નબળા હ્રદયનો
પ્રકાશ ધીમે થી બોલ્યો. “મારી પાસે એક રીવોલ્વર છે. અને ત્રીસ ગોળીઓ છે. ઓગણત્રીસ માણસોનું લીસ્ટ હતું. તારું નામ ત્રીસમું છે.” – ફીલ્મોમાંથી પ્રેરણા લઈને જાણે સંવાદ બોલતો હોય તેમ તે બોલ્યો.
સતીશ સહેજ ખચકાયો – ધીમે રહીને એણે જવાબ આપ્યો “આગળના 29 જણાં જીવે છે ને ?”
જવાબમાં પ્રકાશ ખડખડાટ હસ્યો……. એનાં હાસ્યનાં પડધા સતીશના પેટમાં ઉંડે ઉંડે ઉતરતા જતા હતા. એણે ધીમે રહીને ફોન મુકી દીધો. ફરી પાછી ફોન ની ઘંટડી રણકી…. રણકતી રહી… લાંબા સમય બાદ એણે ફોન ઉપાડ્યો…. ઘડકતા અવાજે તે બોલ્યો “હેલો…” સામેથી સ્મિતા ઘુંઘવાયેલા અવાજે બોલી –“ શું કરતો હતો. આટલી બધી રીંગ વાગી તો પણ….”
“ મને એમ કે પ્રકાશ નો ફોન છે.”
“શું કયું એણે ?”
“ કંઈ નહીં એણે ઘમકી આપી ગાંડો માણસ છે. એટલે જ તો બીક લાગે છે. એને તો કંઈ નહાવું નીચોવવુ નહીં. બે ત્રણ દિવસ જેલમાં આંટો મારી આવે તો પણ કંઈ ફેર ન પડે. પણ આપણી તો હાલત બગડી જાય ને ?”
“સારું હવે બહુ વિચાર કર્યા વિના ઘરે નકળી આવ પુંજિત ને બહું તાવ ચઢ્યો છે.”
“ ભલે” સતીશે ફોન મુકી દીધો.
ફરી ઘંટડી વાગી – યંત્રવત સતિશે ફોન ઉપાડ્યો…” હેલો !” એજ ખડખડાટ હાસ્ય… પછી પ્રકાશ બોલ્યો – “તું કહેતો હતોને કે એ 29 જીવે છે કે પહોંચી ગયા…. તુ પહેલો જઈશ. તારી સાથે તે બધા આવશે… હા….હા….હા….સતિશ… તું લાંબુ નહીં જીવે…… તારી પાછળ જ અજય…. સરોજ પંક્તી – જયોતિ – સ્પંદન – શિરાઝ – ઝરીના. બધા આવશે…. રોજ એક પછી એક….”
“પ્રકાશ – તારી પાછળ જો – એક પોલીસ ઈન્સ્પેક્ટર તારી રાહ જોઈને ઉભો છે. તુ સૌથી પહેલા એનું ખુન કર. એટલે એક ગોળી ઓછી થઈ. એ ગોળી મારી હશે.”
“ સતીશ તું શું બોલે છે તેની તને ખબર છે.?”
“ હા તારા ફોન પછી મેં પોલીસ ઓફીસે ફોન કર્યો હતો… કદાચ આજ કારણે તને મારો ફોન અંગેજ મળ્યો હશે. તને ખબર છે પોલીસ સ્ટેશન તું જયાંથી ફોન કરે છે. ત્યાંથી એકજ ઘર દુર છે. મેં એ પાછળ જોયું છે”
“. તું જુઠુ બોલે છે. ત્યાં કોઈજ નથી. હવે આગળ સંભાળ તારુ ખુન હું એટલા માટે કરવા માગું છું કારણ કે તેં મિત્ર તરીકે મને ઉંચો લાવવાની કોશિશ નથી કરી. મને અપમાનિત નથી કર્યો તો માન પણ નથી આપ્યું હું ઉતરતો છું એમ વારંવાર અહેસાસ કરાવ્યો છે. આ દરેક અહેસાસ મને જેણે જેણે કરાવ્યા છે. તેમને દરેકને હું છોડવાનો નથી.“ એણે ફોન મુકી દીધો.
સતીશે થોડાક વિચાર કરીને ફોનનાં ડાયલ પરનાં નંબર ફેરવવા માંડ્યા. પ્રકાશ ધીમે રહીને પાછળથી આવીને ઉભો રહ્યો – હાથમાં કશુ નહોતું જેવો સતીશે ફોન મુક્યો…. અને પાછો વળ્યો – અને પ્રકાશ ખડખડાટ હસ્યો… નબળા હ્રદયનો સતીશ તરતજ ઢળી પડ્યો.
વાંચકોના પ્રતિભાવ