તરુવર ને લપેટાતી વેલ..

ઓગસ્ટ 28, 2009 Leave a comment Go to comments

kunvari chhokari

divyabhaskar.co.in

લગ્નની વેદી ઉપર પગ મુકવા જતી ભાર્ગવી અચાનક ભૂડે મોએ પાછી પડી. ભાર્ગવે એની લાગણીની કુણી કુણી વાચા વ્યવહારને – લજ્જાહીન અને બીન વહેવારીકનાં નામે કચડી નાખી. ભાર્ગવી નો પહેલો પ્રેમ અકાળે મુરઝી ગયો. વાત મૂળે એમ હતી કે, લાગણીના ગાંડા આવેગોમાં ભાર્ગવ પણ સંકોચાય તે હદે તે વહેતી હતી. અને આ ઉન્માદક વહેણ ને લજ્જાહીન ના ઓછા હેઠળ ભાર્ગવે ઠુકરાવી દીધી.

        નાનકડું જગતપર ગામ – ઉજળી છોકરી – ભણવા સુરત મોકલી – અને ભૂંડે હાલે પાછી ફરી. ભાર્ગવ – એનાં માતા પિતા એ શોધેલ રાધા સાથે પરણી સ્થિર થઇ ગયો. વગોવાઇ ગયેલ ભાર્ગવીમાં કોઈ પણ ઉણપ નહોતીં છતા કયાંય ન મંડાઇ અને એનું ન મંડાવું એ એનાં કુટુંબને કલંક રુપ બનતું ગયું હતું.  મનમાં ને મનમાં કોચવાતી ભાર્ગવી ધીમેધીમે વિકૃત મગજની છોકરી તરીકે પંકાવા માંડી. ઘરમાં ભાઈ – ભાભી બહેન-બનેવી, મા-બાપ દરેક સાથે લઢી ઝઘડી અલ્લડ વલણ અપનાવવા માંડી એના તરફ લાગણી રાખનાર ને તેનાં ઉપર દયા આવે અને એને ગાંડી ગણનાર ને ધિક્કાર છૂટે તેવું વિચિત્ર વલણ હતુ એનું.

        એનો વાંક ફક્ત એટલોજ કે એ લાગણીશીલ હતી. સમાજને વિચિત્ર લાગે તેવા કિસ્સાઓની તે સર્જક બનવા લાગી હતી ભાઈઓ પાસે મિલ્કતનો ભાગ માંગતી એકલી શહેરમાં ફલેટ રાખીને રહેતી અને ઘણા પરિણિત જોડાઓ. એને ગમતા દરેક પુરુષ માં તે ભાર્ગવને જોતી હતી તે જ તો એનો અક્ષમ્ય ગુનો હતો.

        હર્ષ ગમ્યો. અને એનુ લગ્નજીવન ભાંગ્યું. શિશિરની અદાઓ ગમી એની પત્નીના ભૂંડા હાથે માર ખાઈને પાછી આવી ફાલ્ગુન ને તે આંગળીના ટેરવે નચાવતી. ક્ષીતીજ એનાં રુપનો દિવાનો હતો તે આ વાત જાણતી હતી – ખૈર… કયારેક તેના એકાંતોમાં તે પોતાની જાત જોડે લઢતી હતી.

        એને દરેક પુરુષમાં તેને ભાર્ગવજ દેખાતો હતો. ભાર્ગવને એના માટે કશુ ય હતું  કે નહી એની ચકાસણી કરવા જેટલુ સાબુત હૈયું તે વખતે નહોતું એ તો પહેલો પ્રેમ હતો…. ચૌદ વર્ષના આ ગાળામાં એની સાથેની ક્રિના, રોમા અને આભા બે છોકરાની મા બની દાંપત્ય જીવન માં સ્થિર બની ગયા હતા. પણ એ, ભાઈને માથે શ્રાપ અને કુટુંબને માથે કલંક બનીને જીવતી હતી. એને પોતાને ઘણી વખત લાગતું હતું કે કેવી જીંદગી એ જીવે છે. કેટલાના નિશાસા એ લે છે. દરેક વખતે પારકાનું સિંદુર લેવાનું એક દિવસતો એકલી બેઠી બેઠી વિચાર કરતાં કયાંય ચઢી ગઈ કે આત્મ હત્યા કરવા સુધી જઈ બેઠી.

        હિંમત કરવા ગઈ ત્યાં ફરી એને ભાર્ગવે દેખાયો… લાગણીવશ બનીને પાછી પડી ગઈ. કયારેક તો ભાર્ગવ ને મારી જરુર પડવાની છે જ… શરીરની ભુખ શોધતા સંતોષવા પત્નીથી કંટાળેલા ઉશકેરાયેલા લોકો તેને શોધતા અને એ રાહ જોતી કે કયારેક તો ભાર્ગવના દાંપત્યજીવનમાં તિરાડ પડશે. અને મારી જગ્યા થશે.

        અને આમને આમ જિંદગીના… કઠીન ચૌદ વર્ષ વિતાવ્યા પછી. એને એની તપશ્ર્યર્યા નું ફળ મળ્યું ત્રણ બાળકો ના પિતા ભાર્ગવ. વિધુર થયો… બહુ આશા ઓ લઈને ભાર્ગવ પાસે તે પહોંચી.

        ભાર્ગવે તેને કહ્યું – મારા બાળકોને માતાની જરુર છે તુ બની શકીશ ? ભાર્ગવી તો આનંદના અતિરેકમાં બોલી ના શકી પણ ડૂમો બાઝી ગયેલા સ્વરે હા પાડી. ભાર્ગવ પુછતો હતો. આટલા વર્ષ તેં શું કર્યું… લગ્ન કેમ ન કર્યું… હર્ષ.. શિશિર.. ક્ષિતિજ… અને એવા કેટલાય તારા ભૂતકાળનો હિસાબ આપ… અને હવે પછી ભવિષ્યમાં ફક્ત હું અને મારા સંતાનો – મંજુર છે તને ?

        લાગણીથી છંછેડાયેલી ભાર્ગવીને બોલવું હતું – એ બધા માં મેં તો તને જ જોયો હતો, પણ એ લોકોની જેમ તું પણ સાવ સ્વાર્થી અને માટી પગો છે. ભાર્ગવ, તને મેં મારો આરાધ્ય દેવ માન્યો, પણ આજે મને મારી ભુલ સમજાય છે. તું તો સીધો સાદો માટી પગો માનવ છે. પાણીમાં પડતાંની સાથે પીગળી જતું રમકડું. પણ એનાથી કંઈ ન બોલાયું.

        એને spare wheel તરીકે હવે રહેવું નહોતું તેથી  એનાં મૌન ને સંમતિ માની કોર્ટમાં લગ્ન કરાવવા નીકળી પડ્યા. ચૌદ વર્ષ પહેલા ભાર્ગવની સાથે નીકળેલી ભાર્ગવી ની જેમ સંકોચ અને લજજા થી તે ભાર્ગવ ના આશરામાં તરુવર ને લપેટાતી વેલની જેમ ગોઠવાઈ ગઈ.

Advertisements
  1. FUNNYBIRD
    ઓગસ્ટ 30, 2009 પર 5:17 એ એમ (am)

    ખુબજ સુન્દર

    http://www.web4designing.com

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: