મુખ્ય પૃષ્ઠ > Uncategorized > ગુજરાતી શબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા- વિજય શાહ

ગુજરાતી શબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા- વિજય શાહ

જાન્યુઆરી 2, 2010 Leave a comment Go to comments

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન ખાતે ચાલતી ગુજરાતી ભાષાપ્રેમીઓની દસ વર્ષથી ચાલતી પ્રવૃતિ છે તેમા ગુજરાતી ભાષાને સાચવવાનાં નીત નવા પ્રયોગો થતા રહે છે. પ્રથમ વર્ષનાં સમાપન વખતે આદિલ મન્સુરીની હાજરીમાં એક સાથે સાત કાવ્ય સંગ્રહ મુકીને “પુત્રનાં લક્ષણ  પારણામાંથી” ની ઉક્તિ સાચી પાડી. પછીનાં વર્ષોમાં પુસ્તક મેળો નાટ્ય પ્રયોગો,. હઝલ સંધ્યા ,પેઇન્ટીંગ જોઇને રચાતા કાવ્યો. ગુજરાતી શેરોની અંતાક્ષરી. સહિયારુ ગદ્ય સર્જન,માટી ચાક્ડો અને કુંભકાર જેમાં લોકપ્રિય ગઝલો કેરીઓકી ઉપર રજુ થઇ. ગત વર્ષે સહિયારી વેબ પેજ મુકાઈ  અને ભગવદ્ગોમંડળ કોશ આવ્યા પછી આરંભાયો શબ્દાક્ષરી અને ગુજરાતી શબ્દ સ્પર્ધાનો દોર.

આજના લેખમાં ગુજરાતી શબ્દાક્ષરી અને શબ્દ સ્પર્ધાની વાતો આરંભથી અંત સુધીની રજુ કરતા હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું,અંગ્રેજી ભાષા વિશ્વભાષા બની તેના મૂળમાં મીશનરીઓનાં અંગ્રેજી ભાષાને પ્રચલીત કરવાનાં પ્રયત્નો અને ઓક્ષ્ફર્ડ જોડણી કોશ મુખ્ય આધાર રહ્યો હતો.એક જમાનો હતો કે જ્યારે આ મીશનરીઓ સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં બ્રીટીશ હકુમત હતી ત્યાં ત્યાં તેમનો કાર્યભાર ચાલુ રહે તેથી તેઓને જરુરી કારકુનોની જમાતને અંગ્રેજી શીખવતા. એ શીખવાડવાની પધ્ધતિ એટલી સચોટ હતી કે આજે ૨૦૦ વર્ષ વીતી ગયા છતા વિશ્વ સ્તરે તે બ્રીટીશરોની સત્તા અસ્ત થઇ પણ વિશ્વભાષા બની ચુકેલી અંગ્રેજી હજી વિશ્વભાષા રહી છે.

આપણો ગુજરાતી ૨૦૦ વર્ષ પહેલા જેમ અંગ્રેજી મીશનરીઓ આખા વિશ્વમાં છવાયેલા હતા તેમજ ગર્વથી આજે કહી શકાય કે ગુજરાતી આખા વિશ્વમાં છે. ભગવદ્ગોમંડળ શબ્દકોશ તે દરેક ગુજરાતીઓ ઓન લાઇન વાંચી શકે છે તો તે મીશનરીઓએ જે કામ અંગ્રેજી ભાષા માટે કર્યું તે આપણે આપની માતૃભાષા માટે આપણા સંતાનો માટે ન કરી શકીયે? આ પ્રશ્ન ઉઠાવ્યો વિજયભાઇએ શાહે તેમના એક ઇ મેલમાં. અને તેમણે જવાબ પણ આપ્યો હતો કે શબ્દ અંતાક્ષરી જેવી રમત અને અંગ્રેજોની Spell Bee જેવી રમતોનું આયોજન થઇ શકે તો તે ઘણું જ પાયાનું અને માતભાષા સંવર્ધનનું કામ થશે.

ભગવદ્ગોમંડળ ઓનલાઇન આવ્યા પછી તે સાંજે  જય પટેલ, સુરેશ બક્ષી, દેવિકા ધ્રુવ અને  સરયુબેન પરીખે ભગવદ્ગોમંડળનો અભ્યાસ કરતા નક્કી કર્યું કે ગુજરાતી સાહિત્ય સરિતાનાં દરેક સર્જક સભ્યોએ પોતાના નામનો અથવા તો અટકનો પહેલો અક્ષર લઇ ભગવદ્ગોમંડળમાંથી તે શબ્દો વાંચવા અને કદી ન સાંભળ્યા હોય તેવા અજાણ્યા ગુજરાતી શબ્દો નોંધવા તેના અર્થ લખવા અને શક્ય હોયતો શબ્દ પ્રયોગ પણ કરવા. અને સહિયારી વેબ સાઈટ ઉપર તેને સંગ્રહવા.. વિશાલ મોણપરાનું સુચન એવું આવ્યું કે શબ્દસ્પર્ધાની એક જુદી વેબ સાઈટ મુકવી અને તે ગુજરાતી સાહિત્ય સરિતાની સહિયારી વેબ સાઈટ્નો ભાગ બને જેને વિશ્વદીપભાઇ અને વિજયભાઈ સંપાદિત કરે.બલોગ્ર અને સર્જક મિત્રોએ કામને સરસ રીતે સંપન્ન કર્યુ અને સાહિત્ય સરિતા બહારનાં બ્લોગરોએ પણ અદકેરો ઉત્સાહ બતાવ્યો. જેતપુરનાં કાંતીભાઈ કરસાળા, વાપીના હીનાબેન અને અમદાવાદનાં ડો હીતેશભાઈનાં નામોનો ઉલ્લેખ કરવો રહ્યો.

આ પૂર્વતૈયારીનાં તબક્કે અઘરા અને અજાણ્યા શબ્દોનો સંચય ચાલુ હતો ત્યારે વિશાલે રેંડમ સીલેક્શનનો એક્સેસ દ્વારા ૫૦૦૦ સરળ શબ્દો અને ૧૦૦૦ આ સંશોધીત શબ્દો સાથે કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો અને સંશોધન અર્થે વેબ સાઈટ ઉપર મુક્યો. આ પ્રોગ્રામને જેમણે ચકાસ્યો અને તેમા જે ફેરફાર સુચવ્યા તે સૌને સંકલીત કરી બહદ સ્તરે લોક્ભોગ્ય પ્રોગ્રામ ફરી મુક્યો જેમાં શબ્દાક્ષરી કરવા ઇચ્છતા અને રમવા માંગતા સૌને સહાય મળે છે.

www.shabdaspardha.gujaratisahityasarita.org ઉપર દરેક ગુજરાતી ભાષા પ્રેમી માટે વિના મુલ્યે મુક્યો છે. આ પ્રોગ્રામ તૈયાર કરતા કરતા તેમણે શબ્દ સંખ્યાનો વ્યાપ્ત ૫૦૦૦થી વધારીને ૭૫૦૦૦ કરી અને સાથે સાથે ધ્યાન દોરવા વિનંતી પણ કરી કે આ સંચય માં ક્ષતિ હોયતો તેમનુ ધ્યાન દોરવું.

આટલી પૂર્વ તૈયારી પછી ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૦૦મી બેઠકે પ્રવિણાબેન કડકીયા અને અશોક પટેલના નેતૃત્વ હેઠળ યોજાઈ શબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા.  હ્યુસ્ટનમાં હેમાબેન પટેલને ત્યાં સમગ્ર વિશ્વમાં સીનીયરો માટે આ પહેલો પ્રયોગ હતો. હાજર રહેલા સૌ સભ્યોને એક સાદો કાગળ અપાયો અને વિનંતી કરાઇ કે તેમણે ફક્ત ગુજરાતી શબ્દ બોલવાનો અને કોમ્પ્યુટર જે રીતે અક્ષર ગણે તે રીતે અક્ષરો ગણાશે એટલે કે જો શબ્દ હોય પીયુષ તો તેના ૫ અંક ગણાય.(પ+ઈ+ય+ઉ+ષ). દરેક્ને ૧૦ શબ્દ બોલવાના હતા અને વર્તુળમાં જે રીતે બેઠા હતા તેમ કાંતિભાઈ જે શબ્દ બોલે તેના પછી બેઠેલા ધીરુભાઈએ અંત્યાક્ષર પરથી નવો શબ્દ બોલવાનો હતો. કાંતિભાઇને વિજયભાઇએ શબ્દ આપ્યો “છ” અને તેમણે કહ્યું “છત્રી” હવે બાજુમાં બેઠેલા ધીરુભાઈએ બોલવાનું હતું “ર” પર તેઓ બોલ્યા “રણ”. અને તેમની બાજુમાં બેઠેલા રમેશભાઈએ અંતાઅરીનાં નિયમ પ્રમાને ણ નો “ન” બનાવી કહયું “નગરશેઠ” એમ શબ્દો બોલાતા ગયા. ફીલ્મી ગીતોની અંતાક્ષરીની જેમજ સભ્યોમાં શબ્દો જેમ આગળ વધતા ગયા તેમ ગમ્મત અને ઉત્તેજના વધતી ગઈ. રમેશભાઇને દરેક વખતે “ર” મળતો અને દીપકભાઈને “ઠ” કઠતો.. દસ શબ્દ એટલે દરેક ભાગ્ લેનારને ભાગે દસ શબ્દ આવ્યા.

રસેશભાઇએ ગુણ ગણ્યા અને પ્રથમ ૮ વિજેતા શબ્દ સ્પર્ધાનાં મંચ પર આરુઢ થયા. તે સર્વે હતા

    ૧. શૈલા મુન્શા, હેમા પટેલ, રીટા કોઠારી, પ્રવિણા કડકિઆ.

     ૨. પ્રફુલ્લા પટેલ, પ્રશાંત મુન્શા, કાંતીભાઈ શાહ અને ડો. રમેશ શાહ.

હવે વિશાલે કોમ્પ્યુટર ઉપરથી દરેક સ્પર્ધકને દસ શબ્દ પુછવાના હતા જેના અર્થ સ્પર્ધકે કહેવાના હતા. અત્રે બે ટીમ થઇ હતી અને બંને ટીમોને પુછાયેલા શબ્દો પરથી સાચા પડેલા શબ્દાર્થનો એક ગુણ અને ખૉટા પડેલ શબ્દાર્થનો ૦ ગુણ એમ મુલ્યાંકન થયું. અત્રે ડેટાબેઝની ભુલથી પુછાયેલ “મુનિમ” શબ્દ અરબી હોવાનું પ્રોફેસર સુમન અજ્મેરીએ જણાવતા સર્જાયો વિવાદ અને ફેર ગણત્રી થઇ. બંને ટુકડીનાં સરખા ગુણ આવતા ફરીથી બે ટીમનાં એક પ્રતિનિધિને ૩ શબ્દ અપાયા જેમાં પ્રવિણાબેન શબ્દ નિષ્ણાત બન્યા અને તેમની સખી ટુકડી વિજેતા બની.

આ કવાયતોનો લાભ શું થયો?

તેવા પ્રશ્ન નો જવાબ આપતા

 • રીટાબેન અને અતુલભાઇ  કહે અમારે માટે તો ઘણા શબ્દો નવા હતા તેથી જ્ઞાન સાથે ગમ્મતની બહુ મઝા પડી.
 • ગીતાબહેન ભટ્ટ કહે હજી શબ્દ ભંડોળ હળવું કરશો તો સૌને મઝા પડશે
 • હેમાબહેન  અને પ્રફુલ્લાબહેન કહેતા હતા કે અમારા દીકારા-દીકરી હાજર રહ્યાં હોત તો તેમને ખુબ જ મઝા પડતે.
 • પ્રશાંતભાઇ અને શૈલાબહેન કહે આ પહેલી વખત રમાઇ તેથી મગજ બરોબર કસાયુ અને નવા શબ્દો તો ભરપુર મળ્યા.
 • જીતેન્દ્ર તન્નાને “ક્ષૌરકર્મ” શબ્દ ઉપર ખુબ જ નવાઇ લાગી.
 • નવિન બેંકર,  મનોજ મહેતા વિગેરે સૌ એ આ પ્રયોગને સ્તુત્ય ગણાવ્યો
 • વિનોદ પટેલ અને રસેશ દલાલે એવો આશાવાદ પણ જણાવ્યો કે જેમ અન્નુ કપુર દ્વારા ભજ્વાયેલી ચલચિત્રોની અંતાક્ષરી આજે જે બૃહદ સ્તરે પહોંચી છે તેવી જ રીતે આ શબ્દ સ્પર્ધા ખુબ જ લોકભોગ્ય થશે.
 • પ્રો. સુમન અજમેરીએ વિશાલને શબ્દભંડોળને ચકાસી આપવા તૈયારી બતાવી.

આવતી બેઠકમાં વધુ તૈયારીઓ સાથે ફરી રમવાની ઉત્કંઠા દરેકે બતાવી જે વિજયભાઇ, વિશાલભાઇ અને વિશ્વદીપભાઇનો સૌથી મોટો પુરસ્કાર હતો.

Advertisements
Categories: Uncategorized
 1. જાન્યુઆરી 11, 2010 પર 2:52 એ એમ (am)

  Very good. I am glad.
  Saryu Parikh

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: