મુખ્ય પૃષ્ઠ > પ્રેરણાદાયી લેખ્ > સંયુક્ત કુટુંબનું લૂણ – તટસ્થ નીતિ

સંયુક્ત કુટુંબનું લૂણ – તટસ્થ નીતિ

સપ્ટેમ્બર 17, 2009 Leave a comment Go to comments

આજની તારીખની બુમરાણ એ છે કે સંયુક્ત કુટુંબની જૂની આર્ય પદ્ધતિ બુરી રીતે તૂટતી જાય છે. પશ્ચિમિકરણનું આંધળું અનુકરણ  ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને ખતમ કરી રહી છે. પશ્ચિમનાં લોકો જ્યારે એમની સંસ્કૃતિના માઠા મૂલ્યો ભોગવીને મૂળભૂત ભારતીય મૂલ્યો તરફ વળી રહ્યા છે ત્યારે આપણે એ વસ્તુ છોડીને એમના એંઠવાડ તરફ વધી રહ્યા છીએ.

બે પરિવારોની વાત અત્રે કરું છું. અવા ઘણા પરિવારો અસ્તિત્વમાં હશે જ.

એક પરિવાર  એવો છે કે જ્યાં પુત્ર અને પુત્રવધૂ મા બાપને ઠોકરે ચડાવે છે. પુત્રી મા બાપને જાળવવા પ્રયત્નશીલ છે પરંતુ મા બાપ પુત્ર અને પુત્રવધૂની મમતા છોડી શકતા નથી. તેમને પોતાની વૃધ્ધાવસ્થાની બધી સંપત્તિ સોંપી દેતા અચકાતા નથી. આ કથની છે તે કથાના પુત્ર અને પુત્રવધૂ દોષિત છે. પુત્રી લાગણીથી જ્યારે મા બાપને સાચવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમને એમ કહેવાય છે કે દીકરીને તો વળાવી એટલે સાસરીનીત્યાં તમારું જે થવાનું હોય તે થાય અમારે મન તો છોકરી પારકું ધનઅત્યાર સુધી જાળવી.. હવે ક્યાં સુધી જાળવીએલાગણીથી દીકરી એમ કહે કે આ પુત્ર અને પુત્રવધૂ કેવી કઠોર રીતે તમને રાખે છે. તમારું હૈયું નથી વલોવાતું ?તો જવાબ મળે નાઅમારી તો એ ઘડપણની લાકડી છે. એમની કઠોર રીતથી અમને જે વીતે છે તે વીતવા દો. પણ તમારું તમે સાચવો.

આ જ પરિવારની એક દીકરી સાસરેથી સંતાપાઈને આવે છે તો એને હડધૂત કરાય છે. કૂવો પૂરવાની વાત આવે તોય  એ વડીલોના કાળજા નથી કંપતા. પુત્રઘેલછાનો ઉત્તમ નમૂનો જ કહેવાય ને ?

હવે બીજા પરિવારની ચર્ચા કરું. જે બિલકુલ રીવર્સ છે. જ્યાં ઘરમાં પુત્રીનું જ ચલણ છે. સાસરે ગયેલ પુત્રીને શિખવાડાય જુદું અને ઘરમાં આવેલી વહુને કહેવાય તે જુદું. પુત્ર અને પુત્રવધૂની લાગણીઓ દૂભાય તેનો વાંધો નહીં, પુત્રીઓને સુખ મળે તેવું કરવાનું. પુત્રીઓના લગ્ન બાદ જમાઈઓને દીકરા કરતા વધુ સાચવવાના સામ, દામ, દંડ, ભેદની નીતિથી છોકરીનું તેના સાસરે ચલણ વધે તેવું બધું શીખવવાનું અને પુત્ર અને પુત્રવધૂને ઘરમાંથી નીકળી જશો તો અમે અમારું કુટી લઈશું. પુત્રીઓને અને જમાઈને ઘરે તેડીશું વાળી નીતિ અને જો જમાઈ નહીં આવે તો અમે અમારી રીતે એમના ઘરે જતા રહીશુંપુત્રી ઘેલછાનો બીજો ઉત્કૃષ્ટ દાખલો

આ બંને કુટુંબોના અંજામ પણ જાહેર છે. પુત્રઘેલછામાં પહેલા કુટુંબના વાલીઓએ પુત્રી અને જમાઈને દૂભવ્યા એમના ઘર બંધ થઈ ગયા. અને પુત્ર અને પુત્રવધૂઓએ વૃદ્ધ સંપત્તિને હાથવગી કરીને પોતાનું શરૂ કર્યું. પરિણામે સંયુક્ત કુટુંબને બદલે એ વડીલ હાથે પગે થયા. માન ખોયું અધિકાર ખોયા…. અને જો પુત્ર કે પુત્રવધૂને ત્યાં રહ્યા તો નોકરોની જેમ રહેવું પડ્યું. અને ન રહ્યા તો હાથે ખાવાનું થયું. બીજા પરિવારમાં પુત્રીઓને સાચવવી છે. પણ જમાઈને ઘરજમાઈ નથી થવું. પુત્ર અને પુત્રવધૂ છૂટા પડી ગયા. ઘડપણ આવ્યું. રોગો થયા તો એ જ પુત્ર અને પુત્રવધૂ પાસે જવાનું થયું. જે લોક લાજે કરશે તો પણ માન નહીં રહે અધિકાર નહીં રહે.

ઉપરોક્ત બંને ઉદાહરણોમાં તમે જોયું હશે કે એક તરફી નીતિને કારણે તકલીફો પડી હતી. આ તકલીફોનું નિરાકરણ જાહેર છે તટસ્થ વલણ રાખવું તે. ઉપરોક્ત બંને ઉદાહરણોમાં ભૂતકાળના કોઈ કટુ અનુભવો તેમને વાસ્તવિક રીતે તટસ્થ રહેતા રોકતા હોય છે. પહેલા પરિવારનો બાપ એના દીકરા તરીકેના જમાનામાં બહુ ઉપેક્ષિત થયેલ હતો. કોઈક કારણસર અને તેથી પોતાના દીકરાને ઉપેક્ષિત ન કરી એમને આડે રસ્તે વળવાની તક આપે છે. જ્યારે બીજા કુટુંબમાં શક્ય છે દીકરીની વાત સાંભળી નહીં હોય અને એણે કૂવો પૂર્યો હોય કે જિંદગી બરબાદ કરી હોય એટલે તેઓ બીજા અંતિમ છેડે એટલે કે બધી બીજી દીકરીઓનું એવું ન થાય તેની તકેદારી રાખતી હોય.

એ તો સનાતન સત્ય છે કે દરેકની કહાણી એક જેવી હોતી નથી. દરેકની જિંદગી તેમના વડીલો કે તેઓ ધારે તેવી હોતી નથી. થઈ શકતી નથી. દીકરી અને વહુ બંનેને એક જ સલાહ અપાતી હોય. દીકરા અને જમાઈ બંનેને એક જ ત્રાજવે જોખાતા હોય. અને જ્યાં સંતાનોનું સુખ તે આપણું સુખની ભાવના હોય ત્યાં સંયુક્ત કુટુંબ ટકી શકે. સંતાનોમાં રખાતા ભાવભેદો એકને સુખ અને બીજાને દુ:ખ આપી શકે છે. બેવડી નીતિનો ન્યાય રાજકારણમાં બિઝનેસમાં ચાલે. સંયુક્ત કુટુંબમાં સ્વસ્થ અને તટસ્થ નીતિ હોય તો જ ચાલે. નહીંતર તેનું વિભક્તીકરણ વરસે બે વરસે કે પાંચ વરસે નક્કી જ હોય છે

આર્ય સંસ્કૃતિના ચાર આશ્રમોની જિંદગી એ રીતે ખૂબ સારી હતી. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ એ બ્રહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમની જેમ જ ખૂબ અગત્યનું છે. બ્રહ્મચર્ય એ દેહ અને આત્માની ઉન્નતિનો કાળ છે. કે જે ભણતર, તાલીમ અને આદર્શો શીખવાની ઉત્તમ અવસ્થા છે. જ્યારે પ્રજોત્પતિ અને તેમના વંશ ઉછેર માટે ગૃહસ્થાશ્રમ પણ એટલો જ જરૂરી છે. આ ગૃહસ્થાશ્રમ દરમ્યાન તેમના વંશજો બ્રહ્મચર્યાશ્રમમાં છે અને તેમના વાલી વાનપ્રસ્થાશ્રમમાં છે. જેઓ ગૃહસ્થાશ્રમમાં રહેલ  પોતાના સંતાનોને ગૃહસ્થાશ્રમ ચલાવવાના અને શ્રેષ્ઠ રીતે તે સમય પસાર કરવાની સલાહ આપી તેમને દુનિયા સમક્ષ ઊભા રહેવાની કાબેલિયત પ્રદાન કરે છે. એમના સંન્યસ્તાશ્રમના તબક્કામાં તેમના સંતાનો વાનપ્રસ્થાશ્રમમાં છે અને એ પછીની પેઢીના સંતાનો ગૃહસ્થાશ્રમમાં છે એ બંધનો, એ નિયમો આજે જ્યાં જ્યાં જે પણ કુટુંબોમાં અમલીકરણમાં છે ત્યાં ત્યાં સંસાર અસાર નથી, સંસાર સારી રીતે ચાલે છે.

આ બધા આશ્રમોમાં દરેક પોતાનું કાર્ય કરે છે. અને પોતાના કાર્યોમાં તટસ્થતાને અપનાવે છે. જ્યાં વડીલોનું કહ્યું યુવા પેઢી માને છે અને એ જ યુવા પેઢીની વડીલ અવસ્થામાં ઘરના વડીલો નિવૃત્તિ સ્વીકારે છે. આ દરેક વાતોમાં, આ વ્યવસ્થામાં કે હકીકતોમાં જ્યાં જે સભ્ય પોતાની ફરજ ચૂક્યા ત્યાં કંઈક ને કંઈક તકલીફ અચૂક થઈ છે. અને એ તકલીફનું નિવારણ એટલે ફરજ પાલન અને પછી તેના અનુસંધાનમાં હક્ક પ્રાપ્તિ.

જનરેશન ગેપ એ સુંદર બહાનું છે. જ્યાં કુટુંબના વડીલ સભ્યો પોતાનું રૂઢિવાદી વલણ છોડવા માંગતા નથી. જ્યારે યુવા પેઢી નવી નીતિ અપનાવવા માગે છે. તટસ્થ વલણ તરીકે બંને પેઢીના પ્રતિનિધિ એકમેકને ખુલ્લા મનના તટસ્થ સૂચનો વડે સમજાવી શકે છે. અને જે વસ્તુ સમજવા યોગ્ય હોય તે સ્વીકારાય.

વડીલોનો અનુભવ અમુક વખતે યુવા પેઢીને બચાવી જાય અને અમુક વખતે ડુબાડી પણ જાય કારણ કે એમનો એ અનુભવ ૧૯૬૫ ૧૯૫૬ ના વર્ષ માટેનો યોગ્ય અનુભવ હતો ૧૯૮૩ ૧૯૮૫ ના વર્ષ માટે તે યોગ્ય ન પણ હોઈ શકે. એ વરસોમાં જીવતી યુવા પેઢીનો જો પરસ્પર સમજૂતી પછી સ્વીકારવા તૈયાર ન હોય તો આવનારા પરિણામો માટે તે દોષિત હોય છે. જે વડીલોના રૂઢિવાદી વલણો માટે પણ એટલું સાચું હોય છે.

તટસ્થનીતિ એટલે એકમેકના મનમાં જઈ તેમની સ્થિતિમાં હું હોત તો મારું આ વલણ એને દુ:ખ આપતે કે સુખ એ વિચારી શકવાની ક્ષમતા જ્યાં અંતિમ હેતુ એ હોય કે આખા પરિવારને બાંધેલા રાખી શકાય એક સૂરથી જિંદગી જીવી શકાય.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: