Home > દુર્લક્ષ્ય > દુર્લક્ષ્ય-3

દુર્લક્ષ્ય-3


આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

સાંજે ગુજરાતી રેસ્ટોરંટમાંથી જમીને પાછા આવતા હતા ત્યારે રામાએ રમાને ખખડાવવાની શરુઆત કરી

” રમા તને અજાણ્યા લોકો સાથે ખપાવતા શરમ નથી આવતી ? “

“મુંબઇનાં પાર્લાવાળા માસીનો દિયર હતો કેસરી. “

“હા. મને ખબર છે. પણ લો લાવો અને પડતુ મુકો ના કરી શકાય્?  આખા ગામની ખબર લેવાની અને રાખવાની તારી આ પંચાત મને તો નથી ગમતી.”

નાનો કેતન કહે “મોમ આ પંચાત એટલે શું ? “

દિના બોલી – જરૂર વિનાની ચર્ચા.

રમા કહે ના એ જરૂર વિનાની નહોંતી તેણે મને ગુજરાતી સમાજ્ના મેળવડા માટે આમંત્રી. અને દિના અને કેતનની જોડીને સ્ટેજ પર લાવવા કહેતો હતો.

દિના 8 વર્ષની અને કેતન 4 વર્ષનો અને સત્યમ શિવમ સુંદરમનું ગીત राधा क्युं गोरी में क्युं काला રજુ કરવાનું નક્કી કર્યુ છે.

રામાનુજમ શાંત થઇ ગયો..હવે એક મહીનો ભાઇ બહેન અને રમા બધા પ્રેક્ટિસમાં લાગી જશે..અને તે સ્ટેજ પાછળનો મુલ્યહીન માણસ થઇ જવાનો.પણ ખૈર તેને ગમતુ હતુ કે દિના અને કેતન અમેરિકામાં ભારતિય સંસ્કૃતિથી જાણકાર થતા હતા. આમેય તેના બાપાએ તેને મેડીકલ કોલેજમાં એડમીશન અપાવ્ય સિવાય કોઇ ધાડ મારી નહોંતી તેથી તેણે પણ કંઇ બાળકો મટે કરવાનું હોય તેવુ તે સમજતો નહીં…અને રમા બધુ જ કરતી હતી તેથી તે પૈસા કમાવાનુ અને સાંજે સોકર જોવાનુ અને બીયર પીવાનું એ બે કામ કરતો. રમા માનતી કે રામ ભલે ક્યાંય મદદરૂપ ન થતો હોય પણ તે જે કરતી હોય તેમા વિઘ્નો પણ નથી નાખતોને..

એક મહીનાની પ્રેક્ટીસ અને તેના નૃત્ય શિક્ષકની તાલીમથી બંને ભાઇ બહેન તૈયાર થઇ ગયા. કેતનને જરકસી જામા અને વાઘા પહેરાવ્યા માથે મુગટ અને મોરપીંછ અને વાંસળી આપી અને સ્ટેજ ઉપર ગીત વાગે અને તે પ્રમાણે રમાબેન જે માતા યશોદા બનવાની હતી તેને પુછવાનું હતું. દિના રાધાનાં પાત્રમાં હતી. ઘણા બધા પ્રોગ્રામ હતા અને જ્યારે કેતન નો વારો આવ્યો ત્યારે તે ઉંઘમાં હતો તેથી તેને સુતેલો રાખીને રમાએ અને દિનાએ તે કાર્ય ક્રમ રજુ કર્યો..અને ખુબ જ તાળીઓનાં ગડ ગડાટ સાથે તે કાર્યક્રમને પ્રથમ ઇનામ મળ્યુ.

પાછા જતી વખતે દિના કેતન નો ફુંગરાયેલો ચહેરો જોઇ ને ડરી ગઇ. કેતન કહેતો હતો મને ઉઠાડવો તો જોઇએને..દિના કહે  ભૈલા તુ સખત થાકેલો હતો અને મેકપ પણ બગડી ગયો હતો અને કેશરી મામા કહે હું એને રાખીશ તમે સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપી આવો. કેતન થોડુંક રડ્યો પણ તેને તે દિવસે સમજણ તો પડીજ ગઇ કે મમ્મી વેરો આંતરો કરે છે. હું કાળો છુંને તેથી. દિના કહે ના ભૈલા એવું નથી.

પપ્પાને પણ એવું લાગ્યુ પણ હવે સ્ટેજ નથી કે નથી પ્રેક્ષકો..તેણે તો આગળ વીડીયો કરેલ તેમની પ્રેક્ટીસની ટેપ કાઢી અને બતાવવા માંડ્યુ કે ડાંસ કરવું એ છોકરીઓનું કામ સારુ થયુ કે તને ઉંઘ આવી ગઇ. ચાલ આપણે સોકર તરફ ધ્યાન વધુ આપીયે. એ પુરૂષોનું કામ છે.. કલા બલા તો ઠીક મારા ભાઇ અહીં તો ભણ અને મજા કર. ચાર વર્ષનો કેતન સમજ્યો બધુ પણ તેની આંખ ચુમતી હતી તેને રહી રહીને યાદ આવતુ હતુ કે મમ્મીએ મારી સાથે આવુ કેમ કર્યુ ? મોટી બેનને આગળ લાવે છે અને મને પાછ્ળ રાખે છે. દિનાથી કેતનનાં આંસુ જોવાતા નહોંતા તે વારે વારે આવી ભૈલાને વહાલી કરી જતી હતી.

તે રાતે કેતન ને સ્વપ્નુ આવ્યું બે વિચિત્ર અઘોરી તેને ઉંચકી જવા આવ્યા છે અને દિના તે થવા દેતી નથી. મમ્મી ઉભી ઉભી હસે છે અને બુમો પાડીને કહે છે કેતનને છો લૈ જતા અઘોરીઓ! તુ બેટા અહી આવી જા…પણ દિના કહે છે મમ્મી ના મારો ભૈલો છે હું નહીં આપુ. થોડી વારે તે અઘોરીએ સ્વરૂપ બદલ્યુ અને મગર બનીને પગ પકડ્યો દીના તો બુમો પાડતી જ રહી અને મગર કેશરી મામા બનીને બોલ્યા રમાબેન તે સુઇ ગયો છે ને સુઇ જવા દો અને તેમણે તેના જરકસી જામાને ઉતારી લીધો કેતન જોરથી બુમ પાડીને જાગી ગયો..પરસેવે રેબ્ઝેબ અને પથારી ભીની કરી દીધી હતી.

દિના ઉઠી ગઇ તેણે છાનુ છાનુ રડતા કેતન ને પાણી પાયુ અને પુછ્યુ શું થયુ ભૈલા બીક લાગી.. તેણે હા પાડી અને બેન ની ગોદમાં લપાઇને સુઇ ગયો. તેને લાગતુ હતુ કે મમ્મી એ આવુ નહોંતુ કરવુ જોઇતુ..તેને આ ઘટનામાં પોતાની જાતને પણ દોષી માનતી હતી..પણ તેને કનૈયાનો જરક્સી જામો પહેરી માથે મોર્પીંચ્છ લગાવેલી કૃષ્ણની પોતાની મુરત બહુ ગમી અને તેથી પણ વધુ લોકોએ પાડેલી તાળીઓનાં ગડગડાટ માં તે ઝુમતી હતી.તેને બદલે કેતને આ રોલ કર્યો હોત તો બધુ સાદુ સાદુ હોત્ તેને મમ્મી આ તબક્કે સાચી લાગી. કેતન નાગાલ પરનુઉં આંસુ લુંછી તે પોતાના બેડ ઉપર સુવા ગઇ.

 

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: