મુખ્ય પૃષ્ઠ > દુર્લક્ષ્ય > દુર્લક્ષ્ય -5

દુર્લક્ષ્ય -5

ડિસેમ્બર 7, 2009 Leave a comment Go to comments

આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

તે દિવસની સવાર કેતનથી ફરી બગડી. રમા તેના તૈલ ચિત્રોમાં સુંદર રંગ ભરી રહી હતી કેતને આવીને મમ્મી પાસે પૈસા માંગ્યા. આ કોઇ ચિંતા કરવાની ઘટના નહોંતી દરરોજની જેમ તેણે કેતનને 20 ડોલર પાકીટમાંથી લઇ લે તેમ કહ્યું અને તે રંગ પુરતી રહી. બપોર પડી અને કામ કરવા વાળી જોએલ કામ પુરુ કરીને તેનો પગાર લેવા આવી ત્યારે પાકીટ ખાલી જોઇને વિચારમાં પડી ગઇ. જોએલને કહ્યુ તુ જરા નીચે રાહ જો હું હમણા તને પૈસા આપુ છુ કહી તે માસ્ટર બેડરૂમનાં કબાટ તરફ વળી જોએલને જે વેતન આપવાનુ હ્તુ તેટલા પૈસા કાઢીને તે નીચે આવી. તેને ખબર હતી પર્સમાં એકસો બત્રીસ ડોલર હતા અત્યારે ખાલી સોનો નોટ હતો એટલે વીસને બદલે બત્રીસ ડોલર લઇને કેતન ગયો.

એણે દિનાને ફોન કરીને પુછ્યુ “બેટા મારા પાકીટમાંથી તેં પૈસા લીધા હતા?”

દિના કહે “ના મમ્મી. મને હવે કેશની જરુર જ ક્યાં છે મારી પાસે તો ક્રેડીટ કાર્ડ છે.”

લંચ ઉપર રામાનુજમ આવ્યો ત્યાં સુધીમાંતો કેતન ચોર થઇ ગયો આજે બાર ઉઠાવ્યા કાલે એકસોવીસ અને ક્યારેક બારસો ઉઠાવશે ક્યાંક દુકાનમાંથી ઉપાડશે અને પોલીસ ઘરે આવશે તો કેવુ લાગશે જેવુ વિચારી વિચારીને અર્ધી થઇ ગઇ. રામનુજમને જમતા જમતા વાત કહી ત્યારે તો લગભગ ગુસ્સામાં અને પછી દુ:ખમાં રડી પડી.

રામાનુજમ કહે ” એને એની શાળાથી આવવા દે. તુ ગુસ્સે ના થઇશ હું શાંતિથી પુછી લઇશ.”

રમાનો ગુસ્સો હજી ૧૦૨ ડીગ્રી પર હતો. સમય વહેતો જતો હતો.

દિના કેતન ને લઇને આવવી જોઇએ

આબાજુ નિશાળ ઉપર પોતાની રાઈડની રાહ જોતો હતો. તેની આતરિક હાલત ભયભીત હતી. તેણે આજે લંચ પણ ન લીધુ અને રોબર્ટ સાથે થયેલી મારા મારી થી વાગેલા ઘા ઉપર ટીચરે પટ્ટી તો મારી પણ ડર ખુબ લાગતો હતો. ગઇ કાલે લીધેલી પડીકીથી સવારે ચક્કર આવત હતા

અને તે ચક્કરમાં ચક્કર થઇ ગયુ. નશામા લફરુ થઇ ગયુ..અને રોબે તેની બેન નો પક્ષ લઇને બે થપ્પડ રસીદ કરી દીધી..પ્રિન્સીપલ એગવેલ હતા નહી તેથી બચી ગયો..પણ પૈસા બધા રોબ ધામી ગયો…

દિના તો એને માથે પટ્ટી જોઇ હેરાન થઇ ગઇ..” શું થયુ કેતુ..?”

” કંઇ નહી.. રોબ સાથે હાથા પાઇ થઇ.”

“પણ રોબ તો તારાથી મોટો છે તેની સાથે લડવા કેમ ગયો?”

” દીદી મને કશુક ખાવા આપ્યુ અને પાચ મીનીટ પછી કહે તે જેનીને કેમ છેડી?”

” અરે જબરી દાદાગીરી છે!..પછી?”

” મને તો ઉંઘ આવતી હતી તેથી હું કશુ કઇ જવાબ આપુ તે પહેલા બે થપ્પડ મારી અને મને કહે તુ આટલી નાની ઉંમર બ્રાઉન પીએ છે.. ચાલ પૈસા કાઢ..કહી ગંદી ગંદી ગાળો બોલતો ફરી મને મારવા આવતો હતો તેથી મે પૈસા આપી દીધા.”

દિના કેતન ને લઇને ઘરે જવુ કે પ્રિન્સિપાલ પાસે તે નિર્ણય ન કરી શકી પણ તેના સુજેલા ગાલ સામે જોઇને પહેલા પપ્પાને દવાખાને લઇ જવો તેમ વિચારી તે દવાખાના તરફ વળી.

રામા તો કેતનને પડેલા મારથી સમજી ગયો કે ગેંગમા કેતન સપડાયો…તેની સારવાર કરીને પોલીસને ફોન કર્યો અને કેતનની સ્કુલમાં નર્સને ફોન કર્યો.

નર્સ કહે “કેતને બ્રાઉન સુગર ખાધી છે પ્રિન્સિપાલ એગ્વેલ નથી તેથી તેને સારવાર આપીને છોડી દીધો છે.”

રામા કહે” તેને કેક ખવડાવીને રોબે લુટી લીધો છે..નર્સ કહે કાલે તમે સ્કુલમા ફરિયાદ કરજો અને કહોતો પોલીસ કોન્સ્ટેબલને તમારે ત્યાં મોકલાવી આપુ.”

રામા કહે ” ભલે હુ મારા વકીલ સાથે વાત કરી પછી તમારી સાથે વાત કરીશ”

નર્સ કહે ” વિચારીને કરજો. કેટલા ડોલર હતા?”

રામા કહે “૩૨ ડોલર.જાણે તે તો કઇ ખાસ નહોતા પણ તેને માર્યુ છે એટલે…”

નર્સ કહે ” આપના મિત્ર કેવલરામાની ના છોકરા સંદીપનાં મર્ડરનો ચાર્જ તે રોબ ઉપર છે..તમારી જગ્યાએ હું હોઉ તો કેતન ને બ્રાઉનથી બચાવવાનું વિચારો…એક વખત ખાધી તેથી આ ઉંમરે તેનો આદી બનતા વાર ના લાગે…”

રામા કહે ” મને અંદાજો આપશો તેણે કેટલી બ્રાઉન સુગર લીધી હતી”

” તેના વજન પ્રમાણે તો ઘણી બધી…અને કેતનની વાત માનવાને બદલે તેને આ દળદળમાથી બહાર કાઢવા મથજો”

નર્સની વાતોથી અને કેતનની દશાથી મુઝાયેલા રામાએ તેને ગ્લુકોઝ ઉપર ચઢાવી દીધો. દિના રડતી હતી અને રમા ફોન ઉપર દિનાને રડતી સાંભળી ને દવાખાને પહોચી…તેનો ગુસ્સો બેભાન જેવા કેતન ને જોઇ ક્યાય હવાથઇ ગયો…

Advertisements
  1. ડિસેમ્બર 14, 2009 પર 7:05 એ એમ (am)

    બ્રાઉન સુગરનું આ દૂષણ અમેરીકા થી ભારત અને ગુજરાતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. નાના શહેરો-ગામો તો હજી ઓછા ફસાયા છે પણ અમદાવાદ,વડોદરા અને સુરત જેવા શહેરોમાં પરિસ્થિતી વણસી રહી છે. ત્યારે તમારી આ વાર્તા સાચી દિશા બતાવે એવી આશા રાખીએ.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: