પોટલી- ડો. ચિનુ મોદી

જુલાઇ 16, 2009 Leave a comment Go to comments

 

પળ ભરેલી પોટલી છે.
તેં જ તો એ મોકલી છે

મોહ નિંદ્ર ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે

જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.

હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે

હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલી છે

તું શરણમાં જા સમયની
એક એ બાહુબલી છે

કોણ છે, “ઇર્શાદ” છે આ?
હા ખિસામાં કાપલી છે.

ડો ચિનુ મોદી મારા ગુરૂ જન્..તેથી તે હક દાવે તેમની આ તરો તાજી  ગઝલ હુ મારી સાથે લઈ આવ્યો. આ ક્ષેત્રે નિષ્ણાત હોવા વિશે ચર્ચા કરવી જરૂરી નથી પણ તેમના ચીત્તમાં ચાલતી પાછલી ખટઘડીની આ સુંદર ગઝલ વાત એમણે જ્યારે સંભળાવી ત્યારે હું અને મારો મિત્ર નરેન્દ્ર બજાજ બંને વાહ કહી ગયા…

ખટ્ઘડી પાછલી ની સાથે અનુસંધાન સાંકડી ગલી એકદમ સુંદર્, યોગ્ય અને રોચક છે. પ્રભુને પૃચ્છા કે ક્યાંથી ઉતારું તને ખુબ ઉંચે છાજલી છે કહી પ્રભુ પાસે માનવ સહજ મર્યાદા સ્વિકારી લઈ ગઝલને આધ્યાત્મિક રીતે તેમનુ ઉંચુ ઊડાણ વાચકને દર્શાવી જાય છે.

ગઝલમાં આ નાટકનો જીવ દ્રશ્ય સર્જે છે જાણે તેમના મૃત દેહને ફંફોસતો પોલીસ પુછે છે કોણ છે, “ઇર્શદ” છે આ?  અને જવાબ મળે છે હા ખિસામાં કાપલી છે.

Advertisements
  1. જુલાઇ 16, 2009 પર 7:21 પી એમ(pm)

    અરે વાહ,આ તો ખુબ માર્મિક અને હ્ર્દયસ્પર્શી છે.

  2. જુલાઇ 16, 2009 પર 10:47 પી એમ(pm)

    saras gazal. Thanks for sharing.

  3. Sudhir Patel
    જુલાઇ 21, 2009 પર 7:41 પી એમ(pm)

    Enjoyed nice Gazal!
    Sudhir Patel.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: