મુખ્ય પૃષ્ઠ > પૂ મોટાભાઇ > ટહુકા એકાંતનાં ઓરડેથી (પૂ.મોટાભાઇ) શબ્દ દેહે પ્રસિધ્ધ થઇ

ટહુકા એકાંતનાં ઓરડેથી (પૂ.મોટાભાઇ) શબ્દ દેહે પ્રસિધ્ધ થઇ

ડિસેમ્બર 19, 2009 Leave a comment Go to comments

વેબ નવલકથા પૂ. મોટાભાઇ ને શબ્દદેહ (પુસ્તક સ્વરુપે) મુકતા આનંદ અનુભવુ છુ.

સુજ્ઞ સાહિત્યકલા રસિકો,

શ્રી વિજય શાહ લિખિત “ટહુકા એકાંતના ઓરડેથી ”,પત્રશ્રેણી રૂપે લખાયેલી, એક અનોખી કથા છે. અહીં પત્રશ્રેણી રૂપે અભિવ્યક્ત થએલી આ કથા વિષે આગળ વધવા પહેલાં એક આડ વાતથી મારી જાતને રોકી નથી શકતો. મારા વાંચન દરમિયાન આવેલી એક અંગ્રેજી રહસ્યકથા “The Moonstone”ની અહીં વાત છે,જે “પૂજ્ય મોટાભાઈ”ની જેમ પાત્રાભિવ્યક્તિના પ્રયોગ રૂપે હતી.દરેક મુખ્ય કે ગૌણ પાત્રના ફાળે એક એક પ્રકરણ આવતું જાય, ઘટનામા પોતે પ્રત્યક્ષ હોય તેટલા પૂરતું વર્ણન થતું રહે અને રહસ્ય અકબંધ જળવાઈ રહીને કથા આગળ વધતી રહે. આવા નવતર પ્રયોગો સિદ્ધહસ્ત સર્જકો જ સફળતાપૂર્વક કરી શકે અને અહીં શ્રી વિજયભાઈએ એ કમાલ પાત્ર સ્વરૂપે નહિ, તો પત્ર સ્વરૂપે કરી બતાવી છે.

હવે આપણે ‘ટહુકા એકાંતના ઓરડેથી”ની કથાવસ્તુ તરફ વળીએ તો તમામ અભ્યાસી ભાવુકો બે વાત ઉપર સર્વસંમત થશે જ કે આ કથા એ સામસામે છેડે ઊભેલી પૂર્વ અને પશ્ચિમની સસ્કૃતિઓની સંઘર્ષકથા નથી, પણ સમન્વયકથા છે; અને, ચાર ચાર પેઢીઓ સુધી બદલાતા જતા સંજોગો અને વાતાવરણ વચ્ચે પણ ભારતીય કુટુંબપ્રથા અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેવાની સુખદ અનુભૂતિનો અહીં પરિચય છે. પાત્રનિરૂપણ વિષે તો કહેવાનું જ શું હોય, કેમકે દરેક પાત્ર જીવંત છે, વિચારશીલ છે, ભાવુક છે.

કૃતિના પ્રારંભથી જ શરૂ થતી સર્જનના આનંદથી માંડીને જન્મ-જીવન-મૃત્યુ, જ્ઞાન-વિજ્ઞાન,માતૃપિતૃભક્તિ, દ્રવ્યોપાર્જન માટેની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ-મજબૂરીઓ, વર્તમાન પેઢીની ભાવી પેઢીઓ વિષેની ચિંતાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ-બીમારીઓ જેવા અગણિત મુદ્દાઓ ઉપરના પ્રશ્નો-વિચારો-સમાધાનની રસપ્રદ રજૂઆતો વાચકને એ પરિવારના અંગભૂત એકમ તરીકે એવી રીતે પ્રસ્થાપિત કરી દે છે કે દરેક પાત્રના પોતપોતાના પૂરતા જ સીમિત આઘાતો-પ્રત્યાઘાતો વાચકને માટે તો સઘળાના બેલીની જેમ પોતાના જ બની રહે છે.

આગળ મારા મુડ અને લખાણની વ્યાપમર્યાદા અનુસાર જે કંઈ લખાય તે ખરું, પણ વચ્ચે તાકીદના ધોરણે શીખાના એક મનોભાવને વ્યક્ત કરી દેવાની ઈચ્છા નહિ રોકી શકાય. શીખાના મનોમન સોહમ અને અન્ય સભ્યો માટે નેક દિલે અપાયેલા એક અભિપ્રાય “માબાપનાં કેવાં ગુણીયલ અને કેળવેલાં સંતાનો!” વાંચીને એમ થયું કે સોહમ કેવો નસીબદાર પતિ છે કે તેને પોતાને અને પોતાના પરિવારને આપમેળે સમજી શકનાર પત્ની મળી છે. અહીં આપણી કથામાંની શીખાના આ એક પ્રસંગમાં જ નહિ, અનેક પ્રસંગે તેનું વ્યક્તિત્વ એવું ઉપસે છે કે જુદીજુદી વયના ભાવુક વાચકો સ્ત્રીનાં ચાર સ્વરૂપ માતા, બહેન, પત્ની કે દીકરી એમ કોઈ પણ એક તરીકે શીખા જેવી નારી પોતાને પણ હોય એવું અવશ્ય ઝંખે.

સમગ્ર સર્જન દરમિયાન દિલને સ્પર્શી જાય તેવી વચ્ચે વચ્ચે આવતી જતી પ્રસંગોચિત કાવ્યરત્નકણિકાઓ વડે આપણને શેક્સપિઅરનાં ઐતિહાસિક નાટકોમાં વચ્ચે વચ્ચે આવતા Chronicler (ઇતિહાસકાર) કે પછી સંસ્કૃત નાટકોના સૂત્રધારની યાદ આવ્યા સિવાય નહિ રહે. જો કે અહીં પાયાનો થોડોક ફરક છે. ત્યાં કથાતંતુને જોડવાનો આશય છે, જ્યારે “ટહુકા એકાંતના ઓરડેથી”માં તો ભાવાનુસંધાન જ માત્ર નહિ પણ ભાવને સંવેદનશીલ અને ઘેરો બનાવવા માટે એ પંક્તિઓ પ્રયોજાયેલી જોવા મળે છે.

‘પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે’ થી શરૂ થતા અંશ અને હનીના પત્ર દ્વારા થતું કથાનું સમાપન હિંદી ચલચિત્ર ‘કોશીશ’માં છેલ્લે સામાન્ય રીતે આવતા “The End” ના બદલે “And Koshish Continues…” ની જેમ જ છે. ‘ચોરસ દુનિયા’ (જેલની કોટડી) એકાંકી નાટકના એક સંવાદની જેમ “જૂના જાય છે અને નવા આવે છે, જગ્યા ખાલી પડતી જ નથી” ની જેમ પેઢી દર પેઢી જીવનની સમસ્યાઓ વધતા કે ઓછા અંશે એની એ જ હોય છે, ફક્ત માણસો બદલાતા રહેતા હોય છે.

છેલ્લે, ચણ અને ચારા માટે સ્થળાંતર કરતાં પક્ષીઓ અને પશુઓની જેમ એરીસ્ટોટલના મતે મનુષ્ય પણ સ્વભાવે એક સામાજિક પ્રાણી જ છે. તેને પણ રોજીરોટીની તલાશ માટે દેશવિદેશ જવું પણ પડે. હાલમાં વિશ્વ આખાયમાં અને ખાસ કરીને ભારતમાં સવિશેષ વિદેશગમનનું પ્રમાણ વધ્યું છે, ત્યારે અહીં વિવેચનમાંની આ કૃતિ સર્વજનના પોતપોતાના ધર્મ, કર્મ અને સંસ્કાર જળવાઈ રહે તેમ કઈ રીતે વિદેશમાં વસવાટ કરી શકાય તે માટે દીવાદાંડી સમાન પુરવાર થઈ શકે તેમ છે.

વિજયભાઈને આવી ઉત્તમોત્તમ કૃતિ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

સૌને વંદન/સલામસહ,

વલીભાઈ મુસા

અવલોકન ૨

વિજયકુમાર-

ગજબનું પુસ્તક બન્યું છે.વિષય કમાલનો છે-અને લેખન શૈલી બહુ જ સરળ છે.આપણાં અમેરિકામાં વસતા ગુજરાતીઓને  સ્પર્શતી મુંઝવણોનું ખૂબ સુંદર વિશ્લેષણ કર્યું છે. તેમાં પણ ઘણાં સામાજીક વિષયો- મને પોતાને મારા જીવનના પ્રશ્નો લાગ્યા- મને ખાતરી છે કે દરેક અમેરિકી વાચકોને પોતાનું કાંઇક ને કાંઇક દેખાશે જ- અને  એ  જ  લેખકની સિધ્ધિ છે.

ધન્યવાદ.
હરનિશ જાની.

Advertisements
 1. ડિસેમ્બર 19, 2009 પર 4:05 પી એમ(pm)

  અભિનંદન.

 2. ડિસેમ્બર 22, 2009 પર 3:51 એ એમ (am)

  Great…Congratulations……SOOOOOOOOO happy for this news.Can’t wait to see.

 3. vilas bhonde
  ડિસેમ્બર 27, 2009 પર 10:26 એ એમ (am)

  ખુબ ખુબ અભિનદન

  કયારે હાથ મા આવશે?

 4. SARYU PARIKH
  ડિસેમ્બર 27, 2009 પર 5:06 પી એમ(pm)

  પૂસ્તક્નુ શીર્ષક બહુ સરસ છે.લખાણ પણ સરસ જ હશે એવી ભાવના સાથે અભિનંદન.

  સરયૂ પરીખ

 5. ડિસેમ્બર 31, 2009 પર 3:05 એ એમ (am)

  Congretulations, I have read sevveral chapters. It is really
  nice book.

 6. ડિસેમ્બર 31, 2009 પર 9:43 પી એમ(pm)

  Many Many Congratulations Uncle…..!!
  What a great news to start the new year with… 🙂

 7. Nira Shah
  જાન્યુઆરી 1, 2010 પર 2:19 એ એમ (am)

  Congratulations!!

 8. જાન્યુઆરી 10, 2010 પર 10:42 પી એમ(pm)

  ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, અંકલ… અને મબલખ શુભેચ્છાઓ, એકદમ દિલસે !

  • જાન્યુઆરી 10, 2010 પર 11:18 પી એમ(pm)

   aabhaar…thanks to sahitya sarita who helps me to conqure new horrizons

 9. Kaushik Amin
  જુલાઇ 4, 2010 પર 3:47 એ એમ (am)

  Congratuloations. I will be there at the inaguaral event.
  Regards.
  Kaushik Amin.
  201-936-4927

 10. Satish Kalaiya
  માર્ચ 25, 2011 પર 12:01 પી એમ(pm)

  Sorry Vijaybhai,I am very late to express congratulation to you.Later on i learned to operate computer & delevering messages, though iam late but happy to convey feelings to you,regards-

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: