મુખ્ય પૃષ્ઠ > દુર્લક્ષ્ય > દુર્લક્ષ્ય -6

દુર્લક્ષ્ય -6

ડિસેમ્બર 15, 2009 Leave a comment Go to comments

આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

ડો. રામાનુજમ વકીલ એડવર્ડ સાથે વાત કરતા કરતા બોલ્યા ” પણ તેણે કેતન ને માર્યો છે. મારે પોલીસને જાણ કરવી કે નહીં તેની દ્વીધા છે.”

એડવર્ડ કહે ” ડોક્ટર તે તમારો અધિકાર છે પણ સ્કુલની નર્સે આ કિસ્સો નોંધ્યો નથી તે તમારા ઉપર મોટો ઉપકાર છે. જેવો તમે કેસ દાખલ કરશો ત્યારે કેતન નર્કોટીક્સની ચુંગાલમા વર્ષો સુધી રહેશે. બોબ કે જેણે તેને માર્યુ છે તે તો પેરોલ ઉપર છે અને તેની સજા વધશે…મને કેસ લેવાનો વાંધો નથી મારુ તો એજ કામ છે.પણ તુ મિત્ર છે તેથી વકીલ તરીકે નહીં મિત્ર તરીકે ના પાડુ છું કે આ ગંજેરીઓ તારા જેવા પૈસાદારનાં છોકરાને મફત બ્રાઉન સુગર એટલા માટે ખવડાવે કે તે બંધાણી થઇ જાય પછી તેમની દુકાન ચાલતી રહે અને તમારે ત્યાં ધાડ પડતી રહે.”

” તો હું કશું જ ના કરું? ”

” ના મેં તેમ નથી કહ્યું..છોકરા પર ધ્યાન રાખ. આ બધા ચક્રોને તોડવા ઘરમા હુંફનું વાતાવરણ જરુરી છે.”

રમા આ વાતો સાંભળતી હતી. તેને ભારે ચિંતા થતી હતી. તેણે રામનુજમ તરફ ચિંતીત નજરે જોયુ અને રામાનુજમ પણ શોક્ગ્રસ્ત હતો. દિના ભાઇલો મારો ભાઇલો મારો કહી તેના માથામાં હાથ ફેરવતી હતી. તેને રડવુ આવતુ હતુ પણ તે ભાઇલાનાં સુજેલા મોં પર બાંધેલા પાટાપીંડી જોઇને સહેમી ગઇ હતી. ચાર બોટલે તેને હોંશ આવ્યા ત્યારે રામાનુજમ, રમા અને દિના તેને ગાડીમા ઘરે લઈ જતા હતા ત્યારે બાઈક ઉપર રોબ પાછળ આવતો હતો. દિનાને ભયનું લખ લખુ પસાર થઈ ગયુ..પણ પપ્પા આગળ હતા તેથી શાંતિથી ગાડી ચલાવ્યા કરી. ગ્રીન એવન્યુની રેડ લાઇટ ઉપર તે બાજુમાં આવીને ઉભો રહી ગયો અને ગંદી ગાળો બોલતો બોલતો કહે ” તારો ભાઈ હવે ખરડાઇ ગયો. ચુપ ચાપ પૈસા આપતી રહેજે દિનાડી નહીંતર જોવા જેવા તારા પણ હાલ કરીશ!”

દિના એકલી હતી તેથી તેણે મોટે થી હોર્ન વગાડ્યુ જાણે ગેંગની સામે યુધ્ધ કરવા રણશીંગુ ન વગાડતી હોય…દિનાનું હોર્ન સાંભળીને રામાએ પણ હોર્ન વગાડ્યુ અને કોપ આવતો દેખાયો તેથી રોબ વળી ગયો. કોપ એની પાછળ ગયો અને રામા અને દિના ગ્રીન એવન્યુ છોડીને લિંકન ટનલ દ્વારા ઘર તરફ રવાના થયા.દસેક મીનીટ ગાડી ચાલી હશે ત્યાં કોપ આવતો દેખાયો. દિનાએ ગાડી ઉભી રાખી. લેડીકોપ રોબને પકડીને લાવી  હતી અને દિનાને પુછ્યું આ કુતરો તારા ઉપર ભોંકતો હતોને? તુ ફરિયાદ લખાવીશ તો ત્રણ મહીના જેલની હવા વધુ ખાશે.

દિના અને રામા એ કહ્યું “અમે તેને ઑળખતા નથી..અમને કંઇ નુકશાન કર્યુ નથી તેથી તેની ફરિયાદ નથી કરવી..વળી અત્યારે તો તે પીધેલો છે તેથી તમે જે કરશો તે કાયદાકીય રીતે બરોબર હશે.”

થોડીક ચુપકીદી પછી લેડી કોપ કહે” તમે બંન્ને બહાદુર છો તેના અભિનંદન. પણ આવાથી ડરીને જે રહે છે તેને આ લોકો વધારે ડરાવતા હોય છે.”

લેડી કોપ કહે “તમે બંને એ કારનાં હોર્ન વગાડ્યા હતા તેથી તમને પુછવાનૂં ”

તેનુ કાર્ડ હાથમાં આપતા તે બોલી” દિના થોડોક સમય સાવધ રહેજે અને જરુર પડે મને ફોન કરજે” હવે ચમકવાનો વારો દિનાનો હતો કારણકે લેડી કોપે તેને તેના નામ સાથે વાત કરી.

ફડકતા હૈયે તેમના ઘરે પહોંચી જરા સ્થિર થયાને ફોન ની ઘંટડી વાગી.

નિખાર ફોન ઉપર હતો.” દિના કેતન ને કેમ છે?”

“તને કેવી રીતે ખબર પડી?”

“સ્ટીફીનો ફોન હતો તેણે કહ્યું કે કેતન અને રોબને મારા મારી થઇ ત્યારે તે ત્યાં હતી”

“પણ મારા મારી થઈ શા માટે?”

“રોબ પાસેથી કેતન છેલ્લા અઠવાડીયાથી બ્રાઉનના પડીકા લેતો હતો.”

“શું?”

“હા અને આજે પૈસા આપવાનો દિવસ હતો અને કેતન પાસે પુરતા પૈસા નહોતા”.

“ના હોય? હજીતો તે બાર વર્ષનો છે”

“પહેલા મફતમાં રોબ કુકી આપતો હતો અને હવે તેના વિના ચાલતુ નહીં હોય..”

“ઓ માય ગોડ!” કહી દિના ફોન ઉપર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: