Hate letter


અક્ષય ઉદાસ બેઠો હતો. વિક્રમે એને આવીને જે વાત કરી તેનાથી તે પગથી માથા સુધી હચમચી ગયો હતો. નિશા એની બાળપણ ની સખી. મુગ્ધાવસ્થામાં પ્રેયસી અને યૌવન કાળની સ્વપ્ન રાણી. એને ચાહતી હતી – વોટ નોન્સેન્સ !

        હું પણ એજ કહું છું વિક્રમ she is pretending. મેં પણ એને એજ કહ્યું. you are pretending તું ઢોંગ કરે છે. એ ચીબાવલી ! ઓહ સોરી ! એ કહે why should I pretend? મારે ઢોગ કરવાની શી જરુર?  તોબા ! તોબા ! ગળા સુધી હા હોય તો પણ…. મારે તો કશું નથી – સ્ટુપીડ નહીં તો ? અક્ષય – તું તારી વાત જવા દે પણ મેં નીશાના ઢગલાબંધ પ્રસંગો જોયા છે જે દીવા જેવું ચોખ્ખું કહી શકે કે એને તારે માટે શું છે અને શું નહીં ?૘

        પણ વિક્રમ તે શરુઆત કઈ રીતે કરી એતો કહે.. ફરીથી… હા હજી મારું મન માનતું નથી – વિક્રમ મારી સામે જોતો હતો કદાચ દિલોસોજી કે આશ્ર્વાસન કે એનાં જેવું કંઈક એની અંખમાં ભરીને.

        You see! આ વખતે યુનીવર્સીટીમાં અમારે જબરી ઉથલ પાથલ કરવાની હતી. તું તો ટાઈફોઈડ માં પડેલો તે વખતે Very suddenly I met her on the bus stand –hey!- as she knows that I am very well friend of yours. એ મારી સામે હસી હું પણ હસ્યો –quite formal…. આખી દુનિયાનાં ગપ્પા સ્ટેન્ડ પર માર્યા – અધુરામાં પુરી એક બસ પણ્ જતી રહી. than very suudenly I remember your woeds yaar.. એ વાડાની બહાર નીકળવાનો પ્રયત્ન સુધ્ધા નથી કરતી… એટલે કે – As you said your love is limited up to waadaa premises , well. વાતો મને વાતોમાં મેં એને પુછયું.

        નીશા ? તને ખોટુ ન લાગે તો એક વાત પુછું ? એ કહે હ ! વળી સારા નશીબે સ્ટેન્ડ પર પણ કોઈ હતું જ નહીં તેથી મારી હિંમત વધી પડી. direct attack કર્યો. નીશા ! Is your love limited up to wada premises?  – પહેલા તો એ બાધારામને કશી સમજ જ ન પડી તેથી મેં ફરીથી પુછ્યુ .

        તો કશો જ જવાબ ન મળ્યો. ખાલી મલકી તેથી થોડી મારી હિંમત વધી “અક્ષયને ટાઈફોઈડ થયો તે તો ખબર છે ને… હા.. તું જવાની છે ખબર લેવા…?”

” ના ઘરે આવશે પછી જઈશ.”

” હં.”

” You should go. He will be really pleased. You see … એની જગ્યાએ હું હોઉ ને તો હું પણ એવુંજ ઈચ્છું – ફરી પાછુ એજ સ્માઈલ…

        મેં આગળ ચલાવ્યું – well..what I feel કે તમારે બે જણે એકાદ વખત બહુ શાંતિથી મળવું જોઈએ… and now things should be setteled in between you two. –because you see he is  also tired by resigning the girls off course ! the pressure of marraige has been too much !” એટલે એને કંઈક ટયુબ લાઈટ થઈ

“પણ મને એવું કંઈ ફીલ નથી થતુ ને ?”

” એટલે ?” હું ચોક્યો –

“એટલે  ! કે મને એવુ કંઈ નથી” –

” હું કંઇ બહુ સમજ્યો નહીં ? “એના મોઢા પર કંઈ ભાવ બદલાતા હતા ? મેં પુછ્યું well of course.. અચાનક જ તેનાં મોઢા પર દસ વર્ષ મોટી થઈ ગઈ હોય તેવી ગંભીરતા આવી ગઈ – એટલે મેં ટોણો માર્યો – એમાં serious શું થઈ જાય છે. ? Take it easy! and be frank enough. – તો એકદમ તકલાદી જુંઠું હાસ્ય ફુટી નીકળ્યું..

       ” ના પણ ખરેખર મને એવું કંઈ જ નથી Just friendly.”

” Are you sure you were dealing with him quiet friendly ?” 

એણે સીધ્ધી આંખમાં આંખ પરોવીને કહ્યુ ” of cource. ”

” Well ! Than matter is Serious ! He is a victim  of misunderstanding .” 

“Is it ? ”

 “હાસ્તો વળી ?”

” શું હાસ્તો વળી ? you are pretending ? I think..પણ તારે ઢોંગ કરવાની જરુર શી ?”

” But why should I pretending ? મારે ઢોંગ કરવાની જરુર શી…?  અને મારી આગળ હજી ત્રણ બહેન અને એકભાઈ બેઠા છે. એટલે નેચરલી એવી ઉતાવળ ન હોય… જો કે અક્ષયને પણ્ બે બહેનો બાકી જ છે ને.”

” Well Don’t takeit ill.. પણ… મે તારા ભૂતકાળને ઢંઢોળી એવો પ્રસંગ શોધવા પ્રયત્ન કર્યો જેમાં……        જયારે તમે સૌથી પહેલા યુનીવર્સીટી પર મળ્યા અને ત્યારથી પાછા આવતી વખતે તે પુછ્યું કે આ વાતો એક બાજુ ની તો નથી ને? અને અક્ષયે કહ્યું હતુ કે ના. એન્ડ ધેન મારી કંપની ખરેખર ગમે છે ને ? – અક્ષયે કહ્યું હતું હા.

  “તો એણે શું કહ્યું વિક્રમ?”

“જો જુઠ્ઠાઓની દુનીયા.she said. મને કશી ખબરજ નથી – Really I was too angry.. after all યાર ! હુ તો third party ગણાઉ But I amreally teling that to trust woman is next to trust the lier પછી મે વાત વાળી લીધી કે “જો અક્ષય misunder standing નો શીકાર હોય તો આપણે એટલે કે મારે અને નીશાએ તેને સમજાવવો જોઈએ.”

       ” શું સમજાવે ધૂળ !” હું એકદમ ગરમ થઈ ગયો.” જો વિકી ! તેં ખુબ સારુ કર્યું આ ગુંચવણ નો નીવડો લાવી દીધો ચાલ દોસ્ત ! હું ઉપડુ – સાડા પાંચ વાગી ગયા.” ” ભલે” કહીને વિકી ગયો.

        હમણા જ મારી તબીયત સહેજ સહેજ રીકવર થઈ હતી. ટાઈફોઈડ ને લીધે ખવાતું કશુ જ  ન હોતું ત્યાં પાછી વિક્રમે આ ધમાલ કરી નાખી જો કે આ બધી વાત તો વીસેક દિવસ પહેલા થી હતી. પરંતુ મને આજે ખબર પડી. અચાનક જ જીવ બળવા માંડ્યો. નીશા રે નીશા ગાંડી ! આ તમે શું સુજયું ? – શું એને ખરેખર મારે માટે કશુજ નહી હોય ? નાના એવું તો ન બને. મારા દરેક સારા માઠા પ્રસંગે તે મારી સાથે હતી. એ એવુ કેમ વિચારી જ શકે ? મંદિરમાં દરરોજ ભગવાનની પુજાના બહાને અડધો પોણો કલાક આંખ મીચામણા – ભગવાનને ચઢાવેલુ ફુલ મારી તરફ ધરવુ – મારી નજર સમક્ષ પ્રસંગોની હારમાળા શરુ થઈ ગઈ. એક પણ પ્રસંગ એવો ન હોંતો કે જેમાં એનો સહેજ પણ ખચકાટ દેખાયો હોય. એક ઉનો ઉનો નિસાસો મોં માંથી નીકળી ગયો.

        “અક્ષય.. શું આમ માથે હાથ દઈને બેઠો છે… બેટા… હજી તારી મમ્મી જીવતી છે… મરી નથી ગઈ.૘ મમ્મીએ. એમના લાક્ષણીક અવાજમાં મને તંદ્રામાંથી જગાડ્યો –૘ જો મમ્મી ફરી બોલીશને તો તને તારી વહુના સમ…” મમ્મી નો હું નાનો અને લાડક્વાયો  તેથી…ક્યારેક આવા લાડ હું કરતો..અને મમ્મી ખીજવાઇને કહેતી..”વહુ ની વાતો હમ ના કર દીકરા હજી તો ભણવાનુ ઘણું બાકી છે.. ”

        હું રાતના સાડા દસ સુધી ખુબ કાર્યરત રહ્યો કે રહેવા પ્રયત્ન કર્યો જેથી નીશાનું ભુત સવાર ન થઈ જાય. પણ સાડા દસે બધા સુઈ ગયા. અને ફરી પાછુ પેલું ડરામણું એકાંત અને વિચારોની ધારા…  અચાનક મનમાં ઝબકારો થયો. નીશાડી… મને એક તરફી ઠરાવવા માગે છે.. પરંતુ એ બચ્ચુને ખબર નથી. હું અક્ષય છું. હું કંઈક કરીશ. જરુર કરીશ. પણ શું કરીશ…? અને એ પ્રશ્ર્નાર્થ ચિન્હની પાછળ ફરી પાછા વિચારોની સળંગ હારમાળા. જાણે કીડીયારુ ઉભરાયું.

        બે ત્રણ દિવસ અને એટલી જ રાતો આવું કીડીયારું ઉભરાયા કર્યું. અંતે પેલા છંછાડાયેલા સ્વમાને બળવો કર્યો – અને નીશાની આ વાત ને ખોટી પાડવા મેં કાગળ લખવાનો શરુ કર્યો.

નીશા !

        વિક્રમ ડ્રામાં આર્ટીસ્ટ છે તેની તને ખબર છે… વળી મજાકીયો પણ ખુબજ. એના મનમાં અચાનક તુક્કો આવ્યો અને તારી સાથે તે વાત જોડી બેઠો કે મને તારા માટે કુણી લાગણી છે પ્રેમ છે. જો જે ભુલમાં રહેતી મને કદી તારા માટે પ્રેમ ન હોતો, નથી અને નહી હોય. હા આપણે આગળ પાછળ રહીયે તેથી ઓણખાણ હોય – તેનો મતલબ એમ તો હરગીઝ નહી કે હું તને ચાહું છું તેથી કોઈપણ જાતની ગેરસમજણ ઉભી કરીશ નહીં.

વિક્રમની રમુજી અને નાટકીય વર્તણુંકથી ખોટું લાગ્યું હોય તો તેના વતી રોમેંટીક લાગ્યો હોઉ તો. મારે દિલગીરી સાથે કહેવું પડશે કે એતો મારો સ્વભાવ છે. હું દરેક કોલેજ ની છોકરી ઓ સાથે વાત ચીતમાં રોમેંટીક હોઉ જ છું જેથી એવી કોઈ ખોટી માન્યતા ઉભી ન કરીશ. વિક્રમને આવો ડ્રામા કરવા મેં કદી  કહેલ નથી.

                                                                        અક્ષય.

 

        જિંદગી નો પહેલો પત્ર –નીશા પર.. મારી પ્રિયતમા પર – અને તે પણ હેઈટ લેટર. હ્દયની અંદર કશુક ડંખ્યા કરે છે. હેઈટ લેટર.. હેઈટ લેટર… કેવી કમનશીબી – આ નિશા માટે તો કેટકેટલા સ્વપ્નો ગુથ્યાં હતાં. કેટકેટલા પ્રેમ પત્રો લખવાના કોડ સેવ્યાં હતાં. અને એને લખવો પડે છે. હેઈટ લેટર સૌથી પહેલા… કોઈક અજંપાના ભાવો મનમાં ઉભરાવા માંડ્યા ફરીથી પેલું કીડીયારું ઉભરાવા માંડ્યું. એક પછી એક કીડી હાર બંધ કોઈક દાણો કોઈક વસ્તું. કંઈક ને કંઈક લઈને બહાર નીકળવા માંડી.

                એક વધુ રાત વીતી ગઈ.

        સ્વમાન નો છંચાડાયેલો નાગ ફરીથી ભૂત થઈને મગજ પર સળવળી ગયો. અને પત્ર આપવાનું નક્કી કરી દીધું. એકાદ કલાક માંડ ઉધ્યો હોઈશ. પણ કોણ જાણે કેમ અજબ શાંતિ લાગતી હતી. ચાર દિવસ અને ચાર રાતનાં મનો મંથન પછી નિર્ણય લીધો હતો ને તેથી !  પણ હ્રદયમાં ડંખતું હતુ – પોચકા મુકતા વિચારોને ખંખેરી નાખ્યા.

        અગીયારેક વાગે તૈયાર થયો પેલી ચીઠ્ઠી ગજવામાં નાખી અને બહાર જવા જતો હતો ત્યાંજ – નીશા આવી. એજ મર્મીલું મીઠ્ઠ હાસ્ય વેરતી વેરતી. મનના ગુસ્સાને પી જઈને હું હસ્યો. “હાય અક્ષુ!.. ખુબ ગુસ્સે થયો છે ને… પણ આ વખતે ગુસ્સે કરવો જ હતો એટલે હું તારી ખબર કાઢવા ન આવી પણ આજે ન રહેવાયું મને માફ કરીશ ને ?”

        “જો નીશા ! વિક્રમે મને બે ત્રણ દિવસ પર જ વાત કરી” બને તેટલી ટુક્ષતા. મારા અવાજમાં લાવીને કહ્યું – એ હસવા માડી.” મારા ભોળા રાજા વિકીભાઈને તે દિવસે ખુબ બનાવ્યા બહું મઝા પડી” – પછી એકદમ ગંભીર બનીને “અક્ષુ – તું ખરેખર સાચુ માની ગયો ?”

        “ના….ના… મને હતુ જ કે આ બધુ ખોટુ જ છે.” મેં મારા ગજવા નો હેઈટ લેટર પંપાળતા પંપાળતા કહ્યું..”

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: