અમવીતી


indianwomen

  સુમિત્રાકાકી એ એની સાસુને દુખ દેવામાં પાછું વાળીને જોયું ન હોતું. મનસુખ કાકા ના મૃત્યુ સાથે એમની તૌરી એમનો રુઆબ ઘટવો જોઈતો હતો પણ તેવું થતુ ન હોતું. કકળતી આંતરડી એ જીવકોર, ડોશી બોલી ગઈ હતી. તારો વંશ જતો રહેશે…… તે વખતે ઘગઘગતા અંગારા ચાપી દેવાની ઘાતકી વૃત્તિ કરતી સુમિત્રા આવનાર ભાવિથી અજાણ અકળાતી હતી, સતિ શ્રાપ દે નહીં – અને શંખણીના શ્રાપ લાગે નહીં.

        જે દિવસે મનસુખકાકા કેન્સરમાં મૃત્યુ પામ્યા ત્યારે સુમિત્રાકાકીને પહેલો આંચકો લાગ્યો, પછીતો પાડાની કાંધ જેવા જુવાન જોધ બે દિકરા ઓને છ જ મહીનાનાં ટુંકાગાળામાં અકસ્માતે ભરખી લીધા. ત્યારે તો જબરુ અચરજ થયુ બંને દિકરાને ત્યાં દિકરીઓ….જ….

        કેટલી સરળ વાત.. સતિ શ્રાપ દે નહીં… પણ આંતરડી કકળીતો ખલાસ થઈ જવાનાં બધાં ખેલ…. સાવિત્રિ બબડે છે…. એ જીવકોર ડોશીને મારો સંસાર ગમતો ન હોતો…. પણ એ મારો એકલીનો થોડો હતો. એમના દિકરાનો પણ હતો જ ને….?

        મનસુખકાકાને જયોતિષ જોતાં આવડતુ હતું તેથી તે કહેતા, સુમિત્રા પછી જ હું જવાનો છું. તેથી ઘર જમીન, પેન્શન, કશામાં સુમિત્રાનું નામ મુકવાનું જરુરી નથી. મારા પછી જે છે તે દિકરાઓનું જ છે ને. એટલે ઘરમાં મોટો દિકરો – જમીનમાં નાનો દિકરો અને પેન્શનમાં પણ વારસદાર તરીકે નાના દિકરાનું નામ મુક્યું હતું છ એક મહીના ના ગાળામાં ઘરમાં ત્રણ વિધવા અને ચાર છોકરીઓ…. જીવકોર ને બહુજ સતાવી હતી તે વાત આગળ વધી. બે વહુઓને કહેનારા કહેવા માંડ્યાં કે સુમિત્રા એતો જીવકોરને બહુ સતાવી હતી. એટલે બંને જણીઓ ભેગી થઈને. મનસુખકાકાની મિલ્કત ઉપર કબજો જમાવી બેઠી….

        કેવી કરમની કઠણાઈ. ભોગવનારા મુળમાલીકો જતાં રહ્યાં…. અને પારકા મિલક્તના માલીક બની ગયા. ઘરનું ભાડુ મોટી લે જમીનની દાણ અને પેન્શન નાની લે….

        કાયદા પણ તેમની સાથે પેન્શન ડીપાર્ટમેન્ટ માં ધક્કા ખાઈ ખાઈ બાર વરસ અથડાઈ આ પેપર અને પેલું પેપર કરતાં કરતાં જયારે સીધુ પડ્યું.. અને પેન્શનનો ડીફ્રન્સ એમાઉન્ટ ત્રણુ હજાર હાથમાં આવ્યો તે દિ સુમિત્રા ને થાક લાગ્યો… એ પણ અકળાઈ ને શ્રાપ દેવા ગઈ… પણ વળી ગઈ – એમ વિચારી ને કે અમ વીતી તુજ વિતશે… ધીરી બાપુડીયા……..

Advertisements
  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: