મુખ્ય પૃષ્ઠ > Uncategorized > જીવનનો આધાર અંદર શોધીએ-આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ

જીવનનો આધાર અંદર શોધીએ-આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ

ડિસેમ્બર 13, 2009 Leave a comment Go to comments

http://www.gujaratsamachar.com/beta/images/stories/magazine/shatdal/17-12/14as1.jpg

સંકટ ભરેલી જિંદગીથી હારનારો હું નથી,
સાગર ડૂબાડી દે મને, તેવો કિનારો હું નથી;

આપણે સ્વભાવે સ્થૂળ દ્રષ્ટિવાળા છીએ. આપણાં જીવનને ટકાવી રાખવા માટે એવો જ સ્થૂળ આધાર પકડીએ છીએ. એ આધારને વળગી રહીએ છીએ. એ આધાર ગમેત્યારે તૂટી જાય તેવો તકલાદી હોય છે. ડૂબતો તણખલાને પકડે એવો આ ઘાટ થાય છે.

આથી કાંઈક જુદું અને વિશેષ પણ જોવા મળે છે. સ્થૂળ આધારના તકલાદીપણાને તેઓએ જાણી લીધો હોય છે. આવા સત્ત્વશાળી મહાપુરુષોના જીવનને જોતાં તેઓ બહારના સ્થૂળ આધારને પકડવાને બદલે અંદરના કોઈ સત્ત્વને આધારે ટકતાં હોય છે. આ વિચારને ટેકો આપતું એક વાકય છે.

सतां सिध्धि सत्वे वस्ति महतां नोपकरणो॥

(મહાપુરુષોની સિદ્ધિનો આધાર આંતર સત્ત્વ હોય છે. કાર્યના ઉપકરણો ઉપર એ સિદ્ધિ અવલંબતી નથી.)

જીવનનો અંત તો સુનિશ્ચિત છે જ. અંગત વ્યકત મૃત્યુ પામે ત્યારે તેને આધારે જીવતી વ્યક્તિનું જીવન અકારું થઈ જાય છે. તે વ્યક્તિ તે પછી મૃતપ્રાયઃ થઈ જાય છે. કારણ સ્પષ્ટ છે. પોતાના જીવનનો આધાર તે વ્યકતને બનાવ્યો હતો. એ વ્યક્તિ ગઈ તેથી તેનું જીવન ધરાશાયી થઈ જાય છે.

જેણે પ્રથમથી જ પોતાનો અધાર અંદર શોધ્યો છે તે વ્યકત તેવી રીતે તૂટી જતી નથી. બીજી ક્ષણે જ તે ફરી કામે લાગે છે.કયારેક તો આ બનવાનું હતું જ. આસત્ય તેણે સ્વીકારેલું હોય છે. પ્રકૃતિએ આપણને આવું બળ આપ્યું છે તો શા માટે આપણે આપણા જીવનનો આધાર બહાર કશે શોધીએ ? આપણે આપણા જીવનનો આધાર અંદર જ ગોતીએ. આ માટે પ્રથમ પગલાં જેવી પણ ખૂમારીભરી આ પંક્તિઓ યાદ આવે છે

સંકટ ભરેલી જિંદગીથી હારનારો હું નથી,
સાગર ડૂબાડી દે મને, તેવો કિનારો હું નથી;
મારે સદા અજવાળવા, અંધાર ઘેર્યા પંથ સૌ,
ચમકી અને તૂટી પડે, તેવો સિતારો હું નથી.

નવી હિંમત, નવી આશા, નવા જોમથી હૈયામાં હામ ભરી લઈએ; અરમાનને સિદ્ધ કરીએ.

પાઠશાળા“માંથી સાભાર

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: