ટેસ્ટ નું પરિણામ

ઓગસ્ટ 9, 2009 Leave a comment Go to comments

91396078_8c5752c658_o

http://farm1.static.flickr.com/14/91396078_8c5752c658_o.jpg

ડોક્ટરે જ્યારે એચ આઇ વી ટેસ્ટ કરવાનું કહ્યું ત્યારે દર્શનનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ. ડોક્ટરનાં મતે આ ફોડલી નું કારણ જાણવું જરૂરી છે.

તેણે દર્શનાને ફોન કરીને કહ્યું  ”ડોક્ટર એચ આઇ વી  રોગની તપાસ કરવા કહે છે. અને આ બધા રોગ મને થવાનું તો કોઇ જ કારણ નથી.”

દર્શના પણ વિચારમાં તો પડી જ ગઈ.  

ટેસ્ટ માટે પેથોલોજીસ્ટને ત્યાં જઈને લોહી આપ્યું ત્યારે ટેકનિશિયનને પણ નવાઇ લાગી દર્શનભાઇ..તમને..આ રોગ હોય તેવું માનતો નથી.  ખૈર, હજાર રુપિયા થશે. કાલે સાંજે પરિણામ આપીશ.

દર્શનાનો ફોન ફરીથી રણક્યો. “દર્શન ગૂગલ ઉપર એચ આઇ વી નાં કારણો જોયાં તો તે તો બહાર ભટકતાં લોકોનો રોગ છે. તું ક્યાંય બીજે જાય છે?”

“ચલ રે! ગાંડી થઈ છે? તું પણ…બહાર જવા જેવા કોઇ કારણો તે કદી આપ્યા જ નથી.”

” તો ડોક્ટર કંઇ  અમસ્તો જ ટેસ્ટ કરાવે?”

અજંપાભર્યા અવિશ્વાસમાં પતિ પત્નીએ રાત કાઢી.

ડોક્ટરની ઓફીસે સાંજે છ વાગ્યે રીપોર્ટ લેવા ગયા ત્યારે બહાર વેઈટીંગ રુમમાં હતાં ત્યારે પેથોલોજીસ્ટ અને ડોક્ટરની વાતમાં થોડાક શબ્દો દર્શના અને દર્શને સાંભળ્યા.

“તમે કહેતા હતા તેમ તમારી એચ આઇ વી ની કીટ એક્સપાયર્ થતી હતી બચાવી તેનું કમીશન ૩૦૦ તો જોઇએ જ ને…”

દર્શનાની આંખમાં શરમ અને દર્શનની આંખમાં હાશ દેખાઇ…

ટેસ્ટ નું પરિણામ જાણવાની હવે કોઇ જરૂર જ નહોંતી.

Advertisements
 1. ઓગસ્ટ 11, 2009 પર 1:53 એ એમ (am)

  “તમે કહેતા હતા તેમ તમારી એચ આઇ વી ની કીટ એક્સપાયર્ થતી હતી બચાવી તેનું કમીશન ૩૦૦ તો જોઇએ જ ને…”

  દર્શનાની આંખમાં શરમ અને દર્શનની આંખમાં હાશ દેખાઇ…

  ટેસ્ટ નું પરિણામ જાણવાની હવે કોઇ જરૂર જ નહોંતી
  These lines reveal the TRUTH !…..Another way to bring the AIDS Fears in the forefront…>>>>Chandravadan.

 2. ઓગસ્ટ 17, 2009 પર 10:25 પી એમ(pm)

  Doctor needs money badly, by hook or crook. Luckily conversation is over hears by patient.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: