મુખ્ય પૃષ્ઠ > આંસુડે ચીતર્યા ગગન > આંસુડે ચિતર્યા ગગન (22)

આંસુડે ચિતર્યા ગગન (22)

ઓક્ટોબર 5, 2009 Leave a comment Go to comments

[ani_Woman_crying.gif]

bataliyah.blogspot.com

ગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો

 

જૂની ઢબનું દીવાનખાનું સુસજ્જ હતું. શ્રી કૃષ્ણની મોટી અર્જુનને ઉપદેશ આપતી મૂર્તિ અને રથ બરાબર મધ્યના ટેબલ પર હતું. કાંસાનું એ બારીક શિલ્પ ખૂબ સુંદર હતું. બદામી કલરના સોફાસેટ, સાગના ફ્રેમમાં ઊગતા સૂર્યનું કુદરતી દ્રશ્ય અને ઝાંખા પીળા કલરની દિવાલની પશ્ચાદભૂ ખરેખર અદભુત હતી.

બેસ બિંદુ ! અર્ચી મહેમાનને બેસવાનું કહેવાનો વિવેક પણ ચૂકી ગઈ કે શું ?’

ના બા એવું નથી હું તો આ બધું જોવામાં રહી ગઈ. ખરેખર અદભુત છે.

શું ?’      

 ‘આ સજાવટ.

શું છે બેટા તારું નામ ?’

અંશીતા…’

અરે વાહ ! અંશકાકાની ભત્રીજી એટલે અંશીતા ખૂબ સરસ નામ છે તારું તો.

બેટા બા ને જે જે કરો.

જે જે…’

સરસ ! ખૂબ ગુણિયલ દીકરી છે ને તું તો…’

સાચું કહું ને મુંબઈથી આવ્યા પછી અર્ચુ તો તમારી વાતો કરતા થાકતી જ નથી.’ 

 ‘હં.

હા અંશીતાને જોઈને એમ જ કહે કે કેવી ડાહી છોકરી છે. હસમુખ સરળ નિખાલસ અને બિલકુલ અંશ જેવી જ…’

કેમ ?’

તમે તો કહેતા હતા કે અંશ જેવી છે એટલે તો અંશીતા નામ રાખ્યું છે અને એ બહાને તમને યાદ કરીએ છીએ.

હા એ તો છે જ.

અંશ જો એટલો વહાલો હોય તો એના જેવી ભત્રીજી કેમ વહાલી ન હોય કેમ ?’

બિંદુ હસી પડી હા એ ખરું.

બા એક વાત પૂછું ?’   

   ‘હા..

આજે અંશે બહુ સરસ વાત કરી.

શું ?’     

 ‘ આ જન્માક્ષરો નડે છે ને તો હોમ હવન ને જ્યોતિષ બાજુ પર મૂકીને પેલા ગણેશની જેમ ભાઈ ભાભીની આસપાસ સાત ફેરા ફરી લઈએ.

ગાંડી છોકરી ! જ્યોતિષ આપણા ભલા માટે જ કહેતા હોય છે.

પણ એમાં બૂરું ક્યાં થવાનું છે ?’

દીકરી ! જે રીતના ગ્રહો છે તે જોતા તારા શ્વસુરપક્ષની અત્યંત નજીકની કોઈ સ્ત્રી તારા જીવનમાં વૈમનસ્ય ઊભું કરશે.

બા તમે કહો છો તે પ્રમાણે શ્વસુરપક્ષની નજીકની સ્ત્રી તો હું અને દિવ્યાબેન છીએ. અને અમને બંનેને તો આ લગ્ન જલ્દીથી થાય તેમાં જ રસ છે.

તું મને વહેમી માનજે મને વાંધો નથી પણ જ્યારે જ્યારે તારીખ નક્કી થાય છે ત્યારે ત્યારે કંઈક અઘટિત કેમ બને છે ?’

એ તો કાગનું બેસવું અને ડાળનું પડવું…’

આ વખતે એવું કંઈ નહીં થાય મમ્મી

ખરેખર હું પણ ભગવાનને પ્રાર્થું કે એવું કશું ન થાય પણ ત્રીસી પહેલા તારું લગ્ન શક્ય નહીં બને.

મમ્મી એ બંને ભાઈઓ જ્યોતિષી પાસે મુહુર્ત કઢાવવા ગયા છે. પ્રભુને પ્રાર્થના કરો કે કશું અજુગતું ન બને.

ખેર  ! હરિઈચ્છા બલીયસી.

0       0        0        0          0

રાત્રે અંશીતાએ જીદ કરીને પપ્પા અને મમ્મીને પોતાની સાથે સુવડાવ્યા. બિંદુના મનોમસ્તિષ્કમાં અર્ચનાની વાત રમતી હતી આમ તો સંપૂર્ણ નોર્મલ છે. પણ કઈ વાત તેમને તમારી સાથે નોર્મલ વર્તતા રોકે છે તે શોધવી રહી.

અંશીતા સૂઈ જાય પછી મારી સાથે થોડીવાર બેસજો.

કેમ ?’    

મારે અંશભાઈના લગ્નની વાત કરવી છે.

ભલે.’  – શેષે નાઈટલેમ્પ ચાલુ કરીને નવલકથા ઉપાડી બિંદુ અંશીતાને સુવડાવતી રહી. અર્ધો કલાક બાદ શેષની પાસે સરી જઈને બિંદુએ વાત કરી શેષ !

હં !

શેષ નામશેષ કેવી રીતે થાય ?… જ્યારે હું જીવતી છું.

એટલે ?’

શેષના અસ્તિત્વનું બીજું મહોરુંમારું હૃદય છે. તમને કંઈક થાય તે સમયે હું પણ ન હોઉં તો આ શેષ નામશેષ થાય. પણ એવું બને ખરું ?’ ‘’

તું અંશના મેરેજ વિશે કંઈ પૂછવાની હતી ને ?’

હા . એ બે જણા હિજરાય છે.

એવું શાના પરથી લાગ્યું ?.’

એમની સાથે ભણનારા પરણી ચૂક્યા છે. બાપ બની ચૂક્યા છે તેથી.

હવે બહુ સમય નથી તાબડતોબ લગ્ન લઈ લઈશું. અર્ચનાના બાપુજીને ધામધૂમથી કરવું છે તેથી એકાદ મહિનાનો સમય કાઢવાનો છે.

હં !

………

અર્ચના મનોચિકિત્સક છે તે ખબર છે ને ?

હા, કેમ અચાનક અર્ચના ?

એને મેં તમારી અને મારી વચ્ચે થયેલી સમજૂતીની વિશે કહ્યું હતું.

શું કહ્યું હતું ?

એ જ કે શેષ નામશેષ થઈ જાય વાળી વાત….

તો એણે શું કહ્યું ?

ખાસ કંઈ નહીં પણ એ તમારી સાથે પરિચય વધારીને એ માનસિક ભ્રમ તોડવાની ગણતરીમાં છે.

“……”

શેષ નામશેષ કેવી રીતે થાય ? તે વાત એને તમારો ભ્રમ લાગે છે.

હશે હું તેને તો કેવી રીતે સમજાવી શકું ?

ખેર મને તો સમજાવો.

શેષ અક્ળાયો અને બોલ્યો બિંદુ તું સૂઈ જાય છે કે પછી મારે બહાર જવાનું છે.

ના શેષ ! અકળાયા વિના મનદુ:ખોનું નિરાકરણ કરવું જરૂરી છે. તમે દુ:ખી છો કે નહીં મને ખબર નથી પણ તમારી એ વાત , એ દુ:ખ મને નહીં જણાવીને તમે મને તો દુ:ખી કરો જ છો.

શેષ ને નામશેષ કરવાનો તારો આ પ્રયત્ન છે બિંદુ… ખેર દરેકે ક્યારેક તો નામશેષ થવાનું જ છે. તો સાંભળ

બીંદુ ધડકતા હૈયે શેષનાં ચહેરા ઉપર બદલાતા રંગો જોઇ રહી..

કહેવા તો મેં ઘણીવાર ઈચ્છ્યું છે પણ કહ્યા પછી જે થનાર છે તેનો ભય મને કંપાવે છે. જે આઘાત સહેતા મને વરસ થયું છે. તું કેવી રીતે સહી શકીશ તે ખબર નથી . પણ તારી જીદ છે તો તને કહું છું. મેં એવું જીવન પસંદ કર્યું છે જ્યાં હું અને તું રથના બે પૈડા જરૂર છીએ પણ એક પૈડું ઉત્તરમાં જવા માંગે છે અને બીજું દક્ષિણમાં. બંને પૈડા પોતાની ગતિમાં મક્કમ છે. અંજામ એ મળ્યો છે કે આપણો રથ અત્યારે સ્થિર છે. આ વાત સાંભળ્યા પછી મારું પૈડું દક્ષિણમાં જતું રહેશે…. અને તું એવી દ્વિધામાં સપડાઈશ કે તારે શું કરવું એ તને નહીં સમજાય અને એની ગતિ નક્કી ઉત્તરદિશાની છે અને એ ભંગાણમાં રહી જશે અંશીતા એકલી… જેને સાચવવા ઝઝૂમું છું.

ગોળ ગોળ વાતો ન કરો. જે હોય તે સત્ય કહો.-

સત્ય કડવું ઝેર હોય છે. હળાહળ ઝેર જેવું નીલકંઠ પાર્વતીની આણે બચ્યા હતા ખેર હું પાર્વતી નથી કે આ તને આ ઝેર નીચે ઉતારતા રોકી શકું, પ્રયત્ન  મારો એ જ હતો કે તું અજ્ઞાનમાં રહે તે વધુ સારુ. વધુ જાણકારી દુ:ખદાયી હોય છે. આંસુને તેડનારી હોય છે.

આંસુ સાથેની મારી મહોબત બહુ પુરાણી છે તે તમે ક્યાં નથી જાણતા ? જન્મ સમયે બાપ નહોતો, લગ્ન સમયે મા નહોતી મારા મૃત્યુ સમયે કોણ જાણે કોણ હશે અને કોણ નહીં હોય…. હા મારા આંસુ જરૂર મારી સાથે હશે. પતિ પત્ની વચ્ચે કડવું સત્ય દુ:ખદાયી ભલે ને હોય ! એ ઝેર તમે એકલા એકલા પીને કેમ રીબાયા કરો.- હસીશું તો સાથે અને રડીશું તો પણ સાથે.

બિંદુ તારા જન્મ સમયે બાપ નહોતો, લગ્ન સમયે મા નહોતી એ તારા હાથની વાત નહોતી કે તેમના પણ હાથની વાત નહોતી કે તને દુ:ખી કરે. તને આંસુડાની ભેટ ધરે. બધું સુખ મળ્યા પછી તને એ ખોટ વર્તાય છે અને તે મારી નાનકડી પ્રતિકૃતિની… હું એ પ્રતિકૃતિને મનમાં ઘણી વખત જન્માવી ચૂક્યો છું પણ ખેર … અમરવેલ* ભલે ને ચારે બાજુ પ્રસરે એને ફુલ કદી ન બેસે

તમારી વાત અસંબધ્ધ છે. હું અમરવેલ નથી – નાગરવેલ છું જેના ઉપર ફુલ ખીલે છે અને ખીલતા રહેશે…

તારી વાત નથી. ઈચ્છાઓની અમરવેલ સદા વાંઝણી હોય છે. જે માણસ જે વસ્તુ બહુ તીવ્રતાથી ઝંખે  છે તેના માટે એટલી જ અલભ્ય બનતી જાય છે.

એટલે ?

એટલે… એટલે…

બિંદુ સમજી ગઈ કે હવે વાત ચરમસીમા પર પહોંચી ગઈ છે. ફાટી આંખે ઉંચા શ્વાસે કડવા સત્યને પચાવવાની તૈયારીમાં શેષ સામે જોઈ રહી…‘’

એટલે હું અંશુમાન નહીં આપી શકું.

પણ કેમ ?

ભગવાનને મઝાક સૂઝી છે મારી સાથે બિંદુ તને અંશુમાનની ભૂખ વધારી અને મને ખાલી કરી નાખ્યો…શેષની આંખમાંથી આંસુની વણઝાર ડોકાતી જોઈ બિંદુ આવેગમાં એને વળગી પડી… પહેલા તો સમજ જ ન પડી કે શું બન્યું છે……..તેના મનમાં ધ્રાસ્કો તો પડ્યો પણ પછી ખ્યાલ આવ્યો ઈચ્છાઓની અમરવેલ વાંઝણી છે એનો શેષ નામશેષ થઈ રહ્યો છે. અને એ રથનું પૈડું બહુ ઝડપે એ ધારે છે તેનાથી વિરુધ્ધ ગતિ પકડી રહ્યું છે. તૂટતા ખરાબે ચડતા રથને રોકવા પોતાની ઈચ્છાઓને બાંધવી જરૂરી લાગતા… બિંદુ બોલી…

હે રાજ્જા ! આટલી નાની વાત ! આટલો બધો પીડાતા કરતો હતો ? મારે મન અંશુમાન તું જ છે શેષ. આ પરિસ્થિતિ કડવી ઝેર બરાબર હોય તો પણ મારો ભાગ તમે કેમ ખાતા હતા હેં ?

શેષ ફાટી આંખે બિંદુ સામે જોઈ રહ્યો. એણે ધાર્યું હતું કે આ વાતથી એને આઘાત લાગશે… પણ એ આઘાતની કળ બહુ જલદી વળી ગઈ.

એના માથા પરનો મેરુ પર્વતનો ભાર એક્દમ હટી ગયો હોય એવું એને લાગવા માંડ્યુ બિંદુ અંદરના દર્દને દાબીને શેષના માથાને પોતાની છાતીમાં દાબી એને પંપાળતી રહી એના માથાનાં ઝેરને વાત્સલ્ય વડે ધોતી રહી એને આનંદ થાય તેવું બોલતી રહી.

એને હસવું કે રડવું તે સમજાતું  નહોતું. કારણ કે એને બે જ પર્યાય હતા શેષ કે અંશુમાન અંશુમાનની જીદમાં તે શેષને ખોઈ બેઠી  હતી. શેષ મળ્યો. અંશુમાન કદી નહીં મળે સુખ અને દુ:ખ વચ્ચેની સ્થિતિમાં ઝૂલતી બિંદુ ધીમા ધ્રુસકે ચડી ત્યારે શેષ સુઈ ગયો હતો. –

કદાચ ખૂબ સુખની નિંદર હતી અર્ચનાની એ . અચાનક અર્ચના જાગી ગઈ… ત્યારે ખબર પડી કે બિંદુભાભીની વાતો વિચારતા વિચારતા ઉંઘી ગઈ હતી ત્યારે સ્વપ્ને ચડી ગઈ હતી. કેવું સ્વપ્ન… ઘડીયાળમાં જોયું તો રાતના અઢી વાગ્યા હતા.

પડખું ફેરવીને ફફીથી સુવાનો પ્રયત્ન કર્યો. ઊંઘ આવતી ગઈ… અને ફરીથી સ્વપ્નમાં ખોવાવા માંડી.

એટલે… એટલે… કહેતા શેષભાઈ અટકી ગયા, બિંદુ ધારી વાત મળતી હોવાનાં એક્સાઈટમેન્ટમાં શ્વાસ રોકીને સાંભળવાની તૈયારી કરતી દેખાઈ…

શેષભાઈ બોલે છે ઈચ્છાઓની અમરવેલ પર ફળ લાગતા નથી…

* અમરવેલ એ એવી પરોપજીવી વેલ છે કે જે ઝાડને લાગે તે ઝાડ આખુ ખલાસ થઇ જાય ત્યાંસુધી તેના ઉપર જીવે તેને પર્ણ નથી ફુલ ફળ તો હોવાનો સવાલ જ નથી..

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: