મુખ્ય પૃષ્ઠ > તજ અને ઈલાયચી, મજાક, સાહિત્ય જગત > હાસ્યની શતાબ્દી-રમેશ બાપાલાલ શાહ

હાસ્યની શતાબ્દી-રમેશ બાપાલાલ શાહ

જુલાઇ 18, 2009 Leave a comment Go to comments

 

‘બેન જમના ઉપરથી અંગ્રેજી શબ્દ બન્યો બેન્જામિન અને મોરલી પરથી બન્યો મોર્લે. આમ શબ્દો જ નહીં, આખ્ખેઆખ્ખી અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષા પરથી ઉતરી આવી છે.’ –આ વિધાનના સંશોધક છે હાસ્યસ્વામી જયોતીન્દ્ર દવે.

એમની જન્મ શતાબ્દી એટલે હાસ્યની શતાબ્દી. ગુજરાતીઓ ખાસ હસતાં નથી હોતા એટલે આ મોકો ચૂકવા જેવું નથી ! આવા ગુજરાતમાં જયોતીન્દ્ર જેવી વ્યકતિ સો વર્ષ સુધી અજોડ રહી છે. એમના પછી એમના સાહિત્યમાંથી પ્રેરણા લઈ આપણે ત્યાં કંઈ કેટલાયે લેખકો પ્રગટ્યા પરંતુ એ બધા સૂર્યની ઓથ લઈને પ્રકાશતા ચંદ્ર જેવા પરપ્રકાશિત !

આ હાસ્યસ્વામીની ફિલસૂફી ધારદાર અને સચોટ રહેતી. એક નમૂનો એ સમજવા પૂરતો થઈ રહે એવો છે  ‘જેવા હોઈએ તેવું દેખાવું અને જેવા દેખાઈએ તેવા હોવું એ વસ્ત્ર પહેરવાનો નિયમ ધરાવતા સમાજમાં શકય નથી.’ આવા સમર્થ હાસ્યસ્વામીની શતાબ્દી યાદગાર બનાવવા એમના જન્મદિવસને ‘હાસ્યદિન’ તરીકે ઊજવી શકાય.

રમેશ બાપાલાલ શાહનાં પુસ્તક ‘પાન ખરે છે ત્યારે’માંથી સાભાર

Advertisements
 1. devikadhruva
  જુલાઇ 20, 2009 પર 11:23 એ એમ (am)

  જ્યોતિન્દ્ર દવેની વાત આવે એટલે મોં પર મલકાટ આવ્યા વગર ના રહે.ક્યારેક ક્યાંક એમણે એમ પણ કહ્યું છે કે આ અંગ્રેજોએ આપણા “બહેતર” શબ્દ ઉપાડીને એ જ અર્થવાળો ” better”
  શબ્દ બનાવ્યો છે !
  એક જણે જ્યોતિન્દ્રભાઇને જીંદગીનો અર્થ પૂછ્યો તો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર,તરત જ એમણે કહી દીધું કે : ઘોડિયાથી ઠાઠડી સુધીની યાત્રા !!!

 2. gdesai
  જુલાઇ 21, 2009 પર 8:14 પી એમ(pm)

  Once he was invited to give a lecture at the Law college.
  His opening address for the students was
  “my Brothers and Sisters in Law’

  Once in a bus he set on a seat reserved for ladies of- course by mistake-
  so the conductor reminded him and said ” Sir this seat os for ladies and he promptly replied “I am for ladies too”

 3. ઓક્ટોબર 23, 2011 પર 3:39 પી એમ(pm)

  અંધેરી એન્જીનીયર કોલેજમાં માં. જ્યોતીન્દ્ર દવે સાહેબ સાથે, એક મંચ ઉપર કાર્યક્રમ આપવાનું સૌજન્ય સ્વ. છોટ્મ (મહેન્દ્રભાઈ પી. ઠક્કર) નાં હાસ્ય દરબાર માં મને મળેલું. એ મારું અહોભાગ્ય છે. એ વખતે હું હાસ્ય કલાકાર તરીકે બહુ જાણીતો નહિ. પણ એમના આર્શીવાદથી રેડીઓ-ટીવી અને સ્ટેજ અને વિશ્વ હાસ્ય પરિષદ સુધી પહોંચી શકાયું. એને મારું અહોભાગ્ય માનું છું. ગુજરાત સરકારે જ્યોતીન્દ્ર દવે સાહેબનાં જન્મ દિનને હાસ્ય દિન તરીકે ઉજવવો જોઈએ, એ વાત સાથે હું બિલકુલ સમાંત છું. ગુજરાતની એ ગરિમા છે.

  રમેશ ચાંપાનેરી

  હાસ્ય કલાકાર
  વલસાડ ૯૪૨૬૮૮૮૮૮૦

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: