નમુછ્યો


 Suresh Chandra Panda, an Indian army musician, smiles as he takes part in the practice session for a Republic Day celebration parade in Calcutta

        જીલુભા રીટાયર્ડ મીલીટ્રી ઓફીસર હતો. ભારે બળુકો મુછોનો થોભીયે તાવ દે…. અને ખોખારા ખાય આજુ બાજુમાં ધાક બેસાડવા જાત જાતનાં પેંતરા કરે, તે દિવસે ખેડ પડોશી કાનજી વાળંદ એનાં પેતરામાં અટવાઈ ગયો વાડ વાળવમાં બોલાચાલી કરી પાવડો પડાવ્યો. વયો વૃધ્ધ કાનજી એ કહ્યું, જીલુભા, તમારા પિતાજી એ આ જમીન અમને આપી ત્યારે જે ભાગ પડ્યા છે તે વ્યાજબી છે તમે વહેવારીક કરો.

        મુછે હાથ દેતાં જીલુભા બોલ્યો…… થાય તે કરીલે આ ભાયડાના કામ છે. કાનજીએ કહ્યું, રજપુતો તો રક્ષણ કરે…. ભક્ષણ નહીં….. મુંછોના થોભીયા પંપાળતો જીલુભા હસ્યો, જાણે તુચ્છ મગતરા ને જાણે વાધ ન જોતો હોય ને તેમ…..

        બહુ સંખ્યામાં હોય તેવા નબળા જોડે બાથ ભીડવી નહીં એ મોંધમ વાત જીલુભાને એમના ઘરવાળા એ કરી ત્યારે…. પણ રીવોલ્વોર ફેરવતો જીલુભા ખાલી હસ્યો.

        કાનજી વાળંદ નો નાનો છોકરો પાવડો લેવા આવ્યો ત્યારે ઉલ્ટુ સીધું બોલતાં જીલુભાને ખચકાટ ના થયો જમીન પડાવી લેવાનો છુપો આનંદ અને આ મીછુ મરચું ભભરાવાનો આનંદ એ માણતો હતો એમનાં ઘરવાળા ને આ ઠીક ન લાગતું. વાડ ચીભડા ગળે જેવી વાત લાગતી.

        અચાનક જીલુભા ગુમ થઈ ગયા. પાંચ દિવસ….. પંદર દિવસ બહુ શોધને અંતે કંઈ પત્તો ન લાગ્યો. ત્યારે છાપામાં જાહેરાત અપાવી મુછોવાળો ફોટો છપાવ્યો. ત્રીજે દિવસે એ ફોટા પરની મુછો કાપેલો ફોટો કાગળ સાથે પાછો આવ્યો…. પછીના દિવસે ખાલી મુછોના બે વાળ આવ્યા. ત્રીજા દિવસે બધી મુછો ના વાળ કવરમાં આવીયા.. કાગળ ઉપરનો સિક્કો ગામનો હતો.

        પોલીસો ગામના ઘરેઘર ખુદી વળ્યા. કાનજી વાળંદ અને તેના પાંચ દિકરા ને લોકો અવિશ્વાસની નજરે જોતા હતા. કાનજી બિમાર હતો. કાગળના ત્રીજા દિવસે ફુગાયેલી લાશ મળી જેની મુંછો કાપેલી હતી.

        ગામવાળા જાણતા હતા કે આ કરતુત કાનજીનાં છોકરાઓનું… પણ… કોઈ બોલ્યું નહીં – જીલુભાના ઘરવાળા ચુડલો ફોડતા –  પોક મુકી….. અ વાળંદ એની જાત ઉપર ગયો… મુછાડાને નમુચ્છો કર્યો… કાનજી વાળંદ આ પોકથી ગભરાયો પણ અટકી ને ખોખાંરો ખાધો.

        રજપુતો અને બીજી જાત ભેગી થાય અને વિદ્રોહ થાય તે પહેલા પોલીસ ઈન્સ્પેક્ટર કાનજીના મોટા દિકરાને પકડી ગઈ.

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: