Home > નિવૃત્તિ ની પ્રવૃત્, email > ખીચડી-મહેન્દ્ર (માઇક) વોરા

ખીચડી-મહેન્દ્ર (માઇક) વોરા


૧. અકરમી કોને કહેવાય ? ઊંટ પર બેઠા હોય છતા જેને કુતરું કરડી જાય એ અકરમી !!
——————————————-
૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો, કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!
——————————————–
૩. ઘણા પુરુષો સ્ત્રીને ધ્ધીકારે છે, કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!
——————————————–
૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!
——————————————–
૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
———————————————-
૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
———————————————–
૭. દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!
———————————————–
૮. પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ? જેના કાન લાંબા , આંખ  મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
————————————————–
૯. તમારા પપ્પા પૈસાદાર ન હોય તો એ તમારું દુર્ભાગ્ય ગણાય , પણ જો તમારા સસરા શ્રીમંત ન હોય તો એ તમારું દુર્ભાગ્ય જ નહિ, તમારી બેવકૂફી પણ ગણાય !!
————————————————-
૧૦. જૂના ફર્નીચરમાંથી ય જે વ્રુક્ષ્ બનાવે એ કવિ …અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી
————————————————
૧૧, પ્રત્યેક સમજદાર નારીએ બને એટલાં વહેલા લગ્ન કરી લેવાં અને દરેક સમજુ પુરુષે બને ત્યાં સુધી લગ્ન ટાળવા …!!
—————————————————
૧૨. ઈશ્વરને કરવા જેવી એક આદર્શ પ્રાર્થના ::: હે પ્રભુ, બીજા ભલે અપ્રમાણિક હોય , પણ મને તો તું પ્રમાણિક બનાવજે , જેથી આ દુનિયામાંથી એક rascal તો ઓછો થાય !!
————————————————-
૧૩ પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે એક , એ રડી શકે છે અને બે ,એ ધારે ત્યારે રડી શકે છે !!!!!
————————————————-
૧૪. આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ ( બદ્ ) નસીબ !!!!
————————————————
૧૫. પત્રકાર હનુમાન જેવો હોવો જોઈએ મંથરા જેવો નહિ ….!! આડવાત:: કેટલા પત્રકાર પોતાને હનુમાન જ માનતા હોય છે , ફરક માત્ર એટલો કે એ ખોટી લંકામાં આગ લગાડતા ફરે છે !!!!
————————————————–
૧૬. પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છે :બન્ને કમાવા મુશ્કેલ છે, પરંતુ બન્નેને ગુમાવવાનું બહુ સહેલું છે !!!!!!!
————————————————
૧૭. રૂપાળી અને નમણી સ્ત્રી વચે એક તફાવત છે પુરુષ જેને નિહાળતો રહે એ સ્ત્રી રૂપાળી જયારે, સ્ત્રી જે પુરુષને નિહાળતી રહે એ પુરુષની નજરે નમણી ..!!!!
———————————————-
૧૮. વાણીયાની વ્યાખ્યા શું ? ધારવાનું ધારે , ન ધારવાનું પણ ધારે અને ધારવા-ન ધારવાના આધારને પણ ધારે એનું નામ વાણીયો !!!!
———————————————-
૧૯. બાળક અને મોટેરાં વચ્ચે એક મહત્વનો તફાવત છે બાળકે પોતાની જાતને છેતરવાની જરૂર હોતી નથી !!!!!!
——————————————-
૨૦. બાળક આપણને નિર્દોષ બનાવે ,સ્ત્રી આપણને કવિ બનાવે , પણ સાસુ-સસરા આપણને ફિલસુફી બનાવી દે છે ..!!!!
———————————————-

Advertisements
  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: