મુખ્ય પૃષ્ઠ > આંસુડે ચીતર્યા ગગન > આંસુડે ચીતર્યા ગગન (3)

આંસુડે ચીતર્યા ગગન (3)

સપ્ટેમ્બર 11, 2009 Leave a comment Go to comments

અગાઉ નાં પ્રકરણો જોવા અહીઁ ક્લીક કરો

મૃગાંગ મુલુંદીયા ઊભો થયો. હું મુલુંદનો મૃગાંગઆ છિલોદાનો અજય, આ રમણ કાલુપુરીયો, આ અક્ષત ગોંદીયાવાલા અને અમર નંદગાંવકર , આ બે મારા મિત્રો છે મોહન મહેસાણીયા અને ચીમન તરસાલીયા. અમારામાં ઓળખાણ આપવાનો રિવાજ ગામના નામનો છે. અને જો ગામનું નામ જુદું ન હોય તો વિસ્તારનું નામ અને એ પણ જો એક હોય તો કોઈક ખાસિયત ઉપરથી નામ પાડીયે છીએ. એવા કૉમ્પ્લિકેટેડ ટ્વિન છે ગોવિંદ પીલવાઈયા બંને એક જ ગામનાં છે, બાપાનું નામ પણ એક જ એટલે કે નાથાલાલ છે તેથી એક ગોવિંદ એટલે કે સામેના પલંગમાં જમણી બાજુએ જે ત્રીજો બેઠો છે ને તેને અમે ગોવિંદ ગબડેલો કહીએ છીએ. કારણ કે બસમાં ચડતા ચડતા એક વખત ગબડેલો. જ્યારે એની જોડે જ બેઠેલો છેલ્લો આપણો મિત્ર ગોવિંદ વાડકો. જ્યારે ફીસ્ટ હોય ત્યારે વાડકો ભરીને દૂધપાક પીવાને બદલે એક વખત ડોલ ભરીને બેઠો હતો. અને આચાર્ય સાહેબે કહ્યું હતું , ‘અલ્યા ગોવિંદ વાડકો લે અને પછી પી. ત્યારથી એનું નામ ગોવિંદ વાડકો પડેલ

થોડી વારમાં ખોંખારો ખાઈને મૃગાંગે શેષનું પરાક્રમ કહેવાનું શરુ કર્યું.

શેષ સિધ્ધ્પુરીયો આમ તો ખૂબ શાન્ત છોકરો. કોઈ માથાકૂટ નહીં, પણ કોણ જાણે કેમ તે દિવસે મગજ ગુમાવી બેઠેલો.

હોસ્ટેલમાં ઇલેક્શનને આગલે દિવસે અમારી લોબી તટસ્થ હતી. હોસ્ટેલાઈટ નટુ પટેલ અને શહેરના પી.સી.ચુડાસમા બંનેના જીતવાના ચાન્સીસ અમારી લોબીના ચાલીસ મત ઉપર હતા. રાવજી સલુંદીયાએ એ બંને પાસે હોસ્ટેલના ફૂડબિલમાં ૧૦ % સબસિડી અપાવો તે રીતે માગણી મૂકેલ હતી. વાતચીત અને ચર્ચા એ નેચરલી રાવજીના રૂમમાં થાય.  

તે દિવસે અચાનક પી.સી.ચુડાસમા એમના પાંચેક મિત્રો લઈને આવી પહોંચ્યા. નટુ પટેલ પણ ત્યાં જ બેઠો હતો અને ગરમાગરમી થઈ ગઈ. શેષ બેઠો બેઠો તમાશો જોતો હતો. ચુડાસમા ઉશ્કેરાઈને ગાળાગાળી પર આવી ગયો અને રૂમમાં દેકારો મચી ગયો. રાવજીના રૂમમાંથી અવાજ આવતા સાંભળીને આખી હોસ્ટેલ ભેગી થઈ ગઈ. અને કેટલાક ખાટસવાદિયાઓ પણ મીઠું મરચું ઉમેરવા માંડ્યા.

ચુડાસમા – ‘રાવજી તું ડબલક્રોસ કરે છે. તને હું જોઈ લઈશ !નટુ પટેલ – ‘પરબતસીંહ આ તારા ગામનો મહોલ્લો નથી કે ગમે તેને તું ધમકી આપીને જતો રહે. અને સ્પષ્ટતાથી કહી દઉં. વોટિંગ એ દરેકનો પવિત્ર હક છે. એમાં જોઈ લઈશ વાળી ધમકીથી તું ચૂંટણીમાંથી ફેંકાઈ જઈશ !

બે મહારથીઓ પોતપોતાની તાકાતનું પ્રદર્શન કરવા હુંકારા દેકારા કરવા માંડ્યા, અને નટુ પટેલનું આખુ જૂથ પરબતસીંહના જૂથને ઘેરી વળ્યું.

ટપલા ટપલી શરૂ થઈ જવાની સૌને ધાસ્તી લાગી તે ક્ષણોમાં ગોવિંદ વાડકાએ ગીત લલકાર્યુંદૂર હટોદૂર હટો…. એ ઈંગ્લીસ્તાની હિન્દોસ્તાં હમારા હૈ.. !

પરબત પોતાના રક્ષણ માટે રાવજીને પોતાની આડમાં લેવા ઊભો થયો. તે વખતે શેષ સિદ્ધપુરીયાને કોણ જાણે કેમ ઉંઝાની ઉમિયાજી કે પાવાગઢની કાળકા કે ગબ્બરના અંબાજી આવ્યા હોય તેમ તે ધૂણવા માંડ્યોઆ ધુણાટની પહેલી તમાચ નટુ પટેલને પડી પછી પરબત રંગાયો. પછી પરબતના જોડીદાર…. પછી નટુ પટેલના જોડીદારઅર્ધી મિનિટની તમાચાબાજીમાં તો હો હા થઈ ગઈ. ફફડાટી વ્યાપી ગઈ. બંને ગ્રૂપ બાઘા બનીને જોવા લાગ્યાતમાશેબાજના ભૂંડા હાલ થાય તો તમાશો જોવા કોઈ ઊભુ રહે ખરું?

અને એ સમયે શેષનો અવાજ પડઘાતો થયો.

જો જો અમારી લોબીમાં ફરીથી ગુંડાગર્દી કરવા આવ્યા છો તોઅમે અમારી રીતે સ્વતંત્ર છીએ. અમારું વોટિંગ અમારી રીતે કરીશું. ખબરદારજો તમારું મોં પણ અમને બતાવ્યું છે તો.. અમારા ફૂડબિલની પડી નથી અને તમારો જ સ્વાર્થ જુઓ છોસ્વાર્થીઓ. ફૂડબિલ ૫૦ રૂપિયાથી કદી વધવું ન જોઇએ સમજ્યાઅંદર અંદર તડ પડાવીને બે બિલાડી અમને બનાવીને રોટલો ખાવાની વાત કરી છે ને તો તમારું મોં કાળું કરીને કૉલેજમાં ફેરવીશવાંદરાની જેમ…. સમજ્યા ને…!’

આ ધમાલને કારણે પોલીસ આવીને ચૂંટણી રદ થઈ અને ઇલેક્શનને બદલે સિલેક્શન થયું. સિલેક્શનમાં આચાર્યશ્રીએ શેષને લૉબીનો લીડર બનાવ્યો. શેષે રાવજીને ટેકો જાહેર કરી રાવજીને જી.એસ. બનાવ્યો. અને રાવજી જ્યારથી ફૂડબિલમાં છેહજી સુધી ફૂડબિલ ૩૧ રૂપિયાથી વધ્યું નથી….

ચાય તૈયાર છે…’

રાવજી સુલુંદીયાની મહેમાનગતિમાં અને બીજા મિત્રોની તહેનાતમાં બે કલાક પસાર થઈ ગયા. શેષભાઈ આવ્યા ત્યારે એ બધા મિત્રોની આંખોમાં જે અહોભાવ ડોકાતો હતો તે જોઈને હું ગર્વ અનુભવવા લાગ્યો.

અંશ ! ક્યારે આવ્યો?’

બે એક કલાક થયા.

બાલુમામાને વાત કરી?’

ના…. પણ એમણે ચિઠ્ઠી આપી છે.

‘……………..’

શેષભાઈ, ચાલોને બિંદુભાભીને મળવા જવું છે.

સાંજે જમવા જઈશું એટલે એ મળશે જ.

પણ મારે હમણાં મળવું છે.

બહુ ઉતાવળો તું તો ભાઈ.

વાત જ એવી છે ને ભાઈમારે કંઈ દસ બાર ભાભી તો છે નહીં..

ભલે, જઈશું. પણ થોડો આરામ કરી લે. અને બિંદુ વિશે રાવજી સિવાય કોઈને ખબર નથી. તે વાતનું ધ્યાન રાખજે.

શેષભાઈ જમવાનું બહાર કેમ રાખો છો? હોસ્ટેલના ફૂડબિલમાં લોકોને ફાયદો કરાવીને તમે બહાર જમો છો.

મારું બી.. પતી ગયા પછી રાવજીના ગેસ્ટ તરીકે હોસ્ટેલમાં રહું છું. ખરેખર હવે હું હોસ્ટેલમાં ન રહી શકું. પણ રાવજી ફેલ થયો. અને આ વરસે એની સાથે અમદાવાદમાં રહેવાનો પ્રશ્ન મટી ગયો.

મામા શું લખે છે? ’

સિદ્ધપુરના વોરાસાહેબ પી.ડબલ્યુ.ડી.માં Chief Engineer છે તેમને મળવાનું કહે છે. જોબ મળી જશે.

પછી?’

મારે પ્રાઈવેટમાં કરવું છે. ભલે શરૂમાં પગાર ઓછો પણ પછી વાંધો ન આવે ને… ’

પણ ગવર્નમેન્ટ જોબ પેંશનેબલ તો ખરી ને? ’

એ બાલુમામાને મતે છે. મારો મત જુદો પડે છે.

એ આપણા હિતમાં જ વિચારતા હોય ને?’

હા, એ સાચુંપણ મને હવે એમને વધારે ભારરૂપ થવું યોગ્ય નથી લાગતું.

પ્રાઈવેટમાં મળી જશે?’

નોકરીઓનો ક્યાં તૂટો જ છે?’

આજે ક્યાં ગયા હતા?’

‘Interview આપવા જ ગયો હતો.

શું થયું?’

નોકરી અને છોકરી બંને મળી.

સમજ્યો નહીં !

મારા જવાબોથી ખુશ થઈને ઈન્ટરવ્યુઅર મેડમે છોકરીની ઑફર પણ કરી.

પછી?’

પછી શું? મેં કહ્યું કે હું વિચારીશ.

કેમ જુનિયર સીનિયર સિદ્ધપુરીયા વચ્ચે શું ગપસપ ચાલે છે…. અચાનક રાવજી ટહુક્યો.

બસ બેઠા છીએ.

શેષ, અંશનો શું પ્રત્યાઘાત છે?’

શાના વિશે ?’

આંખ મીંચકારતા  રાવજી બોલ્યો,  ‘તારા પરાક્રમ વિશે?’

એ તો જ્યારે બિંદુને મળશે ત્યારે ખબર પડશે ને?’

એટલે આજે તું જવાનો ખરું ને?’

હા , અંશને મળે તે હેતુથી.

સાંજે સુમીમાસીને ઘરે ગયા ત્યારે એ રાહ તો જોતા જ હતા. અમને જોઈને પ્રસન્ન વદને આવકાર્યા.

કેવો ગયો ભાઈ Interview?  ’

અરે જવા દો ને માસી નોકરી અને છોકરી બંનેના હમણા બહુ પાવરફુલ યોગ ચાલે છે.

કેમ શું થયું?’

બંદા સિલેક્ટેડ પણ…. ’

પણ શું?’

મને ઘરજમાઈ બનાવવા માગે છે.

એટલે ?’

એટલે એમ કે નોકરી અને સાથે સાથે છોકરી પણ…’

પછી?’

પછી શુંહજી છોકરી જોઇ નથી. જોયા પછી વિચારીશ.

એટલે?’ એક તીણો અવાજ આવ્યો.

એટલે વિચારીશ અને શેષભાઈએ પાછળ જોયા વિના જવાબ આપ્યો ત્યારે જ ખબર પડી કે બિંદુ પડદા પાછળ ઊભી ઊભી સાંભળતી હતી.

હં વિચારજોવિચારજો…’

અરે ! અરે ! પણ મારું કાનપટીયું તો છોડ?’

શું કામ ?’

વિચાર તો મગજમાં થાય છે કાનથી નહીંકહું છું છોડ..!

છોડે છે મારી બલારાત…’

હા ભાઈ હા ન છોડતી. પણ કાન તો છોડ !

બોલો શું વિચાર કર્યો?’

વિચાર શુભ કર્યો છે.

શું?’

શુભ…’

શુભ એટલે?’

શુભ એટલે સારો.

હા હવે એ તો ખબર છેપણ પેલી છોકરીનો !

આ સ્ત્રી એટલે જ ઈર્ષા…’

ફરીથી પકડું?’

યાર થોડી તો ઇજ્જત રાખ. સુમીમાસી બેઠા છે.

મા તો આવી છેડછાડ જોઈને રાજી થાયમાસી તો મા કરતાં પણ વધુ હોયએટલે જો કેવા ખુશખુશાલ છે?’

બાય ધ વે આ સવાઈ સિદ્ધપુરીયાઅંશબાબુ.

હું સુમીમાસીને પગે લાગ્યો.

 

 

Advertisements
  1. સપ્ટેમ્બર 14, 2009 પર 3:20 એ એમ (am)

    સરસ…આ હપ્તાના લેખક કોણ છે ? નીચે નામ લખેલ નથી. તેથી…

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: