Home > દુર્લક્ષ્ય, વિજય શાહ > દુર્લક્ષ્ય

દુર્લક્ષ્ય


કેતન અને દીના આમતો એક જ માનાં સંતાન પણ કેતન શ્યામ અને દીના શ્વેત..રમાબા ખુબજ સુંદર અને રામા ઐય્યર શ્યામ તેથી કેતન બધાજ પિતૃ ગુણો લઇને આવેલો..પણ એક ગુણ રમાબાનો તેનામાં ભારોભાર હતો અને તે તેની સંવેદનાઓ ખુબ જ તીવ્ર..દીનાને પણ તે ગુણ કળાનાં સ્વરૂપે ફળેલો અને તેથી તે બધી સંવેદનાઓ ચિત્ર સ્વરૂપે ઉતરે.

રામા ઐય્યરને તે  ન ગમે પણ રમાબા તો પેટભરીને દીકરીને પોરસાવે. નાનકડો કેતન આ જુએ અને મોટીબેનની જેમ ચિત્રો બનાવા જાય પણ તે જાણે ઓરમાયો દિકરો હોય તેમ રમાબા તેની ખોડ જ કાઢે. રામા ઐય્યર તો કેતન ને બાગમાં લઇ જાય અને સતોડીયુ રમાડે અને રમતગમતની વાતો કરે…ચામડીનો રંગ જુદો એટલે કાયમ એમ જ કહે તુ ઘાટીલો અને નટવરનો કાનો છું. પણ જેમ ઉમર વધતી ગઇ તેમ કેતનને ચામડીના રંગની તાકાત સમજાતી ગઇ. દીનાને મળતા પ્રાધાન્યથી કદીક તેને ઇર્ષા થતી અને ક્યારેક રમાબા ઉપર તેને બહુજ ગુસ્સો આવતોકે તેમણે તેને કાળો કેમ જન્મ આપ્યો?

રમાબા અમેરિકા આવવાની વાતોને કારણે ડો.રામા ઐય્યરને પરણ્યા તો ખરા પણ દીનાનાં જન્મ પછી તેનુ આખુ ધ્યાન બધી જ રીતે દીના ઉપર સ્થિર થઇ ગયું. પેજર અને કોલ વડે બંધાયેલ ડોક્ટર તો જાણે ડોલર કમાવાનું મશીન બની ગયા હતા.અને વધેલો સમય રમ અને ફુટબોલની મેચ જોવામાં પસાર થતો. રમા તો સ્ટેટસ સીમ્બોલ..શુક્રવારે રાતની પાર્ટી માટેનું…બાકી આમ જુઓતો કોઇ જિંદગીજ નહીં. લોંગ આઇલેંડનાં મ્યુજિયમ મેંશનની એક રાણી..શરુ શરુમાં તો જ્યાં સુધી અમેરિકાનું ઝળહળ રૂપ નશો રહ્યો ત્યાં સુધીતો તે મનમાં ઝુમતી અને ગાતી पियाका घर है रानी हुं घरकी..

તેના ચિત્રોને બરફીલું સૌંદર્ય તે આપતી. વસંતમાં કનેક્ટીકટનાં તે સર્વ ઝાડપાન સુંદર રંગો ધરતા તે રંગોને કેનવાસ પર ઉતારતી. ઇંસ્યોરંસ એજંટ કનક રેડ્ડી પાર્લાનો હતો એને તમીલ પણ આવડતી અને ગુજરાતી એટલે આવે ત્યારે પહેલુ વાક્ય બોલે-તમીલ લઢણમાં “ઐયોજી નવુ ચિત્ર શું બનાવ્યુ છે…તુમ સરસ ચિત્રકાર સુંદરી…” અને ચાર વરસની દિના ખડખડાટ હસતી…કનક દર મહિને હપ્તો લેવા આવે. રામા ઐયરને સારી એવી માહીતિઓથી વાકેફ કરે અને દર મહીને નવા નવા નામે પૈસા લઇ જાય.

તે દિવસે તે ભાળી ગયો કે રમા અને રામા વચ્ચે વૈચારિક સંઘર્ષ ઘણો છે. જો કે તે વખતે કેતન તો ચાર વર્ષનો અને દિના આઠની. રામા કાયમ એમજ માને કે તે હતો તો રમા આટલા મોટા મેંશનમાં રાણીની જેમ જીવી શકે છે. રમા કહે કે અમેરિકા અને તારી ડોક્ટરની ડીગ્રી જોઇને તો મારી મા એ મારો ભવ બગાડ્યો. મને શું ખબર કે પૈસા કમાવાનું તું મશીન બનીને પતિ મટી ગયો અને મને ખરીદેલી બાંદી સમજીને ઘરમાં એક પુતળી બનાવી તુ રમા ને બદલે ‘રમ’માં ઘુત થઇ ગયો.

અરે હું પણ જીવતું માણસ છું મને પણ મારો માણસ એવો જોઇએ કે જે મને માણસ સમજે અને ખરા દિલથી પ્રેમ કરે. નાનકડી દીનાને મા રડે તે ના ગમે અને ‘રમ’ માં ધૂત પપ્પાની લવારીથી ખુબ જ ત્રાસ થાય..નાનો કેતન પુછે પણ ખરો આ પપ્પા શું પીને આમ ઝુમ્યા કરે છે અને મમ્મી કેમ ઘાંટા જ પાડ્યા કરે છે? એ પ્રશ્નો તો દિનાને પણ થતા હતા અને તેનો જવાબ મેળવવા તે પણ મથતી હતી.

બીજે દિવસે મમ્મી કોઇકની સાથે વાત કરતી હતી અને દિનાએ જોયુંતો મમ્મી ખુબ જ આનંદમાં હતી. હસતી હતી અને ગણ ગણતી હતી. आज मदहोश हुआ जाए रे मेरा मन मेरा मन.. शरारत करनेको ललचाएरे मेरा मन मेरा मन.. દિના રાજી હતી કારણકે તેની મા ખુશ હતી..અને જાણતી હતી કે હવે મા સ્ટુડીયોમાં જશે અને કેનવાસને સુંદર મઝાનાં રંગો થી ભરવા માંડશે..એણે જોયુંતો કેતન પણ મા રાજી હતી તો તે પણ રાજી હતો.. એક માત્ર રામા ઐયર હજી શનીવારની સુખ ભરી નિંદર માણતા હતા.

ત્યાં ડોર બેલ રણક્યો…કુરીયરમાં દસ હજાર ડોલરનો ચેક હતો..તેનું ચિત્ર 13000 ડોલરમાં વેચાયુ હતુ..પૈંટીંગની દુનિયામાં રમાનો આ પહેલો પ્રવેશ હતો. રામા ઐયરની આંખો ડોરબેલને કારણે ખુલી હતી. અને હેંગઓવરને લીધે માથુ ખુબ જ દુ:ખતુ હતુ.

  1. January 26, 2011 at 9:09 am

    Many small small issues you have narrated very well sir.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: