પત્તાનો મહેલ (3)

ઓગસ્ટ 18, 2009 Leave a comment Go to comments

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2

શર્વરી મિસિસ બુચ બની હતી તે પહેલા મિસ મહેતા હતી. તે વખતે તેને ચાહનારાઓમાં આશુતોષ દલાલ, જય દેસાઈ અને મિહિર ચક્રવર્તી મુખ્ય હતા. શર્વરી અચાનક મિસિસ બુચ કેવી રીતે બની ગઈ તે નિલય બુચ પણ જાણતો નથી.

તે દિવસે આશુતોષ ઘરે આવ્યો હતો ઘણા વરસે તે શર્વરીને મળતો હતો. અમેરિકાથી આવ્યો હતો.

શર્વરી એને  મળવા ઇચ્છતી નહોતી પણ ઘરે આવેલ અતિથીનો અનાદર પણ ન કરાય ને ?

આવો આવોહું બોલ્યો.

હું આશુતોષ દલાલ

આપની ઓળખાણ ન પડી.’ 

હું અને શર્વરી સાથે ભણતા હતા.

અરે શર્વરી ! તમારા મહેમાન છે.’  અને હું મારા ગાર્ડનીંગમાં વ્યસ્ત બનું છું.

ગુલાબના છોડ ઉપર લાલ અને પીળા બન્ને ગુલાબ જોઇ આશુતોષ આશ્ચર્ય પામે છે અમેરિકન પધ્ધતિ વિશે કંઈક કહે છે હું મારા ભૂતકાળમાં ગરક થાઉં છું શ્યામલીનો આ જ રીતે હું ચાહતો હતો નેએને ઘરે જવાની તીવ્ર ઇચ્છાઓને હું ખૂબ કરતો હતો….  એનો પતિ કેવો હોય.. એના દામ્પત્યજીવનમાં ગરબડ ઊભી થાય ખેર

શર્વરી આશુતોષને ચા પણ ધરતી નથી. એને એકલા આવવાની ના પાડે છે. એની મિસિસ, એના બાળકોને લઈને આવવા માટે કહે છે. Hypocrates આવી કટોકટીની ક્ષણોમાં કેવા ખુલ્લા પડે છે.

અંદરથી સળગી ગયો હોવા છતાં હું હસતે મોંએ એમને આવજો કહું છું.

શર્વરી આશુતોષને કોસે છે. એણે આલા વર્ષો પછી મારા રે ન આવવું જોઇએ. એકલા તો નહીં જ મેં કહ્યું એની બૈરી તારા નામથી સળગતી હશેહોઠ કરડતી હશે કે પગ પછાડતી હશેતેથી જ તો નહીં લાવતો હોયઅને કાં તો જોવા ઇચ્છતો હશે મિસિસ બુચ તરીકે તું સુખી છો કે…  મિસિસ દલાલ તરીકે સુખી હોત

You shut upકહી એ એક ગુસ્સામય વાક્યને સુદર્શન ચક્રની જેમ મારી ઉપર છોડી જાય છેહું મૂછમાં હસું છું. એની રિઝર્વ નીતિ ઉપરએણે શા માટે આશુતોષ સાથે આવી રીતે વર્તવું પડે. તે જ નથી સમજાતુંસાથે સાથે ગર્ભિત આનંદ પણ થતો હતોએની મારી સાથેની વફાદારીનું આ સીધું પરિમાણ હતું

Medical Represantativeની નોકરીનું કોઈ ઠેકાણું જ નહીં. ઘડીકમાં ૨૦૦૦ પાડતો M.R. નકામો બની terminate થઈ જતો હોય અને જો ગરજ હોય તો …Yes Mr. Buch we will be glad to acceot you at your terms and conditions.. Our organization will be highly indebted by your joining   જેવા ભારેખમ વાક્યોનો તાજ પહેરાવી નેકામ કરાવાય. પેલા ઈદના બકરાને જેમ ખવડાવી પીવડાવીને તગડો કરાવીનેશણગારીને ઈદના દિવસે હલાલ કરવા વાજતે ગાજતે લઈ જવાય ને તે જ રીતે

આશુતોષની જેમ જ શ્યામલીને ત્યાં જવાનું મન થયા કરે છેશ્યામલી તેના સંસારમાં વ્યસ્ત હશેસુખી હશે કે શર્વરીની જેમ એના પતિને એના હાથમાં રાખવાની કોશિષો કરતી હશેકે એક મીઠો ખ્યાલધીમે ધીમે મનના તરંગોને જન્માવતો જન્માવતો આગળ વધવા માંડ્યો

ત્યાં શર્વરી આવે છે… ‘નિલુ…, આ તમારી પુરુષોની જાત કેવી છે?’

તને ખબર

કોઈ પણ પરિણીતાના જીવનમાં એના પતિની પરવાનગી સિવાય પગ મૂકતા શરમ ન આવેઆશુતોષ અમેરિકા થઈને આવ્યો એટલે એની તોરીમાં ફરે છે કેમ ? ’

હશેશર્વુ. હવે તો આપણે matured કહેવાઈએ ને? અને મિત્રો હોવાના નાતે આવે પણ ખરો…’

આવે છે મારી બલારાતઅરે મારી પાછળ પડ્યો હતોશાનો મિત્ર? ’

તેં સારી રીતે Treat નથી કર્યો તેથી…  હવે નહીં આવે…’ 

હવે આવશે તો ટાંટિયો ભાંગી નાખીશ…’

એ ઝનૂની તો છે જ. એના મનમાં આવે એટલું જ કરે છેસારાનરસાનું ભાન નહીં અને પકડ્યું તે મૂકે નહીં તેવી મનોવૃત્તિ. ખરેખર હવે આશુતોષ આવે તો ટાંટિયો પણ ભાંગી નાખેએની ઑફિસમાં એક દિવસ હર્ષદ વાંકોચૂકો થયો હશેસીધો કરી નાખ્યોઇસ્ત્રી ફેરવીને

બન્યું હતું એવું કે કાંટાવાલાના ડેઈઝી સાથેના અનૈતિક સંબંધોના સંદર્ભમાં મિસિસ બુચનું નામ પણ હર્ષદ સાથે જોડાયેલુંહર્ષદ એટલે પેલા વાયડા મિનિસ્ટર જયંતિલાલનો નાનો ભાઈ, એમની ફર્મમાં જ જોબ એટલે વારે વારે પોલિટિકલ પ્રેશરથી મોટો ઑર્ડર મળે. એને એમ કે આ ઑફિસનું બીજું ગુલાબ મિસિસ બુચ ચાલો મેળવી લઈએઅને એ દિવસે ભરી ઑફિસમાંથી શર્વુને હોટલમાં લઈ ગયો. મિસ્ટર ભીમને લેવાની ના પાડી. શર્વરી હોટેલમાં ગઈઅને ત્યાં જઈને જડી દીધી એક રસીદ એના ગાલ ઉપર તે દિવસથી એને કોઈ છંછેડતું નથી.

 તે દિવસે એને ખિસકોલી કહેનારા બધાની બોબડી બંધ થઈ ગઈ. ખિસકોલીમાંથી એનું નામ queen cobra પડ્યુંપણ મારી સાથે એ છંછેડાતી નથી. કદાચએ સમજે છેમને એની જરૂર છેઅથવા એને મારી જરૂર છે. રોજ સવારે પેલું વિમાન ઉડતુ ઉડતું મારા આકાશની અટારીએ આવીને ઘુઘવે છે સાથે પેલું ઉડતું ચકલીનું બચ્ચું પણ એ જ આકાશની અટારીમાં એની કપાઈ ગયેલી મા નું ફરફરતું પીંછું શોધે છેમારી આકાશની અટારીમાંનો એક ખૂણો એટલે અગાસીનો છેવાડોજ્યાંથી હું રોજ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ દિશાઓમાં નજર મીંચીને શ્વાસ લઉં છું મારા શ્વાસમાં મુંબઈનો કલુષિત પવનટાઈગર બસનો ખડખડાટટેક્ષી ને હોર્નલીફ્ટમેનની ઘંટડીઓ અને દરિયાનો ઘુઘવાટ મહેક્યા છે

રોજ સાંજે સાત વાગે એટલે ચોપાટીની માદક હવાઓ અને ટીફીનવાળાનાં ખડખડાટને ભરતી ઈલેક્ટ્રીક ટ્રેનો બોરીવલી વિરાર તરફ ભાગતી હોય છે. હું પણ આ ટ્રેનોને લઈને માનસિક રીતે ભાગું છું. કદીક બોરીવલીના અમારા ફ્લેટમાં હું સૂતો હોઉં પણ મને ટ્રેનની ચીસોખડખડાટઅને વ્યવસ્થિત રીતે હલતી લયબદ્ધ ગતિનો ભાસ થતો રહે છે.

મિસ્ટર ભીમ વિશે કશું કહેવું નથી. એ મારું દુખતું ગુમડું છે. અને સ્થૂળકાય સજ્જન શર્વરીના માનસપિતા છે. શર્વરી અને મારા સંબંધો ૧૫ વર્ષથી ટક્યા છે તેનો જશ એમને જાય છે. આમ તો એમના પત્ની એમના સંતાનો એમનું ઘએ બધું જ છે. પણ પરંતુ એમને એક મન:સંતાન શર્વરી છે. એ કહે તો પંદર દિવસ સુધી પાણી ન પીએ અને એ કહે તો મારા જેવા અડબંગ જોડે ૧૫ વર્ષ સુધી ટકી શકેએ ગોડફાધરને કયા પ્રસંગથી શર્વરી જચી ગઈ હતી એ એક પ્રશ્ન છે?  એના ઘરનાં વિરોધને દબાવી દઈને શર્વરી એ ઘરની છોકરી બની શકી છે કેવી રીતે ખબર નથી

પરંતુ ત્યાર પછીની વાત કરવા જેવી નથીમિસ્ટર ભીમ આમેય દરેક જગ્યાએ ભીમ સાબિત થાય છે. તેમણે મને શર્વરી આપી કન્યાદાન કર્યું ખૂબ થયુંપછી પણ અમારા દામ્પત્યજીવનમાં બાપ ન કરે તે હદ સુધી ડોકાયા કર્યાનોકરી છૂટીએમના કારણે. બીજી મળી એમના કારણેફરી છોડી મારી જાતેફરી મેળવી મારી જાતે જ જે છોડાવવા ભયંકર પ્રયત્નો થયાના ફાવ્યાએટલે બીજો એટેક આવ્યોફ્લૅટ અપાવ્યો… obediant  છોકરી ચાલી ગઈ રહેવાઅને સમજું હુંક્યાં કેવી રીતે ભોળવાઈ ગયોખબર જ ન પડીઆમેય મુંબઈમાં ઓટલો મોટું આશ્વાસન છેએ opprtunist બની ગયોઅને પછી બધું સાંભળવા મળ્યું કેજવા દો નેનથી કહેવું. પણ તે દિવસથી મને ખબર પડી ગઈ હતી કે શર્વરી સંતાનોની બાબતમાં કેમ  એબોર્શનનો વધારે આશરો લે છે. She is taking pills regularly..Can’t help..

 

જે દિવસે હું એ હકીકત જાણી ગયો તે દિવસથી શર્વરી મૌન બની ગઈ છે.એના ઝનૂનને આ નબળી કડી પાસે ઝટકાવી દઉં છું. પણ મને ખબર બહુ મોડી પડીને. અને જ્યારે ખબર પડી ત્યારે મને એની આદત પડી ગઈ હતીએવી આદત કે ફાંસીએ ચડતો કેદી મુક્તિને ઝંખે તેવી તીવ્ર. આ આદતનો નશો કદીક મને ગરબડ કરાવી દેતો હતો. આમ મારી જાતને હું બહુ લાડ ન કરતો. પણ આદત બન્યા પછી હું ઑર્ડર કરતો થઈ ગયો. મહત્તમ રીતે હું રુઆબ જમાવવા જાઉં તો ખરોપણ મને આદત પડી ગઈ એટલે એ ક્યારેક અકડાઈ જાય અને એ અકડાય એટલે મારામાંનો મગરમચ્છ નસકોરા ફુલાવી ફુલાવીને પૂંછડી જોર જોરથી પછાડેખેર જ્યારે  વાત ખતમ થાય ત્યારે મહદ્ અંશે એણે મને પટાવી લીધો હોય કાં ગુસ્સામાં હું કલાકો સુધી અગાસી ઉપર એના મનામણાંની ખેવના કરતો કલાકો ના કલાકો મારા સુખ દુ:ખને ચાવતો હોઉં.

આખરે થાકીને સૂઈ જાઉં મારી આંખ મીંચાઈ જાયત્યાં સુધીમાં તો સવાર પડી જાય અને કશું જ ન બન્યું હોય તેમ એ  બેડ ટી લઈને આવી જાયખેર શું કહેવું શું કરવું કશું જ બોલ્યા વિના મારામાંનો મગર ચા પી લે. ખાલી પૂંછડું ભોંય પર પટકે. અને એની ૮.૪૦ની લોકલનો ટાઈમ સાચવવા મને પીડતા એકાંતમાં છોડીને એ જતી રહે

અને ત્યાર પછીની પીડાની વાત જ શું કરું? બેકારીગુમાનલાચારીનિષ્ફળતાએક પછી એક દુઃખદ રંગોનું સપ્તધનુષ્ય જોર જોરથી ફરવા માંડે અને એ બધા રંગોનું મિશ્રણ એટલે કે સફેદ રંગ જોર જોરથી મારા મનને થપેડા માર્યા કરેઅને એ સફેદ રંગ એટલેહોયનિલય આમ જ હોયચાલ્યા કરે સંસાર છે, ચાલ્યા કરે…  

નાનો હતો ત્યારથી સાત જાળી –  ચૌદ જાળી નવ્વાણું જાળે અને એવી કંઈ કેટલીય ભમરડાની રમતમાં હું  ‘  હતો. સાત જાળી એટલે એક જણ ભમરડો પોતાના હાથમાંથી છોડે અને બીજો સામેથી ઝીલી લેઆ રમતમાં છોડવાની મઝા આવતી

પણ સામેનો માણસ કેવી રીતે ઝીલી લે છે એ જોવાની મજા તો કંઈ ઓર જ હતી કોઈક વાર કોઈક વખત ભમરડો છૂટી જાય અને કોઈક વખત જતો રહેબંને તબક્કામાંય મઝા તો આવતી જપણ હવેની રમતમાં એ દર વખતે જાળી છોડી ભમરડો મારા હાથમાં મૂકીને જતી રહે છે. જોવા પણ નથી રોકાતી કે એના ભીથ્થુએ ભમરડો મેળવ્યો કે છોડી દીધોએની નોંધ સુદ્ધાં નથી લેતી

ખેર, … હું રોજ એ ભમરડો ઝીલું છુંછોડું છુંજમીન પર મૂકું છુંઅને એ ફરતો બંધ થાય ત્યાં સુધી તેને માણું છુંએની ૮.૪૦ની વ્હિસલ હું સાંભળું છું. ખડખડખડખડ ટ્રેન જતી રહે છે. અને ભમરડો ફરી હાથમાં લઉં છુંફેરવવાની ઇચ્છા થાય છે. ભમરડાને હાથમાં લઈ તો લીધો છે જાળ જમણેથી ફેરવવી કે ડાબેથીની દ્વિધા થાય છે. છાપું જોઉં છુંમૂકી દઉં છું. બંને રીતે જાળ વીંટી ભમરડો છોડવાની કોશિશ કરું છું. ભમરડો સહેજ ફરીને છૂટી જાય છે. જાળ ક્યારેક ટોપો બનીને હાથમાં આવી જાય છે.

છાપું ખોલીને વૉન્ટેડ કૉલમમાં આઘોપાછો થાઉં છું. અરજી કરું છુંમહદ્ અંશે નિષ્ફળ નીવડતા ભમરડાને ફેરવવાના પ્રયત્નોની જેમ જ. . apply..apply but no reply માં પાછો પડું છું.

Advertisements
 1. Brinda
  ઓગસ્ટ 20, 2009 પર 9:28 એ એમ (am)

  Vijaybhai,

  you’ve beautifully woven psychodynamics of maculine and feminine in both Nilay & Sharvari very nicely ! that was the era when women had just started going out of homes to work and create their identity. now certain things have chnaged, while many remain the same (women managing family and profession, ego of men, sexual harassment, etc. ) but now more women are assertive than before.

  4th episode is password proof. how do i get one?

 1. ઓગસ્ટ 18, 2009 પર 6:00 પી એમ(pm)
 2. ઓગસ્ટ 18, 2009 પર 6:07 પી એમ(pm)
 3. ઓગસ્ટ 22, 2009 પર 5:58 પી એમ(pm)
 4. ઓગસ્ટ 22, 2009 પર 6:00 પી એમ(pm)
 5. ઓગસ્ટ 28, 2009 પર 5:29 પી એમ(pm)
 6. ઓગસ્ટ 31, 2009 પર 4:58 એ એમ (am)
 7. સપ્ટેમ્બર 2, 2009 પર 7:36 પી એમ(pm)
 8. સપ્ટેમ્બર 3, 2009 પર 1:52 પી એમ(pm)
 9. સપ્ટેમ્બર 5, 2009 પર 1:52 એ એમ (am)
 10. સપ્ટેમ્બર 8, 2009 પર 4:26 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: