લાફો.


rds048452

અને હરીને તેના બાપાને લાફો મરી દીધો…બધા સડક થઈને જોતા રહ્યાં

હીમાની કેન્સરનાં છેલ્લા તબક્કામાં હતી અને તેને બચાવવા હરેન ઝઝુમતો હતો..હીમાનીની પીડા હરેનથી જોવાતી નહોંતી..દુકાન વેચી દીધી..બધી બચતો સાફ કરી દીધી..થાય તેટલુ દેવુ કર્યુ હતુ અને આવતી કાલે છેલ્લો કેમોથેરાપીનૉ ડોઝ હતો. હીમાનીનાં કેન્સર નિષ્ણાત ડો. ક્રીપલાની અને હરેન ને આશા હતી કે હીમાની બચી જશે..પણ આતો ફેફસાનું કેન્સર..હરીનના બાપાને તો ખબર જ હતી કે હવે હીમાની પાછળ પૈસા ના બગાડાય્.  તેના વાળ જતા રહ્યાં હતાં. તેને શ્વાસ લેવાની પારાવાર મુશ્કેલી પડતી હતી. આઇ સી યુ માં છેલ્લા ચાર મહીનાથી હતી. રોજનાં ૫૦૦૦ રૂપીયાનું બીલ આવતુ હતું.

હીરેન નાં પપ્પા માનતા કે આયુષ્ય કર્મ જેટલુ  લખાવીને આવ્યા હોય તેટલું જ જીવન હોય્..ડોક્ટર તો કદી કહે જ નહીં કે દર્દી નહીં બચે..તે તો જો આશાવાદી ન હોય તો તેમની હોસ્પીટલ કેમ ચાલે? હીરેન ને બધી રીતે હીમાનીની પાછળ ખુવાર્ થતો જોઇ તે દિવસે કતલખાને જઇને બે જીવ છોડાવી આવ્યા..બાપનો જીવ હતોને..

હીમાનીએ તે રાત્રે જીવ છોડી દીધો…ધુંવાફુંવા થતા હરેને તેના બાપને લાફો રશીદ કરતા કહ્યું તમને કોણે કહ્યું હતુ જીવ છોડાવા જવાનું? મારો અને હેમલનો વિચાર તો કરવો હતો?

બાપા ગાલ પર પડેલા લાફાનો ચચરાટ સહેતા સહેતા બોલ્યા “એ વિચાર કર્યો એટલે તો આ કામ કર્યુ..”

Advertisements
  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: