પરિવર્તન

ઓગસ્ટ 1, 2009 Leave a comment Go to comments

વકીલાતની પ્રેક્ટીસમાં ભરુચમાં સિતાંશુ વસાવડાનું ઉજળુ નામ. એ જો કેસ હાથમાં લેતો સામેના વકીલની હાર નિશ્ચિંત થઈ જાય. કાયદાની આંટી ઘુંટી જાણે એટલી સહજ બનાવીને રજુઆત કરે કે જજને લાંબુ વિચારવાનું રહે જ નહીં. તીક્ષ્ણ બુધ્ધી અને દલીલોથી સામેના વકીલોની દલીલો અને મુદ્દાઓ તોડતા ક્ષણનો પણ વિલંબ ન લાગે.

આસુતોષ એકનો એક દિકરો પણ તેને તો વકીલ થઈ બાપની પ્રેક્ટીસ સાચવવી નહોંતી. તે તેના મોસાળ ઉપર પડ્યો હતો તેથી ફાઈન આર્ટ્સમાં ભણી પ્રાચિન તૈલચિત્રો ઉપર પી. એચ.ડી. કરી. તે માનતો કે વકીલાત એટલે અસીલનાં હીતમાં કાયદાનું અર્થ ઘટન અને તે કરવા લેવાતા બુધ્ધીનાં ઉપયોગને તે હીણપત સમજતો. તેથી ત કલાકાર થયો. માધુરી સાથે તેના લગ્ન થયાં અને તેમના લગ્નજીવનમાં સુકેતુ જન્મ્યો. સિતાંશુભાઈઅને દિવ્યા ત્રીજી પેઢી જોઇ ઘણા રાજી થયા.તેમનું મન હવે નિવૃતિ લેવા તરફ વળતું હતું પણ બુધ્ધી તેમને રોકતી હતી તેના બે કારણો હતા એકતો ધીખતી પ્રેક્ટીસ અને આશુતોષની આછી પાતળી કમાણી. આખી દુનિયામાં જેમની દલીલોનો ડંકો વાગતો તેમના ઘરેજ તેઓ દલીલબાજીમાં કદી જીત્યા નહોંતા. આસુતોષ તો સ્પષ્ટ ભાષામાં કહેતો જ્યારે કાયદાને અસીલનાં હેતુ પ્રમાણે તોડવામાં આવે…તેની અવળી રજુઆત કરવામાં આવે તે નર્યુ જુઠાણું જ હોય્… સિંતાશુભાઇ કહેતા કે પૈસાની કિંમત સમજીશ ત્યારે કહેજે હું કરું છું તે મારી બુધ્ધી કૌશલ્ય છે કે જુઠાણું…

પ્રકૃતિ પ્રેમી આસુતોષ રંગોળી અફલાતુન બનાવતો અને જ્યારે ટીવી ઉપર તેની પ્રથમ આવેલી રંગોળીએ તેની યશ ગાથા લહેરાવી અને તે પગલે મળેલી ફીલ્મજગતની કલાનિર્દેશક્ની  જાહેરાતે તેને રાતો રાત લાખો રુપિયાનો ધણી બનાવી દીધો. બાપના નામે નહી આપબળે તે આગળ વધતો હતો…આ પ્રગતિ લાંબી એટલા માટે ચાલી નહીં કે સ્ટુડીયો પરથી ઘરે આવતા રસ્તામાં કોમી રમખાણોનો તે ભોગ બની ગયો.

નાનો સુકેતુ સમજણો થયો ત્યાર પછી દાદાને પુછતો દાદા આ કોમી રમખાણો એટલે શું? એ શા માટે થાય છે? કોણ કરાવે છે અને શા માટે કરાવે છે? પપ્પાને શું કામ મારી નાખ્યા? આ દાજી કાકા મને જુએ છે અને કેમ રડે છે? આટલો બાહોશ વકીલ પણ આપ્રશ્નોને સહજ રીતે પૌત્રને સમજાવવામાં તકલીફ અનુભવતા. માધવી કહે કોમી રમખાણો એટલે ધર્મ ઝનુન. દાજીકાકા અને તારા પપ્પા સારા મિત્રો તેથી તને જુએ અને તેમને તારા પપ્પા યાદ આવે તેથી તે રડે.

આસુતોષ કહેતો કેસ ન્યાયની મદદ કરવા લઢાવો જોઇએ નહીંકે અસીલને જીતાડવા. આ વાત સિતાંશુભાઇને આસુતોષનાં મૃત્યુ પછી સતત સંભળાયા કરે. સફળતા અને લક્ષ્મીની રેલમ છેલે બે વાતો તેમને સમજાવી હતી કે શામ દામ દંડ કે ભેદની જે પણ રીત અપનાવવી પડે તે અપનાવીને પણ સફળ થાવ લક્ષ્મી હોય ત્યાં અર્ધી સફળતા આવે જ અને પછીની અર્ધી સફળતા સામે વાળાની નબળાઈને શોધી દેવાથી આવે.આ સફળતાનો નશો ઘણી વાર અંદરનો અવાજ સાંભળવા દેતો નથી. આ અવાજ જેમ સમય જાય તેમ ઘેરો થતો જાય છે..અને ક્યારેક જ્યારે વળતા પાણી શરુ થાય ત્યારે તે અવાજ આંતરમન નબળૂ પાડી દઈ બુધ્ધી જન્ય ચમત્કારો ઘટાડે છે.

સિતાંશુભાઇને આસુતોષ નાં અવાજમાં આતરમન સંભળાવા લાગ્યુ હતુ…ખાસ તો રાજકરણી દાસ પટેલનો ફોન આવ્યો કે નજરુનો કેસ તમે ના લેશો..તે નબળો કેસ છે. ત્યારે આંતરમનમાં દાસ પટેલનું રાજકરણ સમજાયુ. નજરું એટલે દાજી હનીફની બહેન..આ દાજીનાં માણસોએ આસુતોષને મરાવ્યો હતો તેનું કારણ દાસ પટેલનાં કહેવાથી દાજીનાં બાપાને ગેંગવોરમાં ફસાવીને ફાંસીએ ચઢાવ્યો હતો. આસુતોષ છેલ્લી વખતે કહ્યું હતું કે દાજી તો હથીયાર છે ઘા તો દાસ પટેલનો છે તે ત્યારે સમજાયુ નહોંતુ પણ હવે બધુ સ્પષ્ટ હતુ…વેરની આગ આગળ વધારવવી હોય તો દાસ પટેલને માનજો નહીંતર નજરુનો કેસ લઢી તેને સાસરીયાઓના ત્રાસમાંથી બચાવજો…આંતરમન આસુતોષ નીજ ભાષા બોલતું હતું.

દાસ પટેલનાં વિસ્મય સાથે સિતાંશુ વસાવડાએ નજરુંનો કેસ લીધો.ચીવટતાપૂર્વક લઢ્યા અને નજરુંને સાસરીયાનાં ત્રાસમાંથી છૉડાવી ત્યારે હનીફ સિતંશુભાઇનાં પગ પકડીને ખુબ જ રડ્યો.તેને છાનો રાખતા સિતંશુભાઇ બોલ્યા.”કર્મનું ગણીત મને કદી સમજાયું  નહોંતુ. પણ તેં જે કર્યુ તે વસ્તુ આગળ ચલાવવાનો કોઇ જ ફાયદો નહોંતો અને ક્ષણીક આવેગો ભવ ભવાંતરોનાં વેર બાંધે તે કરતા આસુતોષ કહે છે તે કેટલાંક કામો આત્માની શુધ્ધી માટે પણ કરવા જોઇએ. કોમી રમખાણો મહદ અંશે વેરનો બદલો વાળવા કે પાર્ટીનાં તોફાની તત્વોને ડામવા કે લોક્ધ્યાન બીજે વાળવા થતા હોય છે. પણ તેનો ભોગ બનતા માણસોને ઘેર જઈને જોશો તો ખરી સજા તો નિર્દોષ અને રહી ગયેલા કુટુંબીજનો ભોગવે છે.

 આસુતોષ ને ગુમાવીને હું આ સત્ય સમજ્યો..હવે સુકેતુનાં પ્રશ્નોને હું સચ્ચાઈથી સમજાવી શકીશ કે વેરની જ્વાળા પ્રેમથી શમે.તુ પણ આસુતોષ ને મરાવીને ખુશ તો નહોંતો જ અને તેથી તો સુકેતુને જોઇ તને આંસુ આવતા. માધ્વી સુકેતુ અને દિવ્યા મારા પૂણ્યની ટોકરી છે. નજરુંનો કેસ એ મારી ભુલનું પ્રાયશ્ચિત છે”.  

આસુતોષ નો આત્મા પ્રસન્ન ચિત્તે સિતાંશુભાઇનાં પરિવર્તનને જોઇ રહ્યો હતો…સિતાંશુભાઇ સ્પષ્ટ રીતે સાંભળી રહ્યા હતા તે અવાજ ને..જે ત્યાગે તે પામે અને જે પકડે તે પકડાઈ જાય ભવાટવીનાં જંગલમાં..

Advertisements
 1. Nautamlal Rapara
  ઓગસ્ટ 1, 2009 પર 11:27 પી એમ(pm)

  vanchi etalu ja nahi parantu copy kari ne sanchavavi pan chhe. Friends ne aapavajevu lagyu chhe. Aankho bhini thayi ane varta puri thayi gayi teni khabar pan na rahi. Radaya ma kayinka hatu tene sacha sabdo maliya. T h a n k s a l o t

 2. Mukund Desai - 'MADAD'
  ઓગસ્ટ 2, 2009 પર 12:08 પી એમ(pm)

  Thanks

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: