દુર્લક્ષ્ય-2

નવેમ્બર 25, 2009 Leave a comment Go to comments

આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

નાનો કેતન પપ્પાને જોઇ રહ્યો હતો. તેને સમજણ નહોંતી પડતી કે પપ્પા રાત્રે એકદમ સરસ હોય છે અને સવારે આમ માથુ પકડીને કેમ બેસે છે. ગરમા ગરમ કોફી મારીયા આપી ગઇ. રમા તેના સ્ટુડીયોમાં નવું કેનવાસ કેળવતી હતી. બંને ભાઇ બહેન ટી.વી. ઉપર ટોમ અને જેરીનાં શો જોતા હતા. દિના કાયમ કેતન ને આ શોમાં હસતો જોતી અને બહુ હરખાતી. ભલે તે કાળો હતો પણ તેનો ભાઇ હતો. અને તે માજણ્યા ભાઇને જોઇને તેને બહુ જ હેત ઉભરાતુ. અર્ધા કલાકે જ્યારે રામાનુજમ્ નીચે આવ્યો ત્યારે ફોન ઉપર રમા કોઇકને તેના પહેલા ચિત્રનાં વેચાણનો આનંદ વ્યક્ત કરતી હતી. રામાનુજમ તે સાંભળી ને પહેલા તો મલક્યો પણ પછી મોટેથી ઘાંટો પાડ્યો “રમા મારા માટે ઉપમા બનાવ. બીલ્કુલ અમદાવાદી”.

રમાએ તેના રુમમાંથી ફોન મુકીને  હાથમાં દસ હજારનો ચેક લઇને આવી. રામાનુજમને તે હાથમાં આપી કહે “ડાર્લીંગ! જો તો મારી પીંછીની કમાલ.”

તમીલમાં રામા બોલ્યો મને ચુનો અઢી હજારનો લાગ્યો. પણ રમાને તે ન સમજાયુ.  ગેલેરીએ તેના 12500માંથી 10000નો ચેક મોકલ્યો. પણ રમા ખુશ હતી તેથી થોડા ગેલમાં આવીને કહે..”રમા તારી નવી કારકીર્દીની પહેલી સફળતા મુબારક! ”  આ કનક રેડ્ડીની કમાલ હતી. 12500 ગેલેરીને આપેલું દાન ખર્ચો ગણાશે અને ગેલેરી નવા કલાકારોનાં ઉત્તેજન માટે વપરાતા પૈસા તરીકેનુ અનુદાન ગણી ખર્ચ બતાવશે. આવક ન વધે તે માટે થનારા ગોટાળા કનક સાચવી લેશે.

ગરમાગરમ ઉપમા અને કોફી પીતા બંને ગાર્ડનમાં બેઠા હતા તે ફોટો મારિયા પાસે પોલોરોઇડ કેમેરામાં દિનાએ લેવડાવ્યો અને તે મમ્મીનાં સ્ટુડીયોમાં પહોંચી. કાગળ લીધો અને તેના ઉપર સ્કેચ દોરવા માંડ્યા..કેતન બેન ની સાથે સ્ટુડીયોમાં આવ્યો અને દિનાને જોતો રહ્યો. સ્ટેંસીલ પર કાગળ ગોઠવીને મમ્મીની અદામાં દોરવા માંડ્યુ. પુરી ત્રીસ મીનીટે જ્યારે મમ્મી ઉપર આવી ત્યાં સુધીમાં તો ચિત્ર તૈયાર થઇ ગયુ હતુ. ભાઇ અને બહેન બંને ઉત્સુકતાથી મમ્મીની રાહ જોતા હતા. નાનો કેતન બોલ્યો “મમ્મી! દીદીએ તમને બંનેને કેવી સરસ રીતે દોર્યા ?”

રમા તો દિકરીનું પરાક્રમ જોઇને આભીજ બની ગઇ. આઠ વર્ષની દિનાને ઉંચકી લઇને આનંદનાં અતિરેકમાં ઘેલી બની ગઇ. કેતન પણ રમાનાં આ પ્રતિભાવથી પ્રસન્ન હતો. સ્ટુડીયોમાંથી દોડતી દોડતી તે દિનાને લઇને રામુ ઓ રામુ કરતી તેના માસ્ટર બેડ તરફ ભાગી.રામાનુજમ નહાઇને બહાર નીકળ્યો હતો અને દોડતી આવતી રમાને જોઇને બોલ્યો..”રમા સંભાળજે!”

“પણ જો તો ખરો..આ દિનુનું પેંસીલકામ.. આ ઉંમરે આટલી સાફ રેખાઓતો મારી પણ નહોંતી ”

” મોરનાં ઇંડા ચીતરવા ના પડે રમા તારી દિકરી તારા કરતા સવાઇ થશેજ્.”

” અરે આવી સફાઇથી તો તે ક્યાંની ક્યાંય પહોંચશે મારુ દિંકુ બેટુ  ” કહીને ફરીથી તેને ગળે લગાડી. કેતન તેને જોઇ રહ્યો હતો તે સમજતા રામુ બોલ્યો “ઠીક હવે દિકરી જાતને બહુ પોરસાવવી નહીં એને તો સર્વગુણ સંપન્ન બનાવવાને કે જેથી સાસરે સ્થિર થાય્. તેનો ડાન્સ ક્લાસ કેવો ચાલે છે?”

” અરે દિંકુ બેટો તો ત્યાં પણ હોંશિયાર છે. તેની રત્ના મેડમ તો કહે છે તેની નૃત્ય નજાકત તો અજબ છે અને એક જ વખતમાં મુદ્રા શીખી જાય છે. ”

“રમા મારે હવે મોડું થાય છે આજે કૉલ ઉપર છું મારે જવુ પડશે.”

“આજે રવિવારે પણ!”

” રમા  તને તો ખબર છે ને કે લક્ષ્મી આવતી હોય ત્યારે મોં ધોવા ના જવાય? ”

“હા પણ આજે કેતન ને વોલીબોલની પ્રેક્ટીસ માટે લઇ જવાનો છે તે યાદ છે ને સાંજે પાંચ વાગે?”

“અને હા આજે તારી સાથે ગુજરાતી હોટેલમાં જમવા જવાનું છે તે પણ યાદ છે.”

તેની મર્સીડીઝ નીકળી અને બધા તેને આવજો કહી ઘરમાં દાખલ થયા.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: