Home > દુર્લક્ષ્ય > દુર્લક્ષ્ય -4

દુર્લક્ષ્ય -4


આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

રમા અને ડો. રામાનુજમનું લગ્ન જીવન આમ તો એક ઉબડ ખાબડ ચાલ્યુ જતુ હતુ..દિના અને કેતન દિવસે દિવસે મોટા થતા જતા હતા. દિનાની સોળમી વર્ષગાંઠની પાર્ટી હતી ત્યારે કેતન ઘરમાં પહેલી વખત સીગારેટ સળગાવી રામાજુનમની અદામાં સ્ટેજ પર આવીને કોમેડી કરતો હતો ત્યારે દિના સિવાયનાં બધા મિત્રો તેની નાદાનીયત ઉપર હસતા હતા. દિના ત્યારે જાણતી હતી કે તેનો નાનો ભાઇલો સૌનું ધ્યાન ખેંચવા અને ખાસતો દિનાની વર્ષગાંઠ બગાડવા આ કરતો હતો. દિનાએ તેના મિત્રોની સામેજ કેતન ને ખખડાવ્યો..આ કંઇ સારા લક્ષણ નથી પપ્પાની તે કંઇ નકલ ઉતારાય ? સીગારેટ પીવાની બાબતે મોટુ લેક્ચર ઝાડી દીધુ. રમાબેન ને કેમ તે વખતે દિનાને રોકવાની ઇચ્છ ના થઇ અને કેતનના મગજે ફરી નોંધ લીધી કે હું કાળો છું ને તેથી દીદી મને ખખડાવે છે. અને મમ્મીને પણ દીદીની વાત સાચી લાગે છે બાકી આ તો પપ્પા ની મજાક નો એક ભાગ હતો..બધા કેટલુ હસતા હતા.

 તે તેની ઉંમર કરતા વધુ ઝડપથી મોટો થઇ રહ્યો હતો. દિનાને મળેલી ગાડી અને તેને ગાડી ચલાવવા મળેલુ લાયસંસ તેને ખુંચતુ હતુ.. ક્રેડીટ કાર્ડ મળ્યુ ત્યારે તો તે બળીને રાખ થૈ ગયો. તેને તો જલ્દી જલ્દી બધુ જ કરવુ હતુ. રમા તેના ઉપર ખુબજ કડક રહેતી અને સમજાવવા મથતી કે દિના હવે કેટલો સમય તે ઘરમાં.. તેના ગયા પછી બધુ તારુ  જ થવાનુ છેને…રામાનુજમ રમાને કહે કે તે આવો જ હતો નાનો હતો ત્યારે..તેને પણ તેની દીદી ગમતી હતી પણ તેનાથી નાનો અને રામાથી મોટો શીવા સાથે તે કાયમ લઢતો અને બાખડતો. કેતન તેનુ જ બચપણ છે. રમા કહેતી ભાઇ બહેન જઘડે તે નવુ નથી પણ દિનાને મારો ભૈલો ભૈલો કરીને મોં સુકાતુ નથી જ્યારે ભૈલાને તો દીદી માટે ભારે ઝેર્. એ કંઇ ચલાવી ના લેવાય.

દિના પાસે હવે કાર હતી ક્રેડીટ કાર્ડ હતુ અને 12 પાસ કરીને તે હાવર્ડ્માં જવાની હતી તેથી કેતનને ક્યારેક અવગણીને તો ક્યારેક તેની વાતો ખોટી છે કરીને મમ્મીને પોતાના તરફ વાળી લેતી. ઉગતી જવાની અને જરૂર કરતા વધુ લોકો તરફથી મળતા ભાવને કારણે દિના પોતાની જાતમાં સફળ પેંટર અને સફળ નૃત્યાંગના માનતી. હાવર્ડમાં પેંટીગની તાલીમ લેવાની હતી તેથી રાઇ તો ભરાવાજ માંડી હતી. તેવામાં તેના ચિત્ર રણમાં ભટક્તો પ્રેમી (મજનુ)  ને તેની સ્કુલ ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ પારિતોષીક મળ્યુ ત્યારથી તો તે તેની કારકીર્દી માટે સભાન થઇ ગઇ. તેની પેંટીગ શિક્ષિકા લોરેલ તેને ચિત્ર સમજાવવા સતત રંગોની પરિભાષા અને પીંછી દ્વારા સર્જાતા વણાંકો માટે સતત કહેતી રહેતી. તે દિવસે જ્યારે “મજનુ” ચિત્રમાં તેણે સાંજનું ચિત્રણ કરવા ઝાંખો નારંગી રંગ ભર્યો ત્યારે લોરેલે તેને સાથે કીરમજી રંગનીં ભલામણ કરી અને તેનો અમલ કર્યા પછી તો મજનુ જાણે જીવંત થઇ ગયો. પારિતોષીક વાળુ ચિત્ર 250 ડોલરનું પારિતોષીક લઇને આવ્યુ ત્યારે રમા ખુબ જ ખુશ હતી.

કેતન તે સમયે સ્ટુડીયોમાં આવીને બોલ્યો..દીદી મારું આવું ચિત્ર કેમ બનાવ્યું છે ? ત્યારે પહેલા તો તેને લાગ્યુંકે તે મશ્કરી કરે છે. પણ રમાએ જ્યારે તે ચિત્ર ધ્યાન થી જોયુ ત્યારે તે પણ બોલી દિના તારુ ચિત્ર આ ખુણે થી જોઇએ છે તો કેતનનો ચહેરો ઉપસાવે છે. થોડાક સમયની ચુપકીદી પછી રમા બોલી પેંટર જેને બહુ ચાહતો હોય તેનુ ચિત્ર અજાગૃત મન હરદમ ઉંપજાવ્યા કરે. મારા શરુઆતનાં ચિત્રોમાં અને તારા જન્મ પછીના ચિત્રોમાં આ તફાવત દેખાતો હતો. તને તારો ભૈલો બહુ વહાલો છે ? તે કેતનને જોઇ રહી હતી અને એકદમ તેને વહાલ ઉભર્યુ..કેતનને છાતી સરસો ચાંપી દીધો. સામન્ય રીતે તેનાથી આવા વહાલનાં હુમલે કેતન ચીઢાતો પણ આજે તે શાંત હતો. બહેન ના વહાલને માણતો હતો. પણ રમા બા છંછેડાયા.  કેતન!  અને પાછુ ફરીને દિનાને કહ્યુ છોકરો હવે મોટો થઇ ગયો છે તેને બાથમાં નહીં લેવાનો…

દિનાને ગમ્યુ તો નહીં પણ કેતનનાં બહાર ગયા પછી રમાબેન બોલ્યા તે તારી છાતી સામે પુરુષની જેમ જોતો હતો. દિના તો છક્ક જ થઇ ગઇ એને લાગ્યુ કે મમ્મી વધારે પડતુ કરે છે. પણ તે ઘણી વખત સાચી પડી છે તેથી વિરોધ કરવાને બદલે મૌન રહી..તેને તો એવુ કદી લાગ્યુ નહોંતુ. અને એવી નજરોથી તે વાકેફ નહોંતી તેમ પણ નહોતુ. નીખાર એને એવી રીતે જોતો અને તેને ગમતુ હતુ. જો કે દરેક બોય ફ્રેંડ બનવા મથતા છોકરાઓ એને આવી જ નજરે જોતા હતાને?

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: