Home > દુર્લક્ષ્ય > દુર્લક્ષ્ય-૧૦

દુર્લક્ષ્ય-૧૦


 

રમા અને દીનાનાં ડુસકા અને રામાનાં પોલીસ સ્ટેશન ઉપરનાં ફોન જેમ સમય જતો ગયો તેમ ઘટતા ગયા પણ રમાનાં ચિત્રોમાં કેતન ડોકાવા લાગ્યો.બરાબર મહીને પોલીસનો ફોન આવ્યો..કેતન ટેક્ષાસમાં એર્વીનમાં હતો..ત્રણ દિવસનો ભુખ્યો અને નંખાઇ ગયેલો..સ્વાભાવીક રીતેજ પોલીસે તેને ગીરફતાર કરેલો..બાકી હીપ્પીઓનાં ટૉળામાંથી ફેંકાઇ ગયેલ અને એકલો મમ્મ્મી મમ્મી કરતો રડતો હતો.

કેતન આટલી નાની ઉંમરે જેલ જોઈ આવ્યો..રામાને પૈતૃક ફરજો ન બજાવ્યાના બાણ ખુબ જ વાગ્યા…એક ગુમડું જે પાકે ત્યાં સુધી જે સણકા વેઠવા પડે બસ તેમજ કેતનને રામા સહેતો હતો. ગંજેરીને ટોળામાં રાખો ત્યાં સુધી ડાહ્યો પણ જેવું એકાંત મળે અને કોઇક ગંજેરી મળે એટલે તલપ લાગે લાગે અને લાગેજ..વળી હજાર ડોલર હતા ત્યાંસુધીતો તેને મઝા મઝા હતી. જેની તેને હની કીંગ કહેતી… પણ જે દિવસે ડોલર પુરાથયા અને કીંગ થૈ ગયા ઝીંગ…તેને બે દિવસ સુધી બ્રાઉન ન મળી અને પગનાં સાંધા ઢીલા પડવા માંડ્યા. ત્રીજે દિવસે તો ચુસાઇ ગયેલા ગોટલાને જેમ ફેંકી દેવાય તેમ ફેંકાઇ ગયો ..પણ ડ્રગ ન મળી એટલે કેતને કરી ચોરી. જે જેનાને ખબર પડી ગઈ અને એર્વીનના ઉત્તરક્ષેત્રે..ઈટાલીયન ટ્ર્ક તેને નાખીને ડલાસ તરફ રવાના થઇ ગઇ

દીના અને રમા તો હબક જ ખાઇ ગયા. રામા પ્લેન દ્વારા ટેક્ષાસ પહોંચ્યો ત્યારે તેની કોર્ટમાં સુનવણી થઇ ગઇ હતી..ચાઈલ્ડ કોર્ટે ઉંમરને ધ્યાનમાં લઇ કોમ્મ્યુનીટી સર્વીસની સજા ફટકારી હતી. અને રામાનુજમને બેદરકારી ન વર્તવાની વોર્નીંગ મળી. અઠવાડીયાની કમ્યુનીટી સેવા દરમ્યાન મળેલા કઠોર અનુભવોને લઈ રામાએ બેંગ્લોર તરફ હ્યુસ્ટનથી પ્રયાણ કર્યુ. રમા દસ દિવસ પછી બેન્ગ્લોર જવાની હતી. દીનાને કોલેજ ચાલુ થઇ ગઇ  હતી તેથી તે જવાની નહોંતી.

બેંગ્લોર જઇને રામાનુજમ તેને ડ્રગ રીલીવ કેંપમાં મુકીને રમા આવે પાછો ફરવાનો હતો. પ્રેક્ટીસ માં તેની ગેરહાજરી અસર કરતી હતી. કેતન સાથે વાતો કરતા કરતા રામા સમજતો થયો હતો કે કેતન ખુબ જ સંવેદન્શીલ છે અને તેની ઉત્કૄષ્ટ સંવેદનાઓની પળોમાં તેને સાથ આપે, તેને સમજે અને તેને હતાશામાંથી બહાર કાઢે તેવું તેનું ગાણુ ગાનાર કોઇ મળે તો તે બચી જઇ શકે છે. તેને મનમાં ફરી એક ટીસ ઉઠી..કોણ જાણે કેમ તે મારો રંગ લઇને આવ્યો પણ સંવેદનાઓ બધી રમાની લીધી?

રમાએ દીનાને તેની સંવેદનાઓને સર્જનાત્મક તરફ વાળી પણ કેમ કેતનને એ ન આપ્યુ? પંદર દિવસે રમા આવી ત્યારે કેતનને તે ગુનેગારની નજરે અને ઠપકારતી નજરે જોતી રહી.

“રમા મને લાગે છે કે હું અહીં બેન્ગ્લોરમાં મારી પ્રેક્ટીસ શરુ કરુ.”

“કેમ?”

“દીના તો હવે કોલેજમાં છે. અને ટુંક સમયમાં તે પોતાના પગ ભેર  થઇ જશે.”

થોડોક સમયનાં મૌન પછે તે બોલ્યો “હવે લાગે છે કે કેતન ને ઉભો કરવો જરુરી છે અને તેને માટે તેને ભર્યા ભાદર્યા કુટુંબની ખોટ અહીં જ પુરી પડશે.”

રમા નો ગુસ્સો તો સાતમા આસમાને હતો..”રામા હું અહીં બેન્ગ્લોરમાં આવીને તારા કુટુંબ સાથે રહુ અને તે અઢાર વર્ષના વહાણા વહી ગયા બાદ તે શક્ય જ નથી”

રામાનુજમ કહે ” મેં તુ અહીં આવ અને રહે તેવું કહ્યું જ નથી. પણ હું કેતનને તે ડ્રગનાં દોજખમાં પાછો નથી લઇ જવાનો.”

“એટલે તુ કેતન માટે તારે ધીખતી પ્રેક્ટીસ છોડી દઇશ?”

“જો દીનાને તે સર્વસ્વ આપ્યુ અને તે તારા માટે ગર્વનું કારણ બનીને?”

“હા”

” હવે હું કેતન માટે તેને સારા સંસ્કારો આપવા અને તેની જિંદગીની ભુલો દુર કરવા મથીશ. તારો તેના માટેનો ગુસ્સો આ તબક્કે નકામો છે. દવા સાથે સાથે તેને પોતાના માણસની હુંફ જરુરી છે તે અહીં મળશે.”

“રામા! મને તે મંજુર નથી.”

બંને વચ્ચે બહુ લાંબો સમય સુધી હુંસાતુંસી ચાલી..પછી રુદન નો દોર આવ્યો પછીને નિઃસ્તબ્ધતામાં રમાએ નિર્ણય લઇ લીધો..તેણે અમેરિકા રહેવું અને રામાનુજમને છુટાછેડા આપવા..કેતનને થયું કે આ મમ્મી મારી ભુલની સજા પપ્પાને કેમ આપે છે? તે તો મમ્મી સાથે રહી દીનાને હંફાવવા માંગતો હતો…પણ આ ચક્ર તો ઉંધુ ચાલ્યુ…

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: