પત્તાનો મહેલ (5)

ઓગસ્ટ 21, 2009 Leave a comment Go to comments

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4

ખંભાતાભાઈ, આપની સલાહ મને ગમે તેવી નથી. પરંતુ હું ધ્યાન રાખીશ. ખેર ! એક વાત તમને કહું! હું મહેનત કરું છું અને મને જોઇતું વળતર મને કંપની આપે છે તેથી મારે મારા આત્માના અવાજને અનુસરીને ચાલવું જોઇએ તેવું હું માનું છું.

ગાંધીજી આમ જ કહેતા હતા અને એને ગોડસે મળ્યો હતો એ ખ્યાલ છે ને?’ 

હા, પણ એ પોતડીધારીએ જ આપણને બ્રિટનની હકૂમતમાંથી છોડાવ્યા છે તે પણ તમને ખ્યાલ જ હશે.

તમને ખબર છે તમે શું કરો છો?’

હા.

ખેર હવે તમે જાતે જ કૂવામાં પડવા ઇચ્છતા હો તો અમે શું કરી શકવાના? ’

પછી તે જ થયું જે થવાનું હતું. નિલય બુચને પ્રમોશન થયું. એરીયા મેનેજરની સ્કીમ આવી સખત મહેનત કરી ત્રણ ગણું કામ કર્યું હવે પછી આવનારા મહિનાઓ માટે જરૂરી સ્ટોક ભરાઈ ગયો હતો તેથી પછીના મહિનાઓમાં નવા ઑર્ડરો ઘટ્યા અને વીયેરા એને ખખડાવતા કહેતો – ‘Yes Mr. Buch You should feel ashamed of your performance! don’t you understand that you have not acheived your qwn selling target of last month...that is not fair we have not expacted that. Your pramotion willdeteriorate due to this Mr. Buch.…’ 

નિલયની અંદર રહેલો સ્વાભિમાનનો વાઘ આ વાતને વિદ્રોહી રૂપે વખોડે છે. એમની તડતડ બહારની ઑફિસમાં સંભળાય છે

વિયેરા કહે છે – ‘મિ. બુચ its not possible’ – નિલય બરાડે છે ‘It is only possible- you do not want to make it possible so this matter will go to thw court...’ 

બારણું પછડાય છે ધમધમજેવા ભારે અવાજોથી ઑફિસ ધ્રુજે છે

ખંભાતા દયામણા ભાવથી તેની પાછળ ઊડતી હાસ્યની ઘુમરીઓને જોઇ રહે છે.

નવો નવો છે ને તેથી લોહી ગરમ છે. sorry sir, I will try my bestકહીને વાતને ટાઢી પાડવાને બદલે… matter will go to the court ના પડઘા ફક્ત એટલું જ કહે છેનિલય  નિલયતારે માટે હજી વધુ કફોડી પરિસ્થિતિ રાહ જુએ છેસુધર નહીં તો આ લોકો તને સુધારીને રાઈ રાઈ જેવા નાના કટકા કરીને ક્યાંય ઉડાડી દેશેઅને તારું કુટુંબ તકલીફમાં મુકાઈ  જશે.

ટ્રેઇન સડસડાટ બોગદામાંથી પસાર થઈ રહી હતી અંધારું એકાદ ક્ષણ રહ્યું ના રહ્યું ત્યાં બોગદું પસાર થઈ ગયું

મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહને છેદતો જેમ આગળ વધતો હતો તેમ માતા દ્રૌપદીનો ઉચાટ વધતો જતો હતો. અને કંઈક એના જેવી જ વ્યથા શર્વરી વેઠતી હતી. નિલયના સિદ્ધાંતો એને ગમતા હતા. નિલય આખો તેને ગમતો હતો પણ ઘરની બહાર નિલય માટે થતી વાતો નિલયની નિષ્ફળતાઓની ચર્ચાઓ અને એની અસ્થિર મનોદશા તેને કોરતી હતી.

તેને નાનકડો નિલય જોઇતો નહોતો એવું નહોતું. પણ એ નાનકડા નિલયને કોઈજ દુ:ખ ન પડે તે માટેની સંપૂર્ણ તૈયારી કરી લેવા માગતી હતી. તેનું નાનકડું ઘર, નાનકડો રૂમ, નાનકડી ઢીંગલી, નાનકડી બાઈસિકલ, નાનકડું દફતરનાના કપડાં, નાની દુધની બોટલ ગમે તેવી માઠી પરિસ્થિતિમાં પણ તે માંગે પાણી અને મળે દુધ તેવી પરિસ્થિતિ તે સર્જવા માગતી હતીપણ નિલયના સંઘર્ષો તેને તેની નાની દુનિયા સર્જવા દેતા નહોતા

સ્થૂળકાય બનારસીદાસ જેને નિલય ભીમ કહેતો તે શર્વરીના જીવનમાં બહુ જ વિચિત્ર રીતે આવ્યા હતામુંબઈ આવેલી શર્વરી તે વખતે કૉલેજના પહેલા વર્ષમાં હતી. ડીબેટ સ્પર્ધામાં બનારસીદાસ નિર્ણાયક કમિટીના સભ્ય હતા. વિષય હતો જીવો અને જીવવા દો. એક પછી એક સભ્ય પોતાનું વક્તવ્ય રજૂ કરતા હતા કોઈક તરફેણમાં તો કોઈક વિરુદ્ધમાં.

શર્વરીનો વિષય તરફેણમાં આવ્યો હતો. એણે એનું વક્તવ્ય શરુ કર્યું સંસારનો નિયમ છે જીવો અને જીવવા દો’. ત્યાં લોકોએ પ્રતિપાદન કર્યું સંસારનો નિયમ છે માઈટ ઇઝ રાઈટ. જે બળવાન છે તે જ ટકે છે. નબળાને જીવવાનો અધિકાર નથી.’  

શર્વરીએ પ્રતિચર્ચાનો દોર સંભાળતા ઝનૂનપૂર્વક કહ્યું ડાયનોસોર અને તેના જમાનાના બળવાન પ્રાણીઓ સમયના વિષચક્રમાં ક્યાંય ચગદાઈ ગયા જે બળવાન છે તેણે રક્ષક તરીકે વર્તવાનું છે રક્ષણના કાર્ય માટે તેને બળ મળ્યું છે. તેનો ઉપયોગ ડાયનોસોર જેવા સરિસૃપોએ ભક્ષણમાં કર્યો અને આજે તેઓ જમીનમાં દબાઈને નામશેષ થઈ ગયા. જીવો અને જીવવા દો વાળી વાત વર્ષો પુરાણી છે. રામાયણ, મહાભારત કે હિતોપદેશ કથાનકોમાં પણ આ જ વાત કહી છે.

જે બળવાન છે તેને સતત બળવાન રહેવું પડે છે. અને તે દોડમાં તેને કોઈ હંફાવી ન જાય તે માટે તે સતત  નવા રસ્તા, નવા દાવપેચ વિચારતો રહે છે, પણ જ્યાં બળ છે ત્યાં હાર કે જીત અવશ્ય છે. જ્યાં બળ નથી, પ્રેમ છે ત્યાં સર્વસમાનતા છે. ભૂખ્યો વાઘ કે સિંહ શિકાર કરશે પણ ભૂખશમન પછી તે કોઈને છંછેડતો નથી, મારતો નથીતેઓ હિંસક હોવા છતાં જરૂરત કરતા વધુ સંગ્રહતા નથી.

આજના શસ્ત્રદોડનાં વિકટ સમયમાં અણુ મહાસત્તાઓએ આ મુંગા પ્રાણીઓ પાસેથી શીખવું જોઇએ કે બહુ બળવાન બનીને નામશેષ થવા કરતાં પ્રેમથી એક મેકને સહારે રહી માનવજાતને લાંબો સમય સુધી ટકી શકાય તેવી રીતે જાળવીએ તો વિશ્વ પેલા કવિની દ્રષ્ટિમાં સુંદર વિશ્વરૂપ અખિલ બ્રહ્માંડ બનીને રહે.

સભામાંથી પ્રતિપ્રશ્ન થયો. શું એ શક્ય છે ? શસ્ત્રદોડ પોતાના ઉપર થનાર શક્ય હુમલાના પ્રતિજવાબ કે રક્ષણના રૂપે રખાય છે ત્યાં આ પ્રેમની ક્ષણમાં ઊડી જતી વરાળ જેવી ચોખલી વાતોથી શું વિશ્વ બચી જઈ શકશે?

કેમ નહીં? શર્વરી મક્કમતાથી બોલી. આ ભય કે જે શક્ય હુમલો થશે કે કરશે એ ક્યાંથી પેદા થયો છે તે સમજાય છે? આ ભયનું જન્મસ્થાન છે અવિશ્વાસ.

એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્રની નીતિ ઉપર વિશ્વાસ નથી, પોતાના રાષ્ટ્રમાં આંતરિક વિખવાદોને શમાવવા પ્રજાનું ધ્યાન બીજે દોરવા યુદ્ધનો, અણુશસ્ત્રોનો તથા કલ્પિત ભયોનો સહારો લઈ પોતાની ખુરશી સલામત રાખવા મથે છે. પરંતુ તે ખોટું છે. અને ખોટું કદી ટકતું નથી. ટકે છે એ જે પ્રેમના વિશ્વાસ ઉપર ઊભું છે. જે જરૂરિયાતથી વધારે સંગ્રહ કરતું નથી જે અહિંસાત્મક વલણ અખત્યાર કરી જીવે છે અને જીવવા દે છે.

આ વાત બોલવામાં જેટલી સરળ છે તેટલી અમલમાં મૂકવી સરળ છે ખરી? આ પ્રશ્નનો જવાબ શર્વરીએ ઘણા જ વિશ્વાસથી આપ્યો હા. શક્ય છે. ભગવાન મહાવીર, ઈસુ મસીહા તથા ગાંધીજીએ રસ્તો શિખવ્યો છે. વિશ્વાસ પેદા કરવા આપણા વર્તનમાં સહિષ્ણુતા, વાતોમાં વિનમ્રતા અને વલણમાં સ્થિરતા લાવવાની છે. જાસૂસી તંત્રો દ્વારા આ વાત પ્રતિસ્પર્ધી દેશોમાં પહોંચશે. અને ધીમે ધીમે અવિશ્વાસ, ભય અને અસલામતીનો અજંપો ઘટતા મિત્રતા વધશે. અને સૌ સારા વાના થશે.

તાળીઓના ગડગડાટ વચ્ચે શર્વરી ડીબેટમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ.

બનારસીદાસ સાથે શર્વરીની આ પહેલી મુલાકાત એ મનમાં અજંપ તો હતા જ 

એ અજંપાને દૂર કરવાનો તેમને રસ્તો મળી ગયો.

આમ તો શર્વરીએ કશું જ કર્યું નહોતું છતાં અજાણતાં ઘણું કરી બેઠી હતી.

બનારસીદાસના કુટુંબમાં અજંપો હતો જે વાળવા તે બહાર વધુ કમાવા મથતા. છોકરો વયસ્ક હતો છોકરી સ્કૂલમાં હતી બંને ખોટી સંગતમાં બગડતા હતા પત્નીના લાડ તેને ગમતા નહોતા. બે પક્ષ પડી ગયા હતા બનારસીદાસ એકલા અને છોકરા અને પત્નીનો બીજો પક્ષ. વચ્ચે સેતુબંધ જેવા નોકર અને નાનો સાળો હતા. અવિશ્વાસનો અંગાર તેમના ગૃહજીવનને દઝાડતો હતો અને તેથી જ શર્વરીની વાતો તેમને અંગત લાગણીના સ્તરે પણ સ્પર્શી ગઈ. એ માનતા કે સત્તા, પૈસા અને રુઆબના ઓથાર હેઠળ તે ઘરમાં ટકી જશે અને તેથી પૈસાની વધુ ઝંખનામાં તે બહાર મથતા તેના જોરે ઘરમાં મનમાન્યું કરાવવા મથતા પણ પેલા વિશાળ સરીસૃપની જેમ તે દટાતા જતા હતા. આ નૈતિક હાર તેમને ખૂંચતી હતી તેથી જીતવા વધુ મથતા હતા અને શર્વરી જેમ કહેતી તેમજ

જે બળવાન છે તેને સતત બળવાન રહેવા મથતા રહેવું પડે છે  અને એ જ બળવાન રહેવાની દોડમાં તેઓ હવે થાક અનુભવતા હતા શર્વરીના શબ્દોએ તેમને નવી દિશા બતાવી – ‘જ્યાં બળ છે ત્યાં હારજીત અવશ્ય છે. પણ જ્યાં પ્રેમ છે ત્યાં સર્વસમાનતા છે

એ સત્યબનારસીદાસના મનને સ્પર્શી ગયું અને એ જ કારણ બન્યું ઘણા બધાની તાળીઓના ગડગડાટનું.

બે પાંચ દિવસ પછી શર્વરીના ઘરે બનારસીદાસ મિઠાએનો ટોપલો લઈને ગયા. એની સફળતા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું શર્વરી ! તારી રાહદોરીથી ગૃહજીવનમાં કાયમ હું જે હારતો તે આજે પામ્યો છું. 

કોઈ કૂટપ્રશ્ન ન સમજાતો હોય તે રીતે શર્વરીએ પૂછ્યું હું સમજી નહીં મુરબ્બી !

બનારસીદાસ બોલ્યા પ્રેમથી માણસ જીતાય છે રુઆબ –  બળ કે પૈસાથી નહીં એવું તું કહેતી હતી ને?’

જવાબમાં શર્વરીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો. અને બનારસીદાસ ગળગળા થઈને બોલ્યા આજે ! લીલા, હીરલ અને રાજુ ત્રણે જણા મારી સાથે જમ્યા પ્રેમથી હું વર્ત્યો તેથી. મને મારી ભૂલ સમજાઈ હતી. ઑફિસમાં મારી ધાક રહે તે સમજાય છે કારણ કે તેમને નોકરીની જરૂરીયાત છે. ધંધામાં મારી ધાક રહે કારણ કે હું સારો અને કિફાયત ભાવે માલ આપું છું તેથી સંબંધો બગડવાનું કોઈને ન પરવડે પણ ઘરમાં ધાક રાખવાનું શું કારણ? શું પ્રયોજન? એ વાત તારા વક્તવ્ય પછી મને સમજાઈ અવિશ્વાસ તેનાથી જન્મતો હતો અને હવે એ અવિશ્વાસનું કોઈજ તત્વ મારા વલણમાં ન દેખાતા તેઓ પણ લાગણીથી બોલ્યા.

શર્વરી નમ્રતાથી બોલી એ તો ચર્ચા માટેના મારા અભિપ્રાયો હતા આપના જીવનમાં એનો સારો પ્રભાવ પડ્યો તેનો મને આનંદ છે. ઘરનાં માણસો ઉપર વિશ્વાસ મૂકવાથી તમને કોઈ જ તકલીફ નહીં થાય તે જ રીતે ઑફિસમાં અને ધંધામાં પણ વિશ્વાસ મુકશો તો શક્ય છે ઘણા હરીફો ઘટે. ખેર હું બીજી વાતોમાં ચડી ગઈ, શું લેશો, ગરમ? ઠંડુ?’

બેટા, તને વાંધો ન હોય તો ચાલ મારી સાથે મારા ઘરે લીલાને અને મને એક મોટી, ઠરેલ અને સમજુ દીકરી મળશે, રાજુ અને હીરલને મોટી બહેન.

 

                      

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. ઓગસ્ટ 28, 2009 પર 5:32 પી એમ(pm)
  2. સપ્ટેમ્બર 3, 2009 પર 1:57 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: