયો..તેની દવાનો ડોઝ હવે તે ઘટાડી શકશે તેવું તેને લાગ્યુ..રમા અને રામા તેની વાતો સાંભળતા અને હવે દીના સાથે ક્યારેય સરખામણી નહોંતી થતી. ક્યારેક અલપ ઝલપ દિના ફોન ઉપર ઝબકે પણ તેટલુંજ…સમય વીતતો જતો હતો. 

એક દિવસ તે મમ્મીનાં સ્ટુડીયોમાં પાતાળ મહેલ જોતો હતો અને બબડ્યો પાતાળમહેલમાં રહેવા જવા કરતા આ સ્નેહા સાથે રહેવું કેવું મઝાનું હશે?

Advertisements
  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: