પત્તાનો મહેલ (2)

ઓગસ્ટ 17, 2009 Leave a comment Go to comments

pattano mahel

Courtsey: whyleaveastoria.com

પુર્વ પ્રકરણ 1

શું ઇચ્છતો હતો નિલયમહેમાન બનવાને

હા, અને તે બની ગયો. મારા ઘરમાં હું મહેમાન છું. મારા ઘરના મહેમાનો મને મારા ઘરમાં મને નીકળતો જોઈને આવજો કહે છે. ચીસો પાડે છે . હસી હસીને બેવડ વળી જાય છે. જો પેલો  જાય બાયલો. બૈરી નોકરીએથી આવે ત્યારે ચાનો કપ તૈયાર કરે અને જો ન કરે તો સાંજનો ચા બંધ.

પણ નિલુ,  – તે તો અડ્જસ્ટમેન્ટ છે. –

ધૂળમાં જાય તારું અડ્જસ્ટમેન્ટ મારા ઘરમાં મારા કામમાં માથું મારી મારીને તું સ્ત્રીત્વ ગુમાવી ચુકી છે. તને બાળક નથી જોઇતું, તને ટીપ ટાપ જોઇએ છે, તને એટિકેટ જોઈએ છે, તને રસોડું તો ખાવા ધાય છે , તને ફિગર મેન્ટેન.કરવાની ચિંતા છે.

ખબર છે, આપણી જિંદગીના પંદર વર્ષમાં પંદર મહિના પણ સળંગ ઝઘડ્યા વિના ગયા છે?’ 

નિલય દોષ મને ન દેમને  ન દે…’

હા દોષ વાંક વિના તો ઝઘડો ન જ થાય નેપણજરા વિચાર કર.. ઘરમાં નાનું બાળક ન હોય તો તે ઘર કહેવાય?નાનકડી શર્વરીનાનકડા હાથનાનકડું નાક, સુંદર ગૌરવર્ણું શરીર થાનકો શોધતું…ડીંટડી મળતા  ચસ ચસ બુચકારા બોલાવતું અને રડતું અટકી  જતા બાળકની કલ્પના કરીને તું ખુશ નથી થતી?’

મારા ગર્ભમાં બાળક ક્યાં છેએના સાત સાત પડખાં તેને ઝંખે છે. પણ તું ક્યાં માણસ છે? પુરુષપણું તારું ફક્ત મારા દોષો જ શોધવામાં છે. બાકી બાળકની ઝંખના તો મને અનહદ છે. મારા નબળા મુદ્દાઓમાં તો તે એક જ છે. મારા ગર્ભના પોલાણોમાં પડઘાતું પડઘાતું બાળક રુધિર રૂપે દર મહિને વહી જાય છેપણ તેને રોકવા હું અસમર્થ છું.

ભલે, તો તારી અસમર્થતા તને મુબારક, હું તો ઝેર ખાઈ જઈશ મારામાં રહેલા માલિકીપણાના ડ્રેગનથી બચાવી જઈશ.

 ‘તેં તો બેગો બાંધી છે. એટલે તું જઈશ નક્કીપણ હું પણ અહીં નહીં રહું. કારણ અહીંયા તો કબર ખોદાવાની છેઆપણા પંદર પંદર વરસોની પોકળ ભ્રામક અને ઠાલી દંભી દામ્પત્યજીવનની લાશ અહીં દાટવાની છે. ઉપર ફૂલોની ચાદર બિછાવવાની છે અને લોબાનનો ધૂપ કરવાનો છે.તારા અને મારા સાસરાવાળા અહીં આવીને ઠાલું ઠાલું રડશે. અને એમના એ ઠાલાપણાને જોઇ આપણી પંદર વરસની જિંદગીની લાશનો આત્મા હસશેખડખડાટ… ’

વહેલી સવારે આદત મુજબ તે મારી પથારીમાંથી ચાદર ખંખેરવા જતી હશે અને હું એની ચાદરમાંથી કાયમ માટે ખંખેરાઈ જાઉં તે માટે એના કરતાં પણ વહેલા ઊઠીને બાથરૂમમાં જતો રહું છું.

નિલય ક્યાં જવાનો છે? ’

એ જાગે છે કદાચ આખી રાત  સૂતી જ નથીબેગો બંધાયેલી છેયુદ્ધની માઠી અસરો જેવી ખરાબ દુર્ગંધ વાતાવરણમાં ફેલાતી હોય તેમ લાગે છે. હું શાંત છું તે ઊંઘની ટીકડીઓની બોટલ ખાલી જોઇ એકદમ બોલે છે.

નિલયતેં ઝેર કેમ ખાધું? ’  એ મને પ્રશ્ન પૂછશે. એની આખી રાત રડી રડીને ગઈ છે.

બેકાર પરિણીતો જિંદગીના કંકાસમાં હારીને ઝેર જ ખાય છે સ્વાભાવિક છેપણ મેં ઝેર ખાધું હતું તને રડાવવાતને ત્રસવાતને રિબાવવાહું તને નહીં છોડું, મારી આંખોમાંથી નીંગળતું ઝેર તું નહીં પચાવી શકે શર્વરીરડીરડીને તું આંખો ફાડી નાખીશ તો પણ મને તારા પર રહેમ નથી આવવાનીતું તો પેલા ભાંગી ગયેલા અરીસા ઉપર પણ આટલું રડી શકે છે. તું તારી માલિકીની કોઈપણ વસ્તુ જતી રહે એટલે રડે છે. ખરું ને?’

તું ધ્રુસ્કે ધ્રુસ્કે રડીને મને મનાવે છે. મારી માફી માગે છેપણ હું તો જડ અને ક્ષુબ્ધહસતો નથી. ત્રીજા માળની અમારી બારીમાંથી સૂર્યનો તડકો આવું આવું કરે છે. પડદો ખોલીને તે અમારી વચ્ચે પ્રવેશે છે. પંખો ચાલુ કર્યો છે. ત્યાં ઊડતી ઊડતી એક ચકલી પંખામાં ભરાઈ પડે છે. કપાઈને પાંખો ફફડાવતી તે નીચે પડે છે. અને એના રુધિરથી મારું શર્ટ બગડે છેપાંખોમાંથી છુટા પડેલા પીંછા ચારે બાજુ ઉડાઉડ કરે છેબસ તેમ જ આગળ પાછળ થતા ડહોળાતા મારા મનને કપાઈ ગયેલ ચકલીની આ ચીસો ઝંકૃત કરી જાય છે.

ઊંડી ઊંઘમાંથી ઊઠતો હોઉં તેમ હું ઊભો થાઉં છું. શર્વરીને કહું છું શર્વરીને કહું છુંશર્વુ, કોર્ટમાં જઈને કેસ જીતીશમૅનેજમેન્ટ મને બધા પગાર સાથે માનભેર પાછો લેશેમારે કશું જ કરવાની જરૂર નહીં પડે…’

પણ નિલુ ! તારે ઝેર ખાવાની કેમ જરૂર પડી ?’  શર્વુને કેમ કરી સમજાવું કે બેકારી, પૈસો, ઘર ચલાવવાની તકલીફબધી ચિંતાઓના પથારાઓએ ભેગા થઈને મને દાટી દીધો છે. મારી લાશ ઉપર આટલા પથરા ઓછા છે ત્યાં તું વધુ પૂછી પૂછીને ચિંતાનો બોજ મારા માથા પર ખડકે છે?

એક વિમાન રોજ નિશ્ચિંત સમયે મારા ઘરની બારીમાંથી દૂર જતું દેખાય છે. એમની જેમ રોજ ટપાલી એક ટપાલ લાવશેની આશામાં હું બેસી રહું છું. ટપાલી આવીને જતો રહે છે. નકામી ટપાલો લાવીને ચિંતા વધારી જય છે. લેણદારોના સ્મૃતિપત્રોબિલના થોકડાધંધાની નવી આંટીઘુંટીઓઅભિમન્યુની જે છ વર્ષ કોઠામાંથી બહાર કાઢવા કાઢ્યા તો ખરા પણ હવે સાતમો કોઠો મૂડી ઘસડી ગયો દેવું માથા પર ઠોકી ગયો.

શર્વરી નોકરીએ જતી નથી. પોલીસકેસ નથી થયો તેથી સારું છે. એમ માનીને મારો હાથ પકડીને બેસી રહી છે. એનો પ્રિય પંખો જે દિવસે ચાલુ નહોતો થયો તે દિવસે પણ આમ જ પંખાને પંપાળતા જેમ વિચારતી હતી તેમજ એની માલિકીનો હું આજે શું કરી બેઠો?

નિલુ તારી તબિયત સારી નથી. તું પેલા બબૂચક નેપોલિયન હીલની માઠી અસરોમાંથી બહાર આવબેકારી નિવારવા કદીક વ્યવહારુ બનવું પડે. યુ નીડ ઍન ઍક્ટિવિટી….’ 

શેર ભૂખા મર જાતા હૈ, ઘાસ નહીં ખાતા હૈ’ – 

એવી ખુમારી હતી તો ઝેર કેમ પીધું?’ …

આલંબન પામતા વડના પ્રકાંડોઆલંબન મૂળના ટેકે આગળ વધે છે નહીં કે એક જ મૂળ વડે, આગળ વધવું હશે તો ટેકો તો જોઇશે જ જે મળે છે તે લઈ લે પરંતુ આ બધું બહુ થોડા દિવસો માટે છે શર્વુ !

 ‘ભલે પણ ત્યારે આ છોડી દેતા વાર શું લાગશે…?’

મનમાં શૂન્ય પર શૂન્યનાં થપ્પા ગોઠવાતા જાય છે. શૂન્યોનાં થપ્પા ખાલી ખાલી વાસણોના ખડખડાટની જેમ ખખડતા ખખડતા બગડેલી રેકર્ડના વિચિત્ર અવાજોની જેમ તે રણકે છે. આ અગણિત શૂન્યોની આગળ મારે એકડો જોઇએ છે. બિચારો નિલયમાંથી નિલયકુમાર બુચ  એકડાવાળા મીંડાઓ થવા માંગે છે. હિંમત નથી હારવી મથવું છે. કેવી રીતે? ક્યાં? શું કરવાથી એ બનશેખબર નથી નિલય બુચ મિસિસ બુચના મિસ્ટરમાંથી મિસ્ટર બુચ થવા માંગે છે…  એમની મિસિસ શર્વરી બુચ છે તેમ આખા સંસારને ડંકાની ચોટ ઉપર કહેવા માંગે છેપણ એ શક્ય ત્યારે જ બને જ્યારે એ અગણિત શૂન્યોનાં થપ્પાઓની એ આગળ એકડો આવે તોએ એકડોકોણ જાણે કેમ મને લાગે છે કે પેલા કલર ટીવી ઉપર આવતા પ્રોગ્રામોની પોલી પોલી સલાહોની જેમમારા જીવનમાંથી પોલો પોલો થઈને માઈક્રોનની જાડાઈમાં જતો રહ્યો છેઝાંખી ઝાંખી આશાઓના અને ગાઢી નિરાશાઓનાં વાદળોમાં ખોવાઈ ગયેલા શુક્રના તારાની જેમદૂર ને દૂર જતો જાય છે.

શર્વરી, એટલા માટે મેં ઝેર ખાધું હતુંકે આ શરીરને છોડી દઈને શુક્રની તરફ દોડતો મારો એકડો પાછો લાવી તારા ગર્ભના સાતે પડળોમાં ઝણકાર ભરી દઉં.

પણ નિલુ ! તું નથી તો પછી તારા એ ગર્ભને હું શું કરીશ ?’

એટલે?’      

 ‘સીધી વાત છે તારા અસ્તિત્વની જરૂરિયાત વધુ છે. હું હોઉં કે ન હોઉં શરીરની દુનિયામાં કોઈ જ ફેર પડતો નથી હું માનવ તરીકે અસ્તિત્વ ધરાવું  કે નહીં પણ તારી જિંદગીમાં હું મિસ્ટર બુચ નામનું સાધન છું. કોમ્પ્યુટર રોબોટની તને જરૂર છે જે તારા અવાજે ચાલે દોડેકામ કરેતને મિસ્ટર બુચની જરૂર નથી એના અસ્તિત્વની જરૂર નથી એટલે આઝાદ કરવા મેં ઝેર ખાધું હતું, હું તો પ્રેમ ભૂખ્યો છું. તું પ્રેમ નામની કોઈ વસ્તુ સમજી છે?’

નિલુ આ તારો ધિક્કાર છે કે અસ્વીકાર એ મને સમજાતું નથી પણ તારું અતિરેકપણું મને  તકલીફ કરે છેતને ઊભરો આવે છે ત્યારે તું મને ગૂંગળાવી નાખે એટલો પ્રેમ કરે છેઅને જ્યારે ધિક્કારે છે ત્યારે પણ અનહદ ધિક્કારે છે, હું બંને વચ્ચે જીવવા ટેવાયેલી છું. મને જ્યારે તારો અતિરેક પ્રેમ મળે છે ત્યારે બીક લાગે છેઆ બધું હું ગુમાવી દઈશ. જ્યારે આવું ગાંડપણ કરે છે ત્યારે પણ મને લાગે છે કે હું તને ગુમાવી દઈશ…’

હું તારું પ્રાપ્ત કરેલું સાધન છું. જે ગુમાવાઈ જવાનું કલ્પન પણ તને દુ:ખદ લાગે છેશર્વુ મને પ્રેમ કર નિલુ તરીકે તારા પ્રેમી તરીકેતારા આધિપત્યના એક સાધન તરીકે નહીં. તેં મારી સાથેના સહજીવનને એક સમજાવટ બનાવી છે. એને ગાંડો પ્રેમ નથી બનાવ્યો જ્યાં તૂટી જવાનો ડૂબી જવાનો ભય સુધ્ધાં ન હોયલેવાની તો વાત જ શું હોય? બસ આપ આપ અને આપવાની જ વાત હોય…’

તું આવેશમાં ન આવહું વાંકમાં હોઇશમારી લાગણીઓને તારી જેમ બેફામ ઉડ્ડયન કરાવતા મને ક્યાંક આપણો સંસાર ખરાબે ચડી જાય તેવી બીક લાગે છેતેથીસો ગરણે ગાળીને ધીમે ધીમે હું આગળ વધું છું. તું તો મારા મંદિરનો ભગવાન છે. ભલે ને જડ હોય પણ પૂજારીને મન તેની સાચવણી જેટલી ઉત્કૃષ્ટ હોય તેવી મારી મોંઘી મૂડી તું છે. પણ કોણ જાણે કેમ તને એમ જ લાગે છે કેએમ જ લાગે છે કેહું તને મારા આધિપત્યનો એક સ્ક્રુ સમજું છું. નિલુ હું તને કેમ સમજાવું…’ 

નિલુ તરીકે હું એને સમજવા માંગતો પણ નથીએ વહેંચાયેલી રહેઑફિસના કામોમાંઘરના કામોમાંરસોઈમાંઅને હું ક્યાંય કશુંય નહીંકેમ ચાલેએણે તો બસ મારી પાસે જશર્વુ બનીને જ રહેવું રહ્યું…’

નિલુ , તારી ઉંમર કેટલી થઈ?’   

કેમ?’    

બસ, એમ જ પૂછું છું’ 

 ‘તને ચશ્મા આવ્યા ને?’

એ તો બેતાલાં છે.

બેંતાલા એટલે શું?’

નજીકનું વાંચવામાં થોડીક તકલીફ પડે છે તે

અને દૂરનું સ્પષ્ટ દેખાય ને?’

હા

તો તને બેતાલાં આવ્યા જ નથી બેતાલાં મને આવ્યા છે’   હું ખડખડાટ હસું છું

શર્વરી, તું તો જોક કરે છેતું તો હજી આડત્રીસની છેતને બેતાલાં ક્યાં આવ્યા જ છે?  અને મારા બેતાલાં તો આ રહ્યા’ …

 ‘પણ તને દૂરનું દેખાતું નથીએટલે જ તો કહું છું કે બેતાલા તને નથી આવ્યાતને તો નજીકનું બધું જ સ્પષ્ટ દેખાય છેમારી આજની વર્તણુંકોઆજના વલણોપણ એ વર્તણુંકો અને વલણોનું પરિણામ બે પાંચ વર્ષે શું આવવાનું છે એ તને નથી દેખાતુંમને દેખાય છેમાટે તો કહું છું કે તને બેતાલા નથી આવ્યાબેતાલા તો મને આવ્યા છે

શર્વુ, તું કહેવા શું માગે છે હેં ?’  

નિલુ, આજે પણ આપણે તારા હાઈસ્ટૅટસ પ્રમાણે રહી શકીએ છીએપણ એમાં આપણી બચતો કપાય છે. તું ક્યાંક પાર્ટટાઈમ સેલ્સ કન્સલ્ટન્ટ બને છેતો એ લોકો અઠવાડીયે ૧ વખત ૨  વખત બે કલાકના તને ૫૦૦ આપે તો તે ફુલટાઈમ કરતા વધુ સૅલરી છેએ સીધી વાત તારા ગળે કેમ નથી ઉતરતી?અને પછી વધુ જરૂરિયાતો ઊભી કરીને એમને ત્યાં આપણી જ્ગ્યા કેમ ન બનાવી શકાય?’

હું ચુપચાપ એને સાંભળું છુંએ સાચી છેમને ખરેખર નજીકનું જ દેખાય છેમારી કારકીર્દીને ૫૦૦ માં ખરીદવા માગતા શાહ સોદાગરોમાટે હું બહુ મોંઘો છું એ લોકોની જરૂરિયાત ઓછી છે તેથી ઓછા સમય માટે મને રાખે છેજેથી એમને એમનું કામ સરેઅને હું પણ ફ્રી નો ફ્રીજ્યારે જરૂર પડી ત્યારે ના કહીને નીકળી જતાં વાર શું?

થોડોક પ્રસ્તુત બનીશ તો નિવૃત્તિનું ભુત નીકળી જશેનેપોલિયન હીલ ફરી ગૂંજે છેયુ કેન ડુ ઇટ ઇફ યુ બીલીવ યુ કેન

કેમ નિલય ચુપ છે? ’

ભલે શ્રીપ્રકાશની વાત સમજી લઈશ.

નિલુ!’ એ આવેશમાં આવીને મને ભેટી પડે છેમારા ગાલમારા હોઠમારા માથાનાં વાળ ઉપર એક મીઠા ઝનૂનથી એના હાથ ફેરવી લે છેઅને જોરથી બાઝી પડે છે… ’

શર્વરીનો આ પ્રેમઆ પ્રેમ જ મને બાંધી રાખે છેછૂટાછેડાની વાત ઉપરથી અમે પાછા એક થઈ ગયાહું એના વહાલને માણું છુંએના શરીરની મીઠી મહેકમાં મને ડ્રેગનની વાસ આવતી હતી…. તે વાત વિચારીને મને હસવું આવ્યુંએને મેં ખેંચીચૂમીઅને વહાલથી એના શરીરને પંપાળતો રહ્યો

શર્વુ, મેં તને બહુ દુભાવી નહીં?’  હું એને પૂછું છું

એ કહે છે… ‘ખેરતું મને મોડી મોડી પણ સમજ્યોએ જ આનંદ નથી શું?’

શર્વુ, … થોડોક મારો વાંકથોડોક તારો વાંક… ’ ‘હાઅને હવે થોડોક તારો પ્યાર.. અને થોડોક મારો પ્યાર… ’

થોડોક તારો વાન અને થોડોક મારો વાનહાતારા જેવા ઝુલ્ફા અનેમારું નાકઅને તારી કાયા અને આપણું મન

ચાલ નિલુ, આપણે એક થઈએએવી ગાંઠથી કે જેનો અંતઆ નાનકડું બાળક..

 ‘તારા જેવું…’ 

નાતારા જેવું’ 

–  ‘આપણા જેવું….’

અને યુગલને એકાંત આપવા પારેવડા ઉપરથી ઊડી ગયા.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. ઓગસ્ટ 18, 2009 પર 5:48 પી એમ(pm)
  2. ઓગસ્ટ 18, 2009 પર 5:54 પી એમ(pm)
  3. ઓગસ્ટ 18, 2009 પર 6:06 પી એમ(pm)
  4. ઓગસ્ટ 20, 2009 પર 1:08 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: