મુખ્ય પૃષ્ઠ > આંસુડે ચીતર્યા ગગન > આંસુડે ચીતર્યા ગગન (12)

આંસુડે ચીતર્યા ગગન (12)

સપ્ટેમ્બર 20, 2009 Leave a comment Go to comments

અગાઉ નાં પ્રકરણો જોવા અહીઁ ક્લીક કરો

 

 

ઍડમિશન લિસ્ટમાં પહેલા જ લિસ્ટમાં અંશનું નામ હતું અને તરત જ પાછળ અર્ચના વ્યાસનું પણ નામ હતું. મેડિકલ હોસ્ટેલમાં પણ કુદરતી રીતે જ ઍડમિશન મળે જ. શેષભાઈએ ટેલિગ્રાફિકલી અભિનંદન પાઠવ્યા

કૉલેજના પહેલે દિવસે ક્લાસમાં પ્રવેશતો હતો ત્યાં જ અર્ચના ગુલાબી સલવાર કુર્તામાં દેખાઈ ક્યારનો એને જોવા હું તરસતો હતોપણ એની નજર નહોતી પડી. પ્રોફેસર આવીને અંગ્રેજીમાં લેક્ચર શરૂ કર્યું. શરુ શરૂમાં અડધું હવામાં જતું હતું…. લેડીઝ બેચ તરફ મન દોડી જતું હતું.

સિદ્ધપુરમાં નંબર વન હતા. પરંતુ અહીં તો નંબર આઠ હતા. તેથી પ્રમાણમાં ઓછો ભાવ પૂછાતો હતો. નંબર વન તો કોઈ છોકરી હતી. હજી ઓળખાણ થઈ નહોતી. કરવાની કોઈ ઉતાવળ પણ નહોતી કારણ કે આખા વર્ષ દરમ્યાન તેની સાથે સ્પર્ધામાં રહેવાનું જ હતું. અચાનક પ્રોફેસરસાહેબે પૂછ્યું

‘Yes Mr. ! May I know your name?…’

હું બઘવાઈ ગયો

‘I am Ansh Trivedi’

‘fine Mr. Ansh . it seems that you were not in the classroom’

‘is it sir ?’

‘yes.. ! because you were looking in the sky. ’

‘but there is terrace in between sir.  I am sorry for that… but.. feeling homesick !’

‘Is it ? coming from ?’

‘Siddhdpur’

Oh yaa  તમારો તો ઇન્ટરવ્યુ પણ આવ્યો હતો કેમ? ’

હા સાહેબ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવું હતું.

બધા મારા જવાબથી હસતા હતા

So Mr. એરંડા ઑફ ઉજ્જડ સિદ્ધપુરbe attentive… O.K….’

‘O.K. sir and sorry for the disturbance’ 

વાક્ય પૂરુ કરી નજર અર્ચના પર ગઈ…. એની સુંદર મજાની આંખોમાં આશ્ચર્ય હતુંઓળખાણ પણ હતીએ મલકતી હતીએટલે કે એ મને ઓળખતી હતીમને શોધતી હતી

મનના ધબકારાને સંયમિત કરવા પ્રયત્ન કરવો પડ્યો હતોરહી રહીને મન કહેતું હતુંએની આંખોમાં કશુંક છે…. કશુંકકશુંક

પ્રોફેસરસાહેબની નજર હજી મારા પર મંડાઈ હતીફરીથી લેક્ચર શરૂ થયું…. પૂરું થયુંહૃદયના ધબકારા હજી એ જ ગતિમાં ચાલતા હતા…. નોટસ હું જે ઝડપે ઉતારતો હતો તે જોઈને મારો સહાધ્યાયી વિચાર કરતો હતો

તમે ઇંગ્લિશ મીડીયમમાં હતા ?’

હા અને ના…’

કેમ એવું કહો છો?’

કૉલેજમાં ઇંગ્લિશ અને સ્કૂલમાં ગુજરાતી તેથી

તમારી ઝડપ તો જબરી છે. તમે તો બધું ઉતારી લીધું છે. તેથી મને લાગે છે કે તમને પીકઅપ કરવામાં તકલીફ નહીં પડે.

થેંક્યુ ! પણ દોસ્ત તમારું નામ ?’

અવિનાશ નાણાવટી.

અહીં ક્યાં રહો છો?’

હોસ્ટેલમાં

ખરેખર ?’

હા

કયો નંબર?’

થર્ડ ફ્લોર પર છું. સત્તરમાં

હું પણ થર્ડ ફ્લોર પર જ છું. પરંતુ હજી રૂમ નથી લીધો.

અહીં ક્યાં ઉતર્યા છો?’

બીજી હોસ્ટેલમાં છું. ગેસ્ટ તરીકે. પણ બહુ જલદી રૂમ લઈ લઈશ.

તો પછી મારી રૂમમાં જ આવી જાવને ભાઈ.

છે ખાલી?’

થઈ જશે’   ‘કેવી રીતે?’

તમારું હોસ્ટેલ ઍડમિશન ફોર્મ લઈને ચાલો.

ભલે .

રાવજીની રૂમ ઉપરથી બેગ અને બિસ્તરો લઈ હોસ્ટેલમાં એકોમોડેટ થઈ ગયો.

ચા પીતા પીતા અવિનાશે પૂછ્યું

તમે ક્લાસમાં કોઈને ઓળખો છો? ’

કેમ એવું પૂછવું પડ્યું?’

પેલી પીંક ખીચડી તમારી સામે જોઈને મલકાતી હતી.

વોટ ખીચડી !

‘Please don’t take ill પણ હું છોકરીઓને ખીચડી, ઈડલી, ઢોકળી જેવા નામોથી ઓળખું છું. સારી છોકરી હોય તો નથણી, બુટ્ટી, વીંટી જેવા નામ આપું છું.’    ‘ઓહ શટ અપ…’

ના યાર, કોઈ તારી રીલેટીવ હોય તો સોરી પણખીચડી મારી ભાવતી વાનગી છે અને ભાવતી અને સારી વાનગીમાં ફેર તો રહેવાનો જ…’

ખેરએ પીંક ખીચડી એટલે પીંક સલવાર કુર્તા પહેરીને ત્રીજી બેંચ ઉપર બેઠેલી છોકરી વિશે કહે છે તું ?’

ના યાર એ નહીં.

તો ?’

પહેલી બેંચ ઉપર બેઠેલીની વાત કરું છું.

સોરીતોતોરોંગ નંબર.

ખરેખર ?’

હા , પણ એથી તું કેમ ખુશ થાય છે?’

યાર બંને ને અલગ અલગ થાળી મળે તો મઝા આવે ને ?’

ખરો આખા બોલો છે તું તો ?’

ખયાલી પુલાવ પકાવીએ છીએજિંદગી ખૂબ ટૂંકી છે યાર ! જે વસ્તુ બનતી હોય ત્યારે સુગંધ માણી પીરસાય તો સ્વાદ માણો…’

કાઠિયાવાડી નાણાવટીસ્પષ્ટવક્તા હતોકોઈ ભાવુકતા નહીંનક્કર વાસ્તવિકતા ઉપર જીવતો હતોમારો કોઈ જવાબ ન મળતા એ બોલ્યો જૂનાગઢમાં આવી જ એક ખીચડી પકવતો હતોપણ એના બાપને ગંધ આવી ગઈ એટલે ખીચડી દાઝી ગઈ… ’

એટલે ?’

એના બાપે બીજે ભાણે પીરસી દીધી.

યાર ! તું તો છોકરીને ખીચડી જ કહે છે.

ચાલ છોડ તું બતાવ દોસ્ત તારી કોઈ ખીચડી છે કે ?’

નહીં યાર . એવા ખયાલી પુલાવ નથી પકાવતો.

તું નહીં કહે એમ ને ? ખેર બચ્ચુ ત્રીજી બેંચવાળી પીંક સલવાર કુર્તાને હું એક દિવસ હું પકડી પાડીશ.

ના દોસ્ત ! એમ નહીં…. પણ હજી ખયાલી સોનું ખરીદ્યું છે. શું ઘાટ ઘડીશ તે ખબર નથી એટલે કાચું કાચું કશું નહીં…’

હં એમ કહે…’

‘….અવિનાશ, જૂનાગઢ ગામ કેવું છે?’

વાત બીજે વાળવાની રીત સારી છે.

ના યાર એમ નથી. તારે ન કહેવું હોય તો ન કહેતો પણ આ તો…  રૂમ પાર્ટનરના ગામનો પરિચય તો જોઇએ જ ને…’

જૂનાગઢ…. નામ પ્રમાણે જુનું જ ગામ છે. એક જ રસ્તો કાળવાચોકથી શરૂ થાય તે સ્ટેશન ઉપર નીકળેએમાં કેટલાય ઢાળ આવે અને કેટલાય ટેકરા આવી જાય. તમારા સિદ્ધપુરના સિદ્ધરાજ જયસિંહે ઘેરો ઘાલ્યો પણ કેટલાય વરસો સુધી અડગ ટકી રહેલ જૂનાગઢ ગીરનારની તળેટીમાં છે. પણ એ તળેટીથી થોડે દૂર બહાઉદ્દીન કૉલેજ છેઅને એ કૉલેજમાં મારી ખીચડી પાકતી પાકતી દાઝી ગઈ….’

યાર તું તો ફરી પાછો ખીચડી ઉપર જ આવ્યો… ’ 

ચાલ દોસ્ત મહેતામાં જઈને ભેળ ખાઈએ.

ખીચડીથી છાલ છૂટી ત્યાં ભેળ ?’

હા ભૂખ લાગે છે દોસ્ત.

ચાલો ત્યારે !

મારી પીંક ખીચડીનું નામ આજે શોધવું છે !

નંબર ખબર છે ?’

હા દોસ્ત !

ચાલ તો લિસ્ટમાં જોઇ લઈએ

છોડને યાર ! કાલે વાત !

અચ્છા. ભેળ તો ખાવા જઈએ છીએ ને…’

હાતારા સિદ્ધપુરમાં કેવું છે દોસ્ત !

સિદ્ધપુર મઝાનું નાનું ગામ છે. ટાવરથી સ્ટેશન વચ્ચે એવો એક જ સીધો માર્ગ છે. સિધ્ધરાજનો ખંડિત રુદ્રમાળ છે. અને કદી સમુદ્ર ને ન મળેલ એક સરસ્વતી નદી છે. જેને કિનારે કિનારે ફરતા ફરતા હમણાં કાચું સોનું મળ્યું છે. હજી તો સાફ સફાઈઘાટઆગબધામાંથી પકવીને ઘાટ આપવાનો છે…’

પીંક સલવાર કુર્તાની વાત કરે છે ને ?’

હં !’  હકારમાં મેં મસ્તક હલાવ્યું

મને નામ ખબર નથી. તને ખબર છે ?’

હા, અર્ચના વ્યાસ… ’

મારી ખીચડી કરતા તો તું દોસ્ત ફાસ્ટ છે

એનું મોસાળ સિદ્ધપુરમાં છે અને એના મામા મારા મામાના ખાસ ફ્રેન્ડ છે…’

યાર તારું કામકાજ તો સુપર ફાસ્ટ છે.

ના એવું નથીદેખેંઆગે આગે ક્યા હોતા હૈ ?’

 

 

 

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: