મુખ્ય પૃષ્ઠ > આંસુડે ચીતર્યા ગગન > આંસુડે ચીતર્યા ગગન (9)

આંસુડે ચીતર્યા ગગન (9)

સપ્ટેમ્બર 17, 2009 Leave a comment Go to comments

અગાઉ નાં પ્રકરણો જોવા અહીઁ ક્લીક કરો

શેષને મલાડ ખાતે અશોક કંસ્ટ્રક્શનના ઇન્ચાર્જ એન્જિનિયર તરીકે કામ મળ્યા પછી મુંબઈમાં પંદર દિવસમાં ઘણું જોઈ નાખ્યું. ઈંટો ને સિમેન્ટના ભાવોથી ચડતી પડતી દશા. કોંટ્રાક્ટરની આવક પર સરકારી તંત્રોનો પડતો આડકતરો ટૅક્સ, વેલ્યુઅરનાં ધાંધિયા, સર્ટિફિકેટ એન. . સી. માટે પટાવાળાથી મામલતદાર સુધાના હપ્તા તથા વેપારીને ઘરેથી કોંટ્રાક્ટરનાં ઘર સુધી રેતી કે ચુનો કે લાકડા કે લોખંડનાં બદલાતા વધતા ભાવો. ઘટતી ગુણો અને અધવચના સોદાબધું સગી આંખે જોયા પછી શેષને થયું કેદુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે

લેબર કોંટ્રાક્ટરના બે ગોટાળા પકડીને જ દસ દિવસના ટૂંકા ગાળામાં પોતાનો પગાર અશોક કંસ્ટ્રક્શનને મફત કરાવી દીધો. લેબર કોંટ્રાક્ટર સિંહા ૨૭ માણસો મોકલતો અને બિલ બનાવતો ૪૦ માણસનું. જ્યારે પૂછવામાં આવતું કે હાજરી પૂરાતી ત્યારે એ ૧૩ માણસો ક્યાંથી આવી જતા તે શેષે સિફતથી પકડી પાડ્યું હતું. નવો એન્જિનિયર ખૂબ જ સ્ટ્રિક્ટ છેતેવી ફીલિંગ ઝડપે ફેલાઈ ગઈ…. તેથી ધીમે ધીમે ખર્ચમાં કાપ પડતો ગયોકામ વધતું ગયુંત્રણ ચાર ઠેકાણે ચાલતા  કંસ્ટ્રક્શન ને યોગ્ય પ્લાનીંગ વડે આઠ કલાકના સતત કાર્યથી બાંધકામની ગતિ વધી ગઈ.

નાની નાની બાબતોને ચીકાશ ધાર્યો રંગ લાવવા માંડી હતી. રોડ ઉપર વેરાતી કપચી કે રેતી તરફ કોઈ એન્જિનિયરે ધ્યાન નહોતું જે સાંજે ઢગલામાં ફરીથી ઉસેડી લેવડાવતા રો મટિરિઅલની કિંમતમાં તો મજૂરોનો રોજ નીકળી જતો હતો.

તે દિવસે ફોન ઉપર મુનીમનો સંદેશો અનસુયાબહેનને પઠવાતો સાંભળીને શેષ ધન્ય થઈ ગયો. મુનીમ લાભશંકર આમ તો અનસુયાબહેનનાં દૂરના ભાઈ થતા હતા. તેમને અમદાવાદ કોલ ઉપર કહ્યું હતું.

બેન ! તમારી પસંદગી સો ટચના સોના જેવી છે. ત્રિવેદી સાહેબની નાની નાની ચીકાશ આપણને ખૂબ ફાયદો કરાવી જશે. જો કે આવો ચીકાશને કારણે હરામનું ખાતા બે ચાર માથાભારે તત્વો ત્રિવેદી સાહેબને વિતાડશે ખરા જપણહવે આપણે તે અંગે કંઈક કરીશું. આગલો પટેલ સિંહા જોડે બેસી ગયો. પણ અહીંયાં વાંધો નથી લાગતો. માણસ મહેનતુ છે. અને ચોખ્ખો પણ છે. આ લોકો કાદવ ખરડે તે પહેલા વાકેફ કરી દઈશું તો ઠીક થઈ જશે.

‘………………………….’

ભલે, ભલે હું ત્રિવેદી સાહેબને કહી દઈશ.

‘…………………………..’

અમદાવાદ તમને તે ફોન કરશે.

‘……………………………’

ભલે આવજો અને ગુપ્તા એન્ટરપ્રાઈઝીસનો દોઢ લાખનો ડી/ડી આવી ગયો છે.

‘………………………………………’

….ના….. હમણાં જરૂર નથી……

‘………………………………..’

સારું .

‘……………………………..’

હં .

પ્રાઇવેટ નોકરીમાં રજા વાજા ને વાંદરા જેવું હોય છેરીઝે તો રાજ દે અને ખીજે તો તાજ લેખેર ! હમણાં બાજી રીઝમાં હતી તેથી ખાસ વાંધો નથી. અને આપણે તો શીખવું છે. કોઈપણ રીતે

શેષ મુનીમ પાસેથી પસાર થયો ત્યારે લાભશંકર ભાઈએ બૂમ પાડી.

અરે ત્રિવેદી સાહેબ !

અરે લાભશંકરકાકાહું તે વળી કેવો સાહેબતમારા તો દીકરા કે ભત્રીજા બરાબર કહેવાઉં ભાઈ સાહેબ આ સાહેબ સાહેબ કાઢી નાંખો. ઠીક નથી લાગતું…’

ભલે ભલે ત્રિવેદીભાઈ પણ… ’

આ ત્રિવેદીભાઈ પણ  દૂરનું છે…. મને ખાલી શેષ કહેશો તો પણ ચાલશે… ’

જબરો ભાઈ તું તો…’

હં ! આ તુંકારામાં જે સ્વત્વ છે તે સાહેબ અને ભાઈમાં નથી કેમ કાકા બરાબર ને?’

પણ ભાઈ તું સાંભળ તો ખરો.

હં  કહો.

અમદાવાદથી અનસુયાબેનનો ફોન હતો પૂછતા હતા  તમારે કંઈ કામકાજ કે પૈસાની જરૂર હોય તો કહેજો અને રાત્રે ફોન કરવાનું પણ કહ્યું છે

ના રે ના કાકા હમણાં તો ફક્કડ ગિરધારી છું. વળી સરસ મજાનું ફર્નીશ્ડ ઘર છે. કોઇ વાતની જરૂર નથી. હા , મારા મિસિસ ટૂંક સમયમાં આવવાના છે. ત્યાર પછી જરૂર પડશે

તમારા મિસિસ? તમે મેરીડ છો?’

હાપણ કેમ?’

કંઈ નહીં મને તમે  બેચલર લાગો છો.

આ વાત મારા મિસિસ ને ન કહેશો નહિતર ભડકશેઅને લોકો ધોળા વાળને કાળા કરવા કલપ લગાવે છે…. જ્યારે એ તો આવીને માથે ચૂનો લગાવશે…’

લાભશંકરકાકા હાથ માથા પર ફેરવતા હસી પડ્યા… ‘ખરી મઝાક તમે તો  કરો છો..!

જુઓ કાકા. લોખંડ, લાકડા જોડે રહીને મશીન ન બનવું હોય તો હસવું જરૂરી છે. છે કે નહીં?’

હા ભાઈ હસવું તો જરૂરી છે…. પણ

પણ અને બણ કાંઈ નહીં. દુનિયા આખી રડતી હોય છે. અને રડતી દુનિયા જોડે તમે રડવા લાગો તો કોઈ તમારો ભાવ પણ ન પૂછે. પરંતુ જો તમે હસો તો તમારી સાથે હસવા માટે આખું જગત આવેહવે તમે જ કહો લાભનો ધંધો કયોહસવાનો કે રડવાનો ?’

હસવાનો જ તો વળી.

હસવાની કોઈ કિંમત લાગે છે?’

ના ભાઈ

એક જોક કહું ?’

હા કહેપણ ચા પીશે ને ?’

હા જરૂર પીશ. આપણા ડાયર સાહેબ છે ને ?’

હં ..

તેમને મારા ભૂગોળના જ્ઞાન વિશે વાંધો હતો.

કેમ ?’

ઇન્ટરવ્યુમાં પૂછ્યું You are citizen of India, you must know where Tamilnadu is.’

મેં કહ્યું સાહેબ agreed, I hope you are also citizen of India… may I know where Mohamayi is situated ?’

પછી….?’

પછી શું…? પછી એમની citizenship પણ ઊડી ગઈ. બિચારા મુંબઈગરા સાહેબને મોહમયીનો ભદ્રંભદ્રીય પ્રાસ ન સમજાયો….’

ફરીથી લાભશંકર હસવા માંડ્યાત્યાં ચા આવી….

ચા પીતા પીતા લાભશંકરભાઈએ પટેલ અને સિંહાએ કરેલ ગોટાળાની ચર્ચા કરી.

જુઓ શેષભાઈ તમે આવ્યા તે પહેલા અનસુયાબેન સાથે જ ફોન ઉપર વાત ચાલતી હતી. સિંહાનો જે કેસ તમે પકડ્યો તે વાત ઉપર બેનને ખૂબ આનંદ થયો. તમારી જગ્યાએ જે પટેલભાઈ હતા તેને સિંહાએ ભાગ કરીને ફોડ્યા હતા. કામની ગતિ ઘટી અને ઉપાડ વધ્યો એટલે બેનને ગંધ આવી અને પટેલને પ્રેશર કર્યું કે સિંહાને બદલે નવો માણસ રાખો. પટેલે તેમ ન કરતા સિમેન્ટલોખંડનથી મળતું માટે કામ નથી થતું વગેરે વાત ઉડાડવાની કોશિશ કરી અને સાંતાક્રુઝ પાસે મોટી હોસ્પિટલનો કોંટ્રાક્ટ ખોવડાવ્યો.

વધુ ડિટેઇલમાં તપાસ કરાવાઈ તો ખબર પડી કે સિંહાએ કટકી બાંધેલી હતી. અને વધુ વિશ્વાસમાં આવી જઈને પટેલે સિમેન્ટ સપ્લાયરો પાસેથી પણ કટકી મેળવવા ખટપટ શરૂ કરેલ મોડા પેમેન્ટની જાણ બેનને થઈ ગઈ અને પાણીચું પકડાવતા વાર ન લાગી.

હંપણ આ વાતથી તો હું વાકેફ છું.

કેવી રીતે ?’

સિંહાએ જાતે જ મને કહેલ

એણે વધુ શું કહ્યું ?’

શેઠિયાઓ આપણી મહેનત ઉપર તાગડધિન્ના કરે છેબે લાખનું બંધાયેલ મકાન ત્રણ લાખે વેચશે, અને જે હક્કનું છે તે હક્કનું છે. મેં પૂછ્યું શેનો હક્ક તો કહે તમે પણ મહેનત કરો છો તેનો હક્ક. મેં કહ્યું મારા હક્કનો તો મને પગાર મળે છેઅને અણહક્કનું મને કશું ખપે નહીં. સમજ્યા…?’

પછી…?’

પછી શું…? બેનને તમારા થ્રુ કહેવડાવ્યું. અને જે થવાનું હતું તે થયું.

હવે પણ આ લોકોથી સંભાળજો.

કેમ ? ’   ‘તેમનું ધાર્યું તમે થવા નથી દીધું. એ લોકો તમને તમારું ધાર્યું નહીં કરવા દે.

બેન જે રીતે માર્ગદર્શન આપશે તે રીતે કરીશ….’

બેને મને તને ચેતવવા કહેલ તેથી તને કહ્યું. પણ હું મોડો પડ્યો. એ લોકો વહેલા હતા. પરંતુ તેં ટેકલ કરી લીધું છે એટલે વાંધો નહીં.

કાકા મેં ખોટું તો નથી કર્યું ને? ’

ના બેટા નાતારા જેવા બે વધુ ઈમાનદાર માણસો અશોક કંસ્ટ્રક્શનને મળી જાય ને તો કંપની એક નંબર ઉપર આવી રહે.

એમની અશોક કંસ્ટ્રક્શન ઉપરની વફાદારી બે મત હતી.

શાંત ચિત્તે કૉટેજ તરફ જતા શેષને વિચાર આવ્યો કે બેનને સિંહા વિષે ખબર છે તો તેનો લેબર કોંટ્રાક્ટ રદ કેમ કરતા નથી? સિંહાને છંછેડવામાં અશોક કંસ્ટ્રક્શનનું હિત જોખમાતું હશે ? બેનને ફોન કરતી વખતે પૂછી જોઇશ.

કૉટેજ ઉપર પહોંચી અને અમદાવાદનો ટ્રન્કકૉલ બુક કરાવી દીધો. બિંદુનો પત્ર હતો. તે ફોડી વાંચવા લીધો.

પ્રિય શેષ,

તમારો પત્ર મળ્યો. અહીં મામા અને મામીનો પ્રેમ અનહદ છે. રીત રિવાજ વહેવાર અને કોઈપણ વસ્તુની કોઈપણ રીતે મને ખોટ વર્તાવા દેતા નથી. મામાએ મુહૂર્ત કઢાવી લીધું છે. તે પ્રમાણે પૂનમે હું મુંબઈ આવવા નીકળીશ. તે જ રીતે સુમીમાસીને પણ લખી દીધું છે. અંશભાઈ સાથે મૂકવા આવશે જપણ એમનાથી વધુ રહેવાશે નહીં કારણ કે તેમનું પણ પરિણામ આવવાની તૈયારી છે.

મામા હજી પણ ગવર્નમેન્ટ જૉબની ફેવર કરે છે. મને પણ કહ્યું છે કે તમને હું સમજાવું. તમે મારાથી સમજો એવા છો ખરા? ખેરમુંબઈની હવામાં કેવું લાગે છે? એકલું એકલું સદે છે? ખાવાપીવાની બાબતમાં ક્યારેક ઈદ તો ક્યારેક રોજાનથી કરતા ને? તબિયતની કાળજી નથી રાખી ને તો તમારી વાત તમે  જાણો હં કે !’ 

મને ધમકાવે છે બિંદુડી ! તું અહીં આવ તો ખરી, ખબર લઈ નાખીશમૂછમાં મલક્તા શેષે વિચાર્યું.

અંશભાઈની મદદને કારણે અહીં સ્થિરતાથી ટકી ગઈ છું. મારે તેમને માટે કોઈક ડૉક્ટરરાણી અત્યારથી શોધી રાખવી પડશે. પણ દાળમાં કંઈક કાળું લાગે છે ખરું…! ભાઈ સાહેબક્યાં તો ગબડ્યા છેકે ગબડવાની પેરવીમાં છે અંશક્યારેક ગુમસૂમ બેસી રહે છેક્યારેક એકલા એકલા કશુંક બબડે છે….’

વાહ ગુરુ ! માન ગયેતને ખબર પડી ગઈઅંશ ક્યાંક ગબડ્યો છેઆવીશ ત્યારે તેને પૂછવું પડશેશેષ પત્ર વાંચતા વાંચતા ગણગણ્યો…’

તમારી વાત તો ઘણી ઓછી લખો છો. તેથી મારી વાતને પણ અહીં ટૂંકાવું છું હવે તો ફક્ત અઠવાડિયું વચ્ચે છે હું અને તમે બસ તમે અને હુંવચ્ચે કોઈજ નહીંહવા પણ નહીંખરું ને ! હા હવા પણ નહીં…’ પત્રને ગડીવાળીને મૂકતા શેષ વિચારોમાં ગુંથાયો

નાથુ ચા મૂકી ગયો હતોતે પીતા પીતા બિંદુ વિશે વિચારવા માંડ્યોખરી અચાનક જિંદગી શરૂ થઈ ગઈ છે. બધું જ અચાનકઅચાનકછોકરી મળી અચાનકનોકરી મળી અચાનકસિદ્ધપુર જવા નીકળ્યો હતો ને નોકરીનો અપોઈન્ટમેન્ટ લેટર મળ્યો અચાનકઅને તે પણ દસ દિવસમાં ઉંચકીને મુંબઈ મૂકી દીધોહોસ્ટેલમાં મિત્રો વિચારતા હશેશેષ સિદ્ધપુરીયો બોમ્બૈયો થઈ ગયોમળતો નથી …. પત્ર પણ લખતો નથીપણઆ બ્ધું જેટલું જલદી અને અણધાર્યું થાય છે તેટલું જલદી જિંદગીનું ગાડું સ્થિર થશે ખરું?

બિંદુ પ્રેમાળ છેસાસરિયું જીતીને તો આવી છે પણ આ કદાચ શરૂઆત છેમુંબઈમાં એ કેવી રીતે સ્થિર થશે ?

ફોનની ઘંટડી વાગીઅમદાવાદ કૉલ બૂક કરાવ્યો હતો… ‘હેલો…!’

કોણ ?’ સામે છેડેથી ટહુકો થયો.

હું મુંબઈથી એસ.કે.ત્રિવેદી બોલું છું

હું આભા બોલું છું. આપને મમ્મીનું કામ છે ને ?’

હા , આપો ને

મમ્મી તો ક્લબમાં ગયા છે. કંઈ સંદેશો હોય તો કહો.

એમણે મને ફોન કરવા કહ્યું હતું.

ભલેબીજું કંઈ ?’

લાભશંકરકાકા સાથે વાત થઈ ગઈ છે. સિંહા એ પહેલા મળી ચૂક્યા હતાહું મારી રીતે કાર્યરત છું. બેનને થેંક્સ કહેજો.

શાના?’

મને ચેતવવા બદલ અને હા આભાબેન તમે કેમ છો ?’

સરસ થેંક્સ 

ફોન કપાઈ ચુક્યો.

 

 

 

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: