આંસુડે ચીતર્યા ગગન(19)
આગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો
અર્ચના મને મદદ કરીશ ?‘’
‘શામાં ?’
‘ એ વાત જાણવામાં ?’
‘કઈ વાત ?’
‘એ જ વાત જેનો એમને ભય લાગ્યા કરે છે !’
‘પણ હું કેવી રીતે જાણી શકું ?’
‘મારી વાત અંશભાઈ કરી ત્યારે જવાબ સાંભળી અંશભાઈ ગંભીર થઈ ગયા હતા… ખબર છે?’
‘હં પણ તેનો ખુલાસો તો તેમણે કર્યો હતો.’
‘ના અર્ચના , ખુલાસો નહોતો પરંતુ વાતને ઉડાવી હતી….’
‘અર્ચનાને જોઇતું બીજું ચિહ્ન મળ્યું… શંકાશીલ માનસ.’
‘ના, ભાભી મને લાગતું નથી. અને અંશ તો જે હોય તે સ્પષ્ટ કહે તેમ છે.’
‘તને પરિચય છે તેથી વધુ પરિચય મને છે. અને બંને ભાઈઓ જો ના ઇચ્છતા હોય અને ના કહેવું હોય તો આખી દુનિયાને ઉંઠા ભણાવે તેમ છે.’
‘શંકાશીલ માનસ… અને પોતાનો કક્કો ખરો કરાવવાની સબળ ઇચ્છા… શરુ શરુના ચિહ્નો છે… અર્ચના વિચારોને ચકડોળે ચડે તે પહેલા… ’
‘કેમ ! હું બોલી તે ઠીક ન લાગ્યું ?’
‘ના એવું તો નથી પણ… હું જરા જુદું માનું છું અને તે એમ કે શક્ય છે યોગ્ય ખુલાસો થઈ શકે.’
‘ખેર ! તમે માનો છો તેવું નથી.’
‘હમણાં તમારી હાજરીમાં પૂછી લઉં ?’
‘ના એવું ન કરતી. તમે સાંજે ફરવા નીકળો ત્યારે વાત કરજે.’
‘ભલે તમે જેમ કહો તેમ… પણ ભાભી તમે અમારી સાથે નહીં આવો ?’
‘ના લાભશંકરકાકા આવવાના છે એમ કહીને આજે હું છટકી જઈશ.’
‘અંશે મને જે વાત કહે એ તમને હું કહીશ તે તો માનશો ને?’
‘બેન તારો મોટો ઉપકાર હશે એ તો… જો ખરેખર એ વાત જાણવા મળે તો… પણ મને લાગે છે તે તને પણ ઉંઠા જ ભણાવશે’
તે દિવસે સાંજે અમે એકલા પડ્યા. અંશના ખૂબ જ આગ્રહ છતાં બિંદુભાભી ન આવ્યા. એટલે અમે ફરવા એકલા નીકળ્યા.
જુહુ બીચ ઉપર ફરતા જતા હતા ત્યાં અંશની નજર એક દૂર બેઠેલા કપલ ઉપર પડી. અર્ચનાને બતાવીને અંશ બોલ્યો – ‘આ લોકોને ઘર નથી હોતા આવું પ્રદર્શન કરતા અચકાતા નથી ?’
અર્ચના બોલી – ‘અંશ , ખરેખર તો ઘર હશે જ પણ ઘરમાં એકાંત મળતું નહીં હોય– ’
‘મારા માનવામાં નથી આવતું..’
‘ભલે તારા માનવામાં જ ન આવે પણ એવું બની શકે, મધ્યમવર્ગીય કુટુંબ હોય – ઘરના નામે નાની ચાલની એક ઓરડી હોય અને એમાં કદાચ પરણેલો આ મોટોભાઈ હોય… છોડ … એ બધી વાતો… પણ શેષભાઈ શું કહેતા હતા ?’
‘તારે અર્ચના – તારે શું વાત થઈ બિંદુભાભી સાથે ?’
‘એમને તમારી અને શેષભાઈ વચ્ચે શું વાત થઈ એ જાણવી હતી. ’
‘હું પણ એ દ્વિધામાં છું કે એમને એ વાત કેવી રીતે કહું ?’
‘કઈ વાત ?’
‘એ જ વાત… જે શેષભાઈ કહે છે.’
‘શું વાત છે અંશ ?’
‘એમના અકસ્માત પછી હોર્મોનલ ડીસ્ટર્બન્સને કારણે He has lost his potency and Bindu wants a male issue. ’
‘પણ આ તો સાદી વાત છે. એમાં આટલી ગૂંચવણ શું છે ?’
‘શું સાદી વાત છે ? આપણે બંને ડૉક્ટર છીએ તેથી આના પરિણામોથી વાકેફ છીએ. જેના ઉપર વીતતી હોય તેનું મન જાણે…’
‘ખેર ! Hormonal activity can be regained also… એને કોઈક સારો ડૉક્ટર સારી રીતે સમજાવી શકે.’
‘કેમ હું સારો ડૉક્ટર નથી ?’
‘સારો મીન્સ અનુભવી ગાયનેક.’
‘એટલે શું હું અનુભવી ગાયનેક નથી ? ’
‘એવું નથી અંશ… પણ ઘરકી મુર્ગી દાલ બરાબર…’
‘હં…’
‘અંશ બિંદુભાભી ન્યુરોસીસના પહેલા તબક્કામાં છે એવું હું માનું છું.’
‘તો તો સાઈકીયાટ્રીસ્ટની પણ જરૂર છે. કેમ ?’
‘હા અને ગાયનેકની પણ….’
‘પણ તેથી વધુ જરૂર છે પતિની હૂંફની.’
‘ખરી વાત છે.’
‘………..’
‘આપણે કંઈ જ નહીં કરી શકીએ તેવું તો નથી પણ શેષભાઈ સમજાવવામાં કાચા ઠર્યા છે. ’
‘ચાલો આપણે સમજાવવાની કોશિશ કરીએ.’
‘અર્ચ ! શેષભાઈની હાજરીમાં જ કહીએ તો ?’
‘એ ઠીક રહેશે – પણ સફળતા ૫૦% જેવી જ હશે.’
‘જો કે આપણે ડૉક્ટર્સ તો એક ટકો ચાન્સ હોય તો પણ આશા નથી છોડતા હોતા તો પછી આ તો ઘરનો કેસ છે. અને ૫૦% માં એક ટકો ઉમેરીને સફળ થઈ શકીએ કેમ ખરું ને ?’
‘હા ! પણ બિંદુભાભી ઘરે જઈને પૂછશે તો શું કહીશ ?’
‘પેલા ઘરબાર વિનાના યુગલને બતાવી દેજે ને ! ’
O O O O O O O
હોટેલ ન્યુયોર્કમાં ત્રણ આદમી સાથે શેષ બેઠો હતો. જાડો કદાવર અને ચુંચી આંખોવાળો સિંહા હતો. બટકો પણ ઉજળો અને ઉભા વાળ ઓળેલ માણસ સિંહાનો કઝીન હતો અને શેષની બિલકુલ સામે બેઠેલો કાળો શિવરામન હતો.
શિવરામન એ ટેન્ડરનો ઇન્ચાર્જ હતો ટે ન્ડર સાંજે ખુલવાનું હતું અને ચારે જણાં લંચ સાથે લેતા હતા.
અરે શિવરામનજી ! આપ કીસ સોચમેં પડ ગયે હો. આપકા જુનીયર શિવરામન કો દે દો હમ ઉસે યે લાઈન મેં માસ્ટર કર દેંગે.
‘લેકીન બાત યે હૈ કી ઉસે પેઈન્ટર બનના હૈ. ઈંટ ચુને વાલી લાઈનમેં ઉસે કલા નહીં દીખતી.’ ‘લેકીન ત્રિવેદી સાબકો ક્યા પ્રોબ્લેમ હુઆ થા ?’
‘કુછ નહીં ફ્લાઈટ કી ગરબડી હો ગઈ થી – શામકી ફ્લાઈટ દેર તક નહીં આયી તો ફીર સુભા આના પડા.’
‘શુકર ખુદા કા માનો તો ગુપ્તા ભાગ ગયા નહીં તો યે ટેન્ડર ચલા જાને વાલા હી થા’ – સિંહા.
‘ગુપ્તા કો કૈસે ભગાયા ?’ – શિવરામન
‘કહે દીયા – કી યે ટેન્ડર પાસ નહીં હોગા ટેમ ન બીગાડ’ – સિંહા.
‘વૈસે છોડનેવાલોં મે સે વો નહીં’ – શિવરામન
‘સહી બાત હૈ ,ઉસે મેરી ભી જાને કી ટીકીટ દીખાઈ તબ ગયા’ – સિંહા
‘આપ ફીર યહાં કૈસે ?’ – શિવરામન
‘મૈંને ટીકીટ કૅન્સલ કરવાયા.’ – સિંહા
‘કલ વો મુઝે કેબ્રે દીખાને કે લીયે લે ગયા થા. ઔર યહી કહ રહા થા , સિંહા તો ચલા ગયા – અબ યે ટેન્ડર હમેં મિલના ચાહીયે.’
‘અચ્છા ?’
‘તો શિવરામજી, ક્યા ચલ રહા હૈ ?’
‘ચલેગા તો સબ સાબ… લેકિન અબ પુરાની આદતેં જો આપકે આગે વાલે સબને ડાલી હૈ વો જોર પકડ રહી હૈ…’
‘કૌન સી ?’
‘વો રીટા, મીના, મોના કી… ’
‘આપ હમારા ખયાલ કરો સિંહાજી આપ કા ખયાલ કરેંગે. ક્યું સહી બાત હૈ ના ?’ – શેષ
‘ખેર… જવાની હમ બુઢોં કો જ્યાદા ચડતી હૈ. ક્યા કરેં હમારી મેડમ… કો જો પેરેલીસીસ લગા હૈ… ઔર ગવર્નમેન્ટ દેતી ભી ક્યા હૈ…’ – શિવરામન.
‘જાને દો યે સબ બાતેં… ઔર મુદ્દે કી બાત કરો… ’
‘ક્યા ?’
‘ભાવ ક્યા ચલ રહા હૈ ….?’
‘તીને રૂપયે કી બાત તો ગુપ્તા હી કહ રહા થા..’
‘છોડો ભી યાર ! ક્યા તીન તીન લગા રખા હૈ.’
‘આપકે લડકે કો તૈયાર કર દેંગે – ઉસે અચ્છા પેઈન્ટર હી તો બનના હૈ.’
‘લેકિન બાત યે હૈ ઐસી બડી બાત સાલ મેં એક બાર આતી હૈ. ઔર બાર બાર યે પોઝીશન રહેતી ભી નહીં હૈ…’
‘રીટા, મીના, મોના કે સાથે રંગરેલીયાં ખતમ હો ગઈ હો તો અબ કોઈ ઔર ભેજ દૂંગા – ભઈ – ઉનકે બિલ ભી તો જબરજસ્ત હોતે હૈં.’
અચાનક શેષની નજર સિંહાના કઝીન ઉપર ગઈ. એ વારંવાર બારણા તરફ જોતો હતો.
ત્યાં શિવરામનનો ઉપરી ઊભો ઊભો એમને જોતો હતો. શેષ ઊભો થઈને ટોયલેટ તરફ ચાલ્યો ગયો. થોડી વાર પછી પાછા આવીને ટેબલ ઉપર બેસવાને બદલે સીધો એના રૂમમાં ચાલ્યો ગયો. નીચે કોરીડોરમાં નજર કરી તો ગુપ્તા ઊભો ઊભો સિગરેટ ફૂંકતો ફૂંકતો શિવરામનના સાહેબ સાથે વાતચીત કરતો હતો. શેષને ખ્યાલ આવી ગયો કે કેવા ષડયંત્રમાં તે ફસાયો હતો. અત્યારે પૈસા ચુકવાઈ ગયા હોત તો ગવર્નમેન્ટ ટેન્ડરોમાંથી અશોક કંસ્ટ્રક્શનનું નામ સુધ્ધા નીકળી ગયું હોત અને બ્લેક લિસ્ટમાં નામ આવત તે વધારામાં.
Hi Vijaybhai,
During my high school days, when I was reading “Saraswatichandra”, every now and then
I was trying to connect the characters and their relationships. I am doing the same while reading
your novel.
You have given a beautiful title ” Aasude Chitrya Gagan”.
Not many people can do what you have been out of busy schedule in life here. It is interesting that
you have been feeding your website persistently with new materials. My hearty compliments!
Mukund
આંસુડે ચિતર્યા ગગન”- ફિલ્મ અભિનેતા રાજેન્દ્રકુમાર જેમ ટ્રેજેડી માં સીલ્વર જ્યુબીલી કરે તેમ “પૂ મોટાભાઇ” ને જેમ જ જકડી રાખતી શેષ, બીંદુ, અંશ અને અર્ચના વચ્ચે ઘુમતી કથા આપવા બદલ અભિનંદન્ —
ડો. જનક ભગત