મુખ્ય પૃષ્ઠ > આંસુડે ચીતર્યા ગગન > આંસુડે ચીતર્યા ગગન (10)

આંસુડે ચીતર્યા ગગન (10)

સપ્ટેમ્બર 18, 2009 Leave a comment Go to comments

અગાઉ નાં પ્રકરણો જોવા અહીઁ ક્લીક કરો

 

 

ટ્રેન બોરીવલી સવારે ૮ ૦૦ વાગતામાં  પહોંચી. સામાન ફટાફટ ઉતાર્યો સામાનનો ખડકલો જોતા શેષથી હસી પડાયુંબાપ રેઆખું ઘર તું તો ઉપાડી લાવી. બિંદુ ખીજવાઈને બોલી. આવ્યા તેનો આનંદ નહીં અને ઉપરથી આખુ ગામ ઉપાડી લાવી એમ કહો છો. અંશભાઈ તમારા ભાઈને કહો કે આ બધું કોણે આપ્યું

શેષ ઝંખવાઈ ગયોભૂલ થઈ ગઈપણ આ બધું લાવવાની તને ના નહોતી લખી ?

પણ મારું સાંભળે તો ને ? ’ 

ખેર ! ચાલો બહાર ગાડી રાહ જુએ છે ! ’  અશોક કંસ્ટ્રક્શનની જીપ ખીચોખીચ ભરાઈ ગઈ તો પણ સામાન વધ્યોતેથી બીજી ટૅક્સીમાં બાકીનો સામાન લઈને અંશ આવ્યો.

ઘરે પહોંચીને બિંદુએ પાડોશીની નાની છોકરીને બોલાવી. કુંભ ઘડા ઉપર મીઠું, અગરબત્તી…. ભગવાનનો ફોટો, દીવો વગેરે મૂકાવ્યું. સવા રૂપિયો કુંવારકાને કુંભ પૂજનના આપ્યા અને પછી ઘરમાં માથે ઓઢીને પગ મૂક્યો … 

શેષને બહુ રમૂજ થતી હતીએ કહેઅરે ગાંડી આ તો તારું ઘર છે. આ બધી વિધી કરવાની કંઈ જરૂર ખરી ?

પણ બિંદુ ન માનીમામીએ કહેલ દરેક વાતને વિશ્વાસથી કરતી રહી. ઘરમાં નાથુ હતો બીજા બે માણસોને બોલાવીને બધું સુવ્યવસ્થિત ગોઠવી દઈને સાંજે પાંચ વાગે પરવાર્યા અને શેષભાઈ પાછા ફર્યા ત્યારે કૉટેજ ઘર બની ગયું હતું.

તેમના મોં પર સંતોષની આભા જોઈને બિંદુ પ્રસન્ન થઈ ગઈહું નાથુ જોડે શહેરમાંથી માર્કેટીંગ કરવા નીકળી ગયોસાચું કહું તો પહેલા મિલનની ક્ષણોને વધારે એકાંત આપવા જ નીકળ્યો.

મુંબઈ નગરી આમ તો અલબેલી ગણાય છે. રોડ ઉપર સરકતી ગાડીઓની વણઝાર અને ઈલેક્ટ્રીક ટ્રેનની ગીર્દી અને માણસોની ભીડ એટલે ખલાસપણ મને એવું  ક્યાંય ન દેખાયુંકારણ કે મલાડથી મુંબઈ નગરી પુરા પંદર માઈલ દૂર હતી. શાકમાર્કેટમાં જઈને નાથુ ખરીદી કરવા માંડ્યોમને નવાઈ લાગીનહીં ભાવતાલ નહીં રકઝક કશું જ નહીં મહારાજને જો મંગાયા હૈ લીખા હૈ વહી દે દો

અને કાછિયો પણ ફટાફટ જોખવા માંડ્યો.

અંશ જતાની સાથે જ બિંદુએ રૂમનું બારણું બંધ કર્યું અને શેષની સામે મલકાઈઆપણા બે ની વચ્ચે આટલી બધી હવા કેમ છે?

O O O O O O O O

ડાઈનીંગ ટેબલ ઉપર બેઠા બેઠા મહારાજના હાથની બનેલ વાનગી આરોગતા આરોગતા ત્રણેય જણા ગપ્પા મારતા હતા. અચાનક શેષ બોલ્યો અરે અંશ ! તારું પરિણામ ક્યારે છે?’

પંદરમીએ…’

કેવું લાગે છે. ડૉક્ટર થવાનો કે ઇજનેર ?’

ડૉક્ટર જ થવાનું ને વળી.

પણ માનો કે ઍડમિશન ન મળે તો ?’

ઍડમિશન તો મળશે જ , કેમ ન મળે ?’

એક કામ કર અહીંની કૉલેજમાં પ્રયત્ન કર.

એટલે બિંદુને પણ કંપની રહે અને મને પણ શાંતિ

કબાબમાં હડ્ડી બનું કેમ?’  આ બિંદુ જુઓ અત્યારથી દાંત કચકચાવે છે.

ના રે ના મારે શું કામ દાંત કચકચાવવા પડે.પણ મૂળ ભાઈ સાહેબે કોઈ દાક્તરાણી નક્કી કરેલી છે. ક્યાંની છે સિદ્ધપુરની કે અમદાવાદની?’

જો બિંદુ ખોટી ચીડવ નહીં હોં

પણ છે ક્યાંની એ તો કહે ?’

શેષભાઈ એને દેરાણી લાવવી છે એટલે ઉતાવળ કરે છે. પણ લે ડિંગોએટલી જલદી હું બધું કહી દઉં એટલો ભોળો નથી હં કે… ’

શેષ બિંદુ સામે જોઈ મલક્યો. ….

હં એટલે કહેવા જેવું કંઈક છે ખરું ! ભાઈ સાહેબ ગબડ્યા તો છે જ …’

અંશભાઈ કહો ને કોણ છે હેં?’

બિંદુડી…’ અંશને ચીડાયેલો જોઈને બંને જણ હસી પડ્યા

અંશને પણ લાગ્યુંકંઈક કાચું કપાયું છે ! પણ પછી એ પણ હસી પડ્યો

બિંદુ ! હજી તો ભેંસ ભાગોળે છે છાસ છાગોળે છે અને ઘરમાં ધમાધમ જેવો ઘાટ છે. ..

છતાં પણ કહોને એ ભાગોળની ભેંસ કેવી છે? ’

કાળી? મારકણીશિંગડાવાળી કે પછી રૂપાળી? હેં દિયરજી કહો ને?’

શું જવાબ આપવો તે ન સમજાતા અંશ ચુપ રહ્યો

કહો ને દિયરજીમારી દેરાણી કેવી છેહું કંઈ મદદ કરું?’

બિંદુ ! શેષભાઈની સામે તો જોમારી સામે ડોળા કાઢે છેઆ તો ખરી છે મારો ભાવ નથી પૂછતી અને  દિયરજી દિયરજી કરે છે…’

અંશ શું છે, કહે તો ખરો ?’ શેષભાઈના પ્રશ્નાર્થથી હું ગુંચવાયો

હજી તો કાચું છેપાકું થશે એટલે કહીશ….’

ચોક્કસ ને?’ બિંદુ ટહુકી

બીજે દિવસે વળતી ટ્રેનમાં અંશ પરત થઈ ગયો.

O O O O O O O O

પંદરમીની સવારે છાપું આવતાની સાથે રિઝલ્ટ જોવા માંડ્યોફર્સ્ટક્લાસનું કૉલમહૃદય ધબકતું હતુંચારસોની સિરીઝમાં બાવીસ નંબર હતો જએટલે અર્ચના પાસ થઈ ગઈ છેવાહ ! અર્ચના ફર્સ્ટક્લાસ પાસ થઈ છેએટલે મેડીકલમાં ઍડમિશન લેશે જહૃદય જોરથી ધડકવા માંડ્યુંપણ થોભ મનવાતારું તો રીઝલ્ટ જોચાર હજારની સિરીઝમાં બાવીસ નંબર ગાયબ હતો, આમ હોય ખરું?

કદાચ ! કોઈક પેપર કાચું ગયું હોય તોસેકંડક્લાસમાં હૃદય ધબકારો ચૂકી ગયુંસેકંડક્લાસમાં પણ ચાર હજાર બાવીસ નથીથર્ડક્લાસત્યાં પણ નંબર નથીખલાસશું ફેલ થયો? કંઈક વાંચવામાં ફેર થતો હશે…. એકીટશે જોઈ રહેલી દિવ્યા પણ સમજી કંઈ ગોટાળો થયો છે…. મામાએ પૂછ્યું અંશ શું થયું?’

આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાઆવું બને તો નહીંકંઈક પ્રિન્ટ મિસ્ટેક થઈ હશેશું બોલવું તેની ગૂંગળામણ થઈ ગઈત્યાં બાલુ સુરતી દોડતો આવ્યો

અંશભાઈ પેંડા લાવો….-’

કેવી મશ્કરી કરે છે ભાઈ !

કેમ ?’

પરિણામમાં તો મારો નંબર જ નથી…’

તો શું થઈ ગયુંકૉલેજના બૉર્ડ ઉપર તો તમારું નામ લાગ્યું છે. યુનિવર્સિટીમાં આઠમો અને અને મહેસાણામાં પહેલો નંબર અંશ કે. ત્રિવેદીતમારો નંબર ૪૦૨૨ ને ?’

હા, પણ છાપામાં તો નંબર હોવો જોઇએ ને ?’

પણ યુનિવર્સિટીના પહેલા દસનું લિસ્ટ જોયું ?’

ના..

દિવ્યાએ તરત છાપું બતાવ્યુંઅને નામ હતું જક્ષણ પહેલા  ધડકતું હૈયું આનંદવિભોર થઈને ઝૂમી ઊઠ્યું

મામા અને મામીને પગે લાગ્યોઆખું ફળિયું અભિનંદન આપવા ઉમટ્યુંપેંડા વહેંચાયામન ઝૂમી ઊઠ્યુંકરુણાશંકરનો છોકરોતેજસ્વી જ હોયમામાકાયમ કહેતાપણ ઉછેર તો મામાનો હતોએ કેમ એવું કહેતા તે મને ક્યારેય સમજાયું નહોતું

હવે તો હું પણ ડૉક્ટર બનવાનો જડૉક્ટર બનીને દેશના ગરીબ ગુરબાની સેવા કરવાનોઅને દેશ માટે કંઈક કરી છૂટવાનોવાળા સ્વપ્નો જે સ્કાઉટિંગએન.સી.સી તથા એ.સી.સી.ની પ્રવૃત્તિ દરમ્યાન મનમાં પડેલા તે સળવળવા માંડ્યા

મિત્રોના વૃંદોમાં, ફૂલો, શુભેચ્છાઓ અને આશિષમાંથી છટકીને મન ક્ષણાર્ધમાં અર્ચનામાં દોડી જતું હતું. પછી મન પાછું વળી જતું આશાઓ લઈનેભીનું ભીનું શમણું બનીને હૃદય ખીલી જતું હતું

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: