મુખ્ય પૃષ્ઠ > આંસુડે ચીતર્યા ગગન > આંસુડે ચિતર્યા ગગન (2)

આંસુડે ચિતર્યા ગગન (2)

સપ્ટેમ્બર 10, 2009 Leave a comment Go to comments

અગાઉ નાં પ્રકરણો જોવા અહીઁ ક્લીક કરો

બીજે દિવસે એસ.ટી. બસ પકડીને સિદ્ધપુરથી અમદાવાદ ઉતર્યો ત્યારે હું વિચાર કરતો હતો કેવી હશે બિંદુભાભી ? વળી જિંદગીમાં પહેલી વખત મોટાભાઈએ બાલુમામાથી વાત ગુપ્ત રાખવાનું કહીને સસ્પેન્સ ઊભું કર્યું હતું.

શેષભાઈની હોસ્ટેલ જવા માટે નવરંગપુરા જવાની બસ પકડવાની હતી. યુનિવર્સિટી જતી બસો નવરંગપુરા થઈને જતી જ હોય ને… એમ વિચારીને ૫૨/૩ નંબરની બસમાં હું ચડી ગયો. રુઆબથી કંડક્ટર પાસે નવરંગપુરાની ટીકીટ માંગી – તો કંડક્ટર દયામણી નજરે મારી સામે જોવા માંડ્યો

‘ભાઈ ! ચશ્મા આવ્યા છે કે શું?’

‘કેમ ?’

‘બસ નંબર વાંચ્યો છે ?’

‘હા – ૫૨/૩ છે. બરાબર ને?’

‘હા બરાબર. પણ બોર્ડ વાંચ્યું હતું?’

‘હા, ગુજરાત યુનિવર્સીટી’

‘પણ આ સેન્ટ ઝેવિયર્સ કૉર્નરથી જાય એ વાંચ્યું નહોતું?’

‘કેમ? યુનિવર્સિટી જતી બધી બસો નવરંગપુરા ના જાય?’

‘એવો સાદો નિયમ નાનકડા ગામડામાં હોય જ્યાં એક જ રસ્તો હોય . શું ભઈલા?’

‘તો…. હું દયામણો બનીને તેની સામે જોઉં છું. ’

‘લાલબંગલા ઊતરી જજો અને રિક્ષા પકડી લેજો.’

કન્ડક્ટર હવે ભલો લાગ્યો

પહેલા એક કે બે વખત અમદાવાદ આવ્યો હતો. પરંતુ એક વખત બાલુમામા જોડે હતો અને બીજી વખતે શેષભાઈ હતા. તેથી આવી નાની નાની તકલીફોનો ખ્યાલ નહોતો આવતો.

જ્યારે એકલા ફરવા માંડો ત્યારે જ સમજાય ને સંગાથનો મતલબ.

હોસ્ટેલ ઉપર પહોંચ્યો ત્યારે શેષભાઈ નહોતા. બીજો કઠિન તબક્કો શરૂ થયો.

રૂમમાં પૂછ્યું ‘એસ. કે. જોશી ક્યાં ગયા છે?’ – ‘ખબર નથી.’ શુષ્ક જવાબ . ‘ક્યારે આવશે?’ ‘ખબર નથી’ ફરી શુષ્ક જવાબ. ‘હું બેસી શકું ?’ ‘જગ્યા નથી?’ ‘છે’ ‘તો બેસો.’

………………………

થોડી ક્ષણોનાં મૌન બાદ તેણે પૂછવાનું શરૂ કર્યું

‘તમારું નામ ?’

‘એ.કે.જોષી’

‘શેષનો ભાઈ?’

‘હા’

‘નાનો કે મોટો?’

‘દેખાતું નથી હજી માંડ મૂછો ઊગી છે.’

હવે ચોંકવાનો વારો શુષ્ક જવાબ આપનારનો હતો. મેં ફરી શરૂ કર્યું.

‘તમારું નામ ?’

‘રાવજીભાઈ મગનભાઈ પટેલ ઉર્ફે આર.એમ.પી. ઉર્ફે રાવજી સલુંદાવાળા’

‘આપનો પરિચય આપશો ?’

શેષ જોષીનો કટ્ટર ભાઈબંધ – શેષ સિધ્ધ્પુરીયા ને રાવજી સલુંદીયા એટલે એક સિક્કાની બે બાજુ. પણ ક્યારેય ન ચાલેલ ખોટો સિક્કો.

‘મને તરસ લાગી છે પાણી આપશો? મિ. મુલુંદીયા !’

‘તમે મિ. મુલુંદીયાને બોલાવો છો. તે તો અહીંથી છઠ્ઠા રૂમમાં રહે છે. ’

‘ઓહ સોરી ! આપ તો સલુંદીયા છો ખરું ને?’

‘ખરો ખરો… સિધ્ધ્પુરીયો શેષ કરતા પણ સવાયો.’

‘ચાલો આપણે ચા પીવા જઈએ. ’

‘ના… રાવજીની ચા પીવા તો આખી લોબી આવશે. અહીંયા જ ચા પીએ છીએ. ’

રાવજી ઊભો થયો. પાંચ મિનિટમાં આવું કહીને બહાર નીકળ્યો … હોસ્ટેલમાં હલચલ મચાવીને જ્યારે પાછો આવ્યો ત્યારે એના દીદાર જોવા જેવા હતા. એક હાથમાં સ્ટવનો દાંડિયો, સ્ટેન્ડવાળી તપેલી , ચા ખાંડનું મિશ્રણ ભરેલ કપ તથા બીજા હાથમાં એક બીજી તપેલી જેમાં દાંડી તૂટેલા, દાંડીવાળા, ચાર પાંચ ડીઝાઈનોવાળા કપ, ગ્લાસ તથા કીટલીમાં દૂધ અને પાછળ રાવજી સલુંદાવાળાની જય …. ની કીકીયારીઓ કરતા દસ સરખી ઉંમરના મિત્રોનું ટોળું જોઇ પહેલા તો હું બઘવાઈ ગયો. પછી રમૂજ પડી. અને હું પણ બોલ્યો ‘રાવજી સલુંદીયા… ઝિન્દાબાદ…’

નાનો રૂમ અને એમાંના બે પલંગ હકડેઠઠ ભરાઈ ગયા અને દાંડીવાળી તપેલીને માઈકની જેમ ધરીને રાવજી એ શરૂઆત કરી.

‘hello… hello… mike is working… no silence please… all should keep murmuring, chitchatting and gunguning… otherwise your lobby leader Shesh Sidhdhpuriya will be angry… like a bull… and will make you all bulbul… know … what is the reason?

બધાએ એક સાથે અવાજ કર્યો … no… here is our chief guest Ansh Sidhdhpuriya. A young Sidhdhpuriya… and we all be keeping him busy otherwise… otherwise… hip… hip… hurray….

બધાએ ઉંચા થઈને મને જે રીતે અનુમોદન આપ્યું તે જોઈને હું હસી હસીને બેવડ વળી ગયો.

‘now … our chief guest Mr. Sidhdhpuriyaa …. Will speak…. Something…’ કરીને રાવજી સલુંદાવાળાએ માઈક હાથમાં આપ્યું.

‘મિત્રો, હું અંશ ! રાવજીભાઈના મતે સવાયો સિધ્ધ્પુરિયો… પણ અમદાવાદમાં તો ગોટવાઈ જ ગયો… ખેર … આપ સૌનો પરિચય પરોક્ષ રીતે થયો. હું તો એટલું જ જાણવા માંગું છું કે શેષ સિધ્ધ્પુરિયા તમારી લોબીનો લીડર કેવી રીતે થયો?

ફરીથી માઈક હાથમાં લેતા રાવજીએ કહ્યું – તો મિત્રો આપણો પરિચય આપણો આ નાનો મિત્ર માગે છે. અને શેષ કેમ લોબી લીડર થયો તે જાણવા માંગે છે…. કોણ આ શુભકાર્ય પોતાના હાથમાં લે છે?’

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: