Home > વાર્તા, વિજય શાહ, વૃત એક વૃતાંત અનેક > ત્રિવેણી સ્ટોરનું પાટીયું

ત્રિવેણી સ્ટોરનું પાટીયું


 

        અનીલ, અશોક અને અરવિંદ ત્રણે એ મળીને ધંધો શરુ કર્યો.. અનીલ કુનેહબાજ, ધંધાનો જાણકાર. અશોકની શહેરની વચ્ચે જગ્યા અને અરવિંદ પૈસા પાત્ર, એમ એકની જગ્યા- એકના પૈસા અને એકની બુધ્ધી એમ ત્રિવેણી સંગમ થી શરુ થયો ત્રિવેણી સ્ટોર.

        પાર્ટનરશીપ નક્કી થઈ – સરખાભાગે કામ વહેંચાય. સરખો નફો – સરખી જવાબદારી – અને ગાડી ચાલી સડસડાટ શરુ શરુમાંતો બધુ સરખુ ચાલ્યું – અનીલને માથે ભાર વધુ, કારણ કે જાણકારી એનામાં તે ધીમે ધીને અશોક અને અરવિંદને કેળવતો જાય. મનમાં…. હરખાતો જાય… કેવી આવડત છે મારી – આ પૈસા વાળા અને જગ્યાવાળા મને પુછીને આગળ ચાલે છે…. કઈક ખર્ચો કરવાનો હોય તો પણ મારા સિવાય એમને ના ચાલે…. વાતનો ફણગો ફુટ્યો…. અને હસતાં હસતાં અનીલ બોલી પડ્યો,…. અશોક અને અરવિંદતો મારા કારણે ઠેકાણે પડ્યા…. બાકી જગ્યા હોય કે પૈસા હોય તો શું બને ? આવડત જોઈએ, આવડત !!…. એક સાપનું બચ્ચું દરમાંથી છુંટું પડી ગયુ હોય અને સળવળતું હોય તેમ અનીલનું અભિમાન સળવળ્યું…

        અશોક ના કાને આ સાપના કણનો સળવળાટ જયારે આવ્યો ત્યારે છંછેડાઈ ગયો. શહેરની વચ્ચોવચ જગ્યા મળવી કેટલી અઘરી છે. તેની કયાં ખબર છે. લાખ પાઘડી આપતા પણ આ જગ્યાન મળે ખબર છે. ? ટેલીફોનનું ભાડુ લાઈટબીલ ટેક્ષ-બધું ગણોતો હજાર રુપીયાતો સહેજે ભાડુ થાય. એ તો શરુઆત હતી તેથી ત્રણસો ભાડે ચલાવ્યુ. હવે તો છસો થી નીચે એક પૈસો ના ખપે. ના ફાવે તો નીકળી જાય….. મારી પાસે જગ્યા એટલે શું મારે માર ખાવાનો ? કણું ખરેખર કાળોતરો નાગ બનીને…. ફુંફાડા મારતો હતો.

        અરવિંદને આ વાત સંભળાઈ ત્યારે મુછોમાં હસ્યો. એણે વિચાર્યું કેવા મુરખા છે, આ લોકો ? વિના મુડીએ કદી ધંધો થયો છે ? એમની કુશળતા હતી તો આટલા વર્ષો કેમ ચુમાઈને બેસી રહ્યા હતા ? કરવો હતોને ધંધો…. અને જગ્યાતો વેચવા કાઢી હતી…. ટેલીફોન બીલ પણ ભરાતું નહોતું મારી પાસેની મુડીતો હું બેંકમાં મુકી દેત તો પણ વધત, આ તો ધંધામાં રોકાણ કરીયે તો મુડી વધે અને જોડે સમય પણ જાય…. એકડા વિનાના મીંડાઓ, તમારી કીંમત તો મારા એકડાને કારણે છે. સમજો જરા…. પેલો ફુફાડા મારતો નાગ ફેણ ફુલાવી ને તકની રાહ જોતો ચોકન્નો થઈને બેઠો છે.

        ત્રિવેણી સ્ટોર્સનું પ્રભાત એક દિવસ જરા વાંકુ ઉગ્યું. અશોક કોઈની ઉઘરાણી લાવી ન શક્યો અને અરવિંદ બબડી ઉઠ્યો – અશોક ધંધો આમ ન ચાલે. પૈસામાં ભાઈબંધી ન ચાલે. પંદરસો રુપિયા કંઈ નાની રકમ નથી.

        અશોક બોલ્યો, અરે એની વાઈફ માંદી છે. હોસ્પીટલમાં દાખલ કરી છે. અને એટલે મને ભેગો નથી થતો તેમાં હું શું કરું ?

        અરવિંદ, તે હોસ્પીટલમાં પકડ. વ્યાજ કંટલુ ચઢે છે કંઈ ખ્યાલ છે. ?

        મને વ્યાજનું ગણીત ન શીખવાડ અરવિંદ, કયારેક મોડું થાય પણ ખરું અશોક ધુઆ ફુઆ થતો બોલ્યો.

        અનીલ અરવિંદનો પક્ષલઈને બોલ્યો, અશોક અરવિંદની વાતતો ખરી છે. આગમાં ઘી હોમાયને કેવો ભડકો થાય તેમ અશોક ભડકીને બોલ્યો, એટલે શું કંઈ મને પૈસા વેડફવાનો શોખ છે. ઉઘરાણી કરવી કેટલી કપરી છે તે તમને કયાં ખબર છે. કેટલુય બોલવું પડે છે. કેટલાય ઘક્કા ખાવા પડે છે ત્યારે બને છે.

        તે અમે પણ અહીંયા પંખા નીચે બેસીને હવા નથી ખાતા. મજુરો જોડે માથું ચઢાવીએ છીએ ત્યારે માલ બને છે. અનીલ બોલ્યો.

        અને હા અશોક આ વખતે ભાડાનો ચેક 600 રુ. નો કેમ ઉપાડયો ? અરવિંદ બોલ્યો.

        જો અરવિંદ અને હા અનીલ તમે બંને જાણીલો હવેથી ભાડુ હું 1000 થી નીચે નહી લઉ. એ તો ઠીક છે શરુઆત હતી પણ હવે પાર્ટનર હોવાનો મને માર થોડો ઘટાડો અશોકે અલ્ટી મેટમ આપ્યું.

        અનીલ ખીડવાઈને બોલ્યો – એ નહીં બને.

        અશોકે કહ્યું ના બને તો બીજી જગ્યા લઈએ…. પણ હવે આ ચારસોનો માર સહન ના થાય.

        અશોક આવી ઢીલી ઉઘરાણીમાં તું હજાર ભાડુલે તે ના ચાલે એમ વિચારતો હોય તો મારે વ્યાજ ખાઘ ના વિચારવી જોઈએ ? અને મારે મારા અનુભવનો પગાર લેવો જોઈએ ?

        અનીલે પગાર ઉપાડ્યો – અશોકે ભાડુ વઘાર્યું – અરવિંદે વ્યાજ ગણ્યું.

        પેઢીનો નોકર શાંતુ આ ઝઘડાને જોતો ગણ ગણ્યો….. ત્રિવેણી સંગમ પછી મહાનદ બની ત્રણે નદી સમુદ્રમાં મળે… આ ત્રણ નદી તો હિમાલયે વળી – હવે રહેશે શું ? ખાલી ત્રિવેણી સ્ટોરનું પાટીયું ?

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: