Home > દુર્લક્ષ્ય > દુર્લક્ષ્ય ૧૨

દુર્લક્ષ્ય ૧૨


 

મમ્મીએ ઠપકો આપ્યા પછી અને દિનાનાં આવતા પહેલા કેતન રૂમમાં કેફ કરીને પડ્યો હતો. દિનાએ તેને માથે હાથ ફેરવ્યો..તેના મુખારવિંદ પર ફુટેલી મુછોનાં બારીક દોરા જોઇને તે ક્ષણભર માટે મલકી પછી તરત ચમકી કારણકે નીચલા હોઠ પાસે થુંકનાં પરપોટા ફુટતા હતા. તેં ચોંકી અને મમ્મીને બુમો પાડી.

પપ્પાને ફોન કર્યો. લગ્નનાં દિવસો નજીક હતા અને આ આત્મઘાતી વલણથી દિના સ્તબ્ધ થઇ ગઈ. રાજારામન આવે તે પહેલા દિનાએ તેને તેની ઉંડી ઉંઘમાં થી બહાર કાઢવા જુદા જુદા ઉપચારો કરવા લાગી. અરધી ઉંઘે ઉઠ્યો તેથી આંખો રાતીઘુમ હતી. તે કેફમાંને કેફમાં બબડતો હતો..પાતાલ મહેલમાં ઘુસી જઇશ..પાતાલ મહેલને જીતી લઇશ. રમા તેના ગુસ્સાને કાબુમાં રાખીને દિનાના પ્રયત્નો જોતી હતી અને પોતાની જાતને કોશતી હતી.
રામાનુજમે આવતાની સાથે તેને બોટલ ચઢાવી દીધો અને કેથેડ્રલ પણ લગાડી દીધુ.

રમાની ગુસ્સાથી ભરેલ પણ ભીની આંખો જોઇને તે સમજી ગયો કે મા ઘવાયેલી છે.

લગ્નનાં ઘરમાં હજાર કામો હોય અને કેતનનાં આ વણ જોઇતા વિઘ્નથી તે ખુબ જ નારાજ હતી. દિનાનું લગ્ન એ તેના જન્મ થી જોયેલું એક સુંદર સ્વપ્ન પુરુ થતુ હતુ. તેને મન માન્યો ભરથાર મળતો હતો. અને મનથી તે પ્રસન્ન હતી. એ પ્રસન્નતા કલુષીત થઇ ગઈ. રામાનુજમે રમાની સામે હાથ જોડીને કહ્યું..મારી વર્ષોની તપસ્યા રોળવ ના. તારાથી તેને અપાતો હોય તો પ્રેમ આપ..તે સિવાયનું બધુજ તારું તેને માટે ઝેર છે. કેતન રોગી છે પણ તુ જે માને છે અને જુએ છે તે રોગ નથી આડ અસરો છે.તેને સહજ બનવા હુંફ જોઇએ છે..હું બાકીનું બધુ આપી શકું છું પણ જ્યારે તે મમ્મી મમ્મી કહીને ઉદાસ હોય છે ત્યારે તેની મમ્મી હું ક્યાંથી લાવુ? હવે આ મમ્મીની હઠ જેની નાં નામે આગળ વધી છે અને તે જેનીને મન કેતન એક શીકાર છે. પૈસા કમાવાનું મશીન.

“રામા પણ તેને સ્કુલમાં મુક..તારાથી થોડોક છુટો મુક.. “દ્રવિત રમા બોલી

” જેમ  કળીમાંથી ફુલ ખીલે અને તેની ખુશ્બુથી ભમરા તેની પાસે આવેને તેમજ કેતન જ્યારે બહાર નીકળે ત્યારે તેને લુંટનારા લુંટારા મળતા જ હોય છે. છેલ્લા ૮ વર્ષમાં તેને દસ સ્કુલો બદલી અને બાર શહેરો બદલ્યા..ક્યાંક કોઇક તો ક્યાંક એનો પીતરાઇ એને બ્રાઉન આપવા મળીજ જતો હોય છે.”

દિના કહે “તો આનો અંત શું? ”

રામા કહે ” બેટા આતો યુધ્ધ છે તેના મનમાં જ્યારે ઠસે કે આ ઝેર છે ત્યારે જ તે પાછો આવે. અને એવુ ઠસે તે પહેલા કોઇક નબળાઇ કે કોઇક્નો તિરસ્કાર તેને પાછો તે સપનાની દુનિયામાં તેને ધકેલી દે છે. મારું સંતાન છે તેથી તેને પાછો લાવવો એ મારી તપસ્યા છે..તુ તો સારુ સંતાન હતી તને મળતી દરેક તકોને તેં તારા હિતમાં ઉપયોગી..અને એ દરેક તકોને કેતને ઇર્ષ્યામાં બોળી. સંવેદનશીલ હોવું એ ગુણ છે પણ અતિશય સંવેદનશીલ હોવું  તે શાપ છે. બાપ તરીકે તેને સચવાય ત્યાં સુધી સાચવીશ પછી તો તેનું ભાગ્ય…”

રમા તેની સંવેદનશીલ પ્રકૃતિને રડતી હતી. દિના તેના ભાઇને થયેલ રોગની દવા શોધતી હતી..હુંફ  જે મમ્મી આપી શકે તે મોટીબેન તરીકે તે પણ આપી શકેને..?

રામાનુજમ કહે તેને આપણે ભેગા થઇને લાવી શકીશું. પોચકા મુકીને કે ગુસ્સે થઇને તો ક્યારેય નહીં..બચપણમાં તેના પ્રત્યે સેવેલા આપણા દુર્લક્ષ્યનું આ પરિણામ છે. દિનાને ભણતર અને સારુ ઘર આપી શક્યા.. કદાચ કેતનને પીડાતી હાલતમાં ક્યાંક રોડ ઉપર કોઇકનાં ગુસ્સાનો ભોગ બનેલો બાપડો જોવાનું આપણે લખી દીધુ.

રમા લાંબી ચુપકીદી પછી બોલી..

” દિનાનાં લગ્ન પછી આ યજ્ઞમાં હું પણ તારી સાથે છું ..આપણે અમદાવાદ જતા રહીશું..કેતન મારી પણ જવાબદારી છે.”

કેતને નિંદ્રામાં પડખુ ફર્યુ..અને ઉંહકારો કર્યો..”.આ પાતાલ મહેલ નો છેડો ક્યાં?”

  1. January 29, 2010 at 12:18 am

    really nice story. Jelousy and competetion between sibblings
    ends like this.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: