મુખ્ય પૃષ્ઠ > દુર્લક્ષ્ય > દુર્લક્ષ્ય-૧૧

દુર્લક્ષ્ય-૧૧

જાન્યુઆરી 25, 2010 Leave a comment Go to comments

 

દિનાને મમ્મી કેતનને મુકી આવી તે ના ગમ્યુ. ફોન ઉપરની દરેક વાતોમાં પપ્પા બીન વહેવારીક લાગ્યા, છતા કેતન માટેની તેમની ચિંતાથી તે પ્રસન્ન હતી. કેતન ફોન ઉપર રડતો હતો. તેને કારણે પપ્પા અને મમ્મી વચ્ચે ઝઘડો થયો તે વાત તેને ગમી નહોંતી. તેને જેની મુકીને જતી રહી અને પપ્પા તેને બેંગ્લોર લઇ આવ્યા બંને બાબતોનાં આંચકા તો લાગ્યા જ હતા.. પણ તે શું કરીશકે? તેને ઝડ્પથી મોટા થવું હતું પરણવું હતુ અને પોતાની ઓળખની પોતાની દુનિયા બનાવવી હતી.

દિનાએ વાતો દરમ્યાન આ સત્ય પકડ્યુ હતુ..એને મોટા એટલા માટે થવું હતું કે જેનીને તે પામી શકે. આતો હજી બે મહિનાનાં પ્રેમની અદા..જેની કિંમત કેતન જેલ અને દેશ છોડવાના સ્વરુપે પામી ચુક્યો હતો. તે દિનાને કહેતો હતો મારી એ બે ગોળી મને બધુજ બનવા દેતી હતી..કોઇ બંધન નહોંતુ સ્વનાં તે દોરમાં રોજ તે દિના કરતા સરસ ચિત્રો દોરતો..સ્ટેજ પર થતી સંગીત સ્પર્ધામાં દિના ને હરાવતો અને હંફાવતો..મમ્મીને નીચું જોવડાવતો…અને રાત પુરી થાય તેમ એ સ્વપ્નનો ગુલાબી મહેલ કડડભુસ થાય તે પહેલા પેલી સુંદર પરીની જેમ જેની આવતી અને ગોળી આપીને જતી..તેની સાથે સુંદર આકાશી ઉડ્ડ્યનોમાં રાખતી અને તે બહુ ઝડપથી મોટો થતો જતો હતો…

દિનાને બધુ કહેતા તે પાછો રડવા લાગ્યો…તે દિવસે જેની ગોળી ના લાવી. મારા પૈસા પુરા થઇ ગયા કહીને મને છોડીને જતી રહી…મને ખુબ જ પેટમાં દુઃખતુ હતુ..સહન થતુ નહોંતુ એટલે તો ગ્રોસરી સ્ટોરમાંથી ખાવાનું ચોર્યુ.. પણ પકડાઇ ગયો…

દીદી મને કેમ આવુ થાય છે હેં?

રામાનુજમે ફોન હાથમાં લઇને કહ્યું દિના! આ વાત મને કેતને ઘણી વખત કહી. મને લાગે છે કે રમા આ કેતન અને તેની વાતોને કદી સમજી નહીં શકે. અને તેને તારાથી અને રમાથી દુર રાખી વિજ્ઞાન ને સહારે બહાર કાઢવો હશે તો જેનીથી અને બોબ થી દુર રાખવાજ હું બેંગ્લોર રહેવા માંગું છું.

રમાને કહેજે મને તે છુટા છેડા આપે કે ના આપે જ્યારે કુદરત અમને છુટા પાડી રહી છે ત્યારે સમજીને છુટા પડવું જરુરી છે. અમેરિકામાં એના નામે પુરતા પૈસા છે અને અહીં મારે કેતન સાથે રહેવામાટે પુરતી પૈતૃક સંપતિ છે. બહુ હો હા કર્યા સિવાય સુખેથી રહેજો અને પ્રેક્ટીસ વેચવા રેડ્ડી કાર્યરત છે.

“પણ પપ્પા!”

તેનુ ડુસકું સાંભળી કંઇ બોલે તે પહેલા ફોન મુકાઇ ગયો…

જિંદગી ઝડપથી જુદા જુદા રંગો બતાવતી વહેતી  જતી હતી બ્રાઉન સુગર ની હાજરીએ કુટુંબમાંથી કેતન અને રામાને ભારત ધકેલી દીધા..રમા એકલી અને દિના પણ એકલી…અને વિના આવકે મેન્શન જેવું ઘર વેચાઇ ગયુ…એપાર્ટ્મેંટમાં ગયા પછી ચિત્રો તો બનતા ગયા પણ તેનું વેચાણ શક્ય ન બન્યુ….

દિનાની જિંદગીમાં નિખાર અને રમાની જિંદગીમાં ખાલીપો વધતા દાખલ થઇ રહી તીવ્ર હતાશા…અર્ધ શતકની ભરીપુરી યાદો નહોંતી તેને ચેનથી જીવવા દેતીકે નહોંતી તેને મરવા દેતી. નિખારની મમ્મી શ્રધ્ધા તેને સમજાવતી સંભાળતી અને કહેતી કે રામાનુજમ તેને બહાર કાઢીને લાવશે… અને રમા બેચેનીમાં જ પુછી બેસતી કે ક્યારે…જ્યારે હું ચિતામાં પહોંચીશ ત્યારે…?

નિખાર અને દિનાનાં લગ્ન વખતે કેતન અને રામા આવ્યા કેતન સ્વસ્થતો લાગતો હતો પણ ખુબ જ ચુપકીદી એણે સાંધી લીધી હતી. યુવાનીનું પહેલું પગથીયું તેણે કળણમાં પડી ગુમાવ્યું હતું દિનાનું બધુ સીધુ ઉતરે છે અને તે મઝધારે ડુબી રહ્યો છે તે વિચારોએ ઉથલો માર્યો..અને રમા બહેને તે દિવસે બહુ જ ખખડાવ્યો..કપાતર મરી જાને! વીસ વર્ષની ઉંમરે આવી લગ્ન અને દેહસુખનાં ભોગોની વાતથી તો હું લાજી મરું છું.

નિખારે રમાબેનને વાર્યા…

પણ તે ઊપેક્ષાનું ઝેર કેતનને સખત ચઢ્યું તેણે જેનીને શોધી કાઢી..અને પેલી બ્રાઉન ગોળી એક સામટી દસે દસ લઇને સુઇ ગયો.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: